Last Update : 02-May-2012, Wednesday

 

તમારી સાચી ઉંમર કેટલી ?

ઝાકળ બન્યું મોતી- કુમારપાળ દેસાઇ

નગરમાં પ્રભાવશાળી સંતનું આગમન થતાં એમના દર્શનાર્થે આખું નગર ટોળે વળ્યું. રાજા, મંત્રી, સેનાપતિ, શ્રેષ્ઠિ અને સહુ કોઇ એમના દર્શન માટે આતુર બનીને આવ્યા હતા.
રાજાએ સંતને ભેટ આપવા માટે સુવર્ણમુદ્રાનો થાળ સાથે લીધો હતો, તો નગરશેઠે એમના ભોજન માટે ફળ-ફળાદિ લીધાં હતાં. રાજાએ સુવર્ણમુદ્રાથી ભરેલો થાળ સંતની સમક્ષ મૂકયો, તો સંતે એના તરફ દ્રષ્ટિ પણ ન કરી. નગરશેઠે ૠતુ ૠતુના સુંદર ફળોનો થાળ એમની સમક્ષ મૂકયો, તો તેના તરફ પણ જોયું નહીં.
એકાએક સંતની ઉપદેશધારા વહેવા લાગી. નગરજનો સંતનો ઉપદેશ સાંભળતા મંત્રમુગ્ધ બની ગયા અને એમની વાણી થંભી, ત્યારે રાજાએ કહ્યું,
‘આપ મારા મહેલમાં પધારો અને ભોજન ગ્રહણ કરો, એવી મારી નમ્ર અરજ છે.’
સંતે કહ્યું, ‘રાજન ભોજનની બાબતમાં મારો નિયમ છે કે જે વ્યકિત સત્ય બોલતો હોય, એને ત્યાં જ ભોજન ગ્રહણ કરવું. તારા નગરમાં એવી કોઇ વ્યકિત હોય તો મને કહે. એને ત્યાં ભોજન કરતાં મને પરમાનંદ થશે.’
રાજા વિચારમાં પડયા. મંત્રીને બોલાવ્યા. દરેકે કહ્યું કે અમે કયારેક તો અસત્ય બોલ્યા છીએ. આખરે ગામના એક લોકસેવકનું નામ યાદ આવ્યું અને રાજાએ સંતને કહ્યું કે લોકસેવક ખરેખરા સત્યનિષ્ઠ છે. આપ એને ત્યાં ભોજન ગ્રહણ કરી શકશો.
સંત એ લોકસેવકને ત્યાં ગયા. સંતની સાથે વાતચીત શરૂ થઇ. સંતે પૂછયું, તમારી ઉંમર કેટલી ?’
લોકસવકે ઉત્તર આપ્યો, ‘વીસ વર્ષ.’
‘પણ તમારી ઉંમર તો સીત્તેર વર્ષની લાગે છે.’
લોકસેવકે કહ્યું, ‘આપનો અંદાજ સાચો છે. મારી ઉંમર સીત્તેર વર્ષની છે, અગાઉ હું જયારે વેપાર કરતો હતો, ત્યારે ઘણું અસત્ય બોલતો હતો. વેપારીઓ સાથેના સોદામાં ઘણી વાતો છુપાવતો હતો. કયારેક તો કશાય કારણ વિના જૂઠું બોલતો હતો, પરંતુ આજથી વીસ વર્ષ પહેલાં મેં સત્ય બોલવાનું વ્રત ધરાણ કર્યું અને તેથી હું એને મારી વાસ્તવિક ઉંમર માનું છું.
લોકસેવકની આ વાત સાંભળીને પ્રસન્ન થયેલા સંતે એના નિવાસસ્થાને આહાર ગ્રહણ કર્યો.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved