Last Update : 02-May-2012, Wednesday

 

સ્વયમ્‌ પૂરવાર થતું ભવિષ્ય કથન ઃ સેલ્ફ ફુલફીલીંગ પ્રોફેસી

વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ

- આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા વારસામાં મળતાં નથી, એ બજારમાં વેચાતા નથી, એના બનાવવાના કારખાના નથી કે એના ઇન્જેક્શનો પણ આવતાં નથી.

સુજલ હોંશિયાર છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી તેવું દ્રઢપણે માને છે. તેણે નવમા ધોરણની પરીક્ષા આપી છે. એસ.એસ.સી.નાં ટ્યુશન્સ શરૂ થવાનાં છે. સુજલની એક સળગતી સમસ્યા છે. ભણવા બેસે છે તો નાપાસ થવાના ડરને કારણે ભણવામાં ઘ્યાન ચોંટતું નથી. બેઘ્યાનપણે વાંચે છે એટલે વાંચેલું બરાબર સમજાતું નથી. જે સમજાય છે તે યાદ રહેતું નથી. એટલે સતત વિચાર આવે છે કે આટલી મહેનત કરીને વાંચું છું પણ જ્યારે વાંચું ત્યારે બઘું નવું લાગે છે. પેપર લખવા બેસીશ ત્યારે બઘું યાદ આવશે ખરું ?... અને નહીં યાદ આવે એટલે નાપાસ થવાશે. સુજલમાં આત્મવિશ્વાસ નથી.
નાપાસ થવાના ડરને ‘ફીયર ઓફ ફેઈલ્યોર’ - ર્ખંખ કહેવાય.
‘નાપાસ થઈશ’. એવા સતત આવતા વિચારને ‘સેલ્ફ ફુલફીલીંગ પ્રોફેસી’ એટલે કે ‘સ્વયમ્‌ પુરવાર થતું ભવિષ્યકથન’ કહેવાય છે.
જેવા તમે તમને ધારશો, તેવા તમે થશો. હા આ સત્ય સમજવું અત્યંત આવશ્યક છે.
‘રોબર્ટ રોસેન્યાલ’ નામના મનોવિજ્ઞાનીએ તેમના પુસ્તક ‘પિગ્મેલિયન ઈન-ધ ક્લાસ રૂમ’ માં એક સરસ કિસ્સો આલેખ્યો છે જે તમને ‘સ્વયમ્‌ પુરવાર થતું ભવિષ્યકથન’ - વિશે સમજવામાં મદદરૂપ થશે.
એક વિદ્યાર્થી તેના ક્લાસમાં ‘જાડીયો જ્હોન’ તરીકે ઓળખાતો. શિક્ષકોપણ ‘એ ય જાડીયા તારું શરીર જ નહીં બુદ્ધિ પણ જાડી છે’ એમ કહી જ્હોન કંઈ સવાલ કરે તો ઉતારી પાડી બેસાડી દેતા. જ્હોન કોઈ વાતનું ખોટું ન લગાડતો. તેણે સ્વીકારી લીઘું હતું કે ‘આપણે માણસ જ થર્ડક્લાસ છીએ. પરીક્ષામાં માંડ પાસ થવાય છે. પછી ભલે ને બધા ‘જાડીયો’ કે ‘જાડી બુદ્ધિ’નો કહેતા.’
જ્હોનની સ્કુલમાં રીઝલ્ટ કોમ્પ્યુટર કાર્ડ પંચંિગ કરીને મશીન દ્વારા અપાતું. જ્હોન નવમા ધોરણમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો. શિક્ષકો તો સ્તબ્ધ થઇ ગયા. તેને ક્લાસમાં ‘જ્હોનભાઈ... ઊભા થઈ અન્ય વિદ્યાર્થીઓને સમજાવો કે તમે આ બાબતમાં શું માનો છો ?’ જ્હોન વિશિષ્ટ બુદ્ધિશક્તિ ધરાવતો વિદ્યાર્થી છે એવું બધા શિક્ષકો કહેવા લાગ્યા. સહાઘ્યાયીઓ પણ જ્હોન પાસે શીખવા માટે પડાપડી કરવા લાગ્યા - જ્હોનનો આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા વઘ્યા. વાંચવામાં રસ પડવા લાગ્યો. ‘હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ સ્ટુડન્ટ છું. મારી બુદ્ધિ સતેજ છે. મને ગમે તેવો અઘરો વિષય સમજાઈ જાય છે. હું બહુ હોંશિયાર વિદ્યાર્થી છું. પ્રથમ નંબર લાવવો મારા માટે આસાન છે...’ એવાં કથન જ્હોન પોતાના વિશે કરવા માંડ્યો. બારમા ધોરણમાં સમગ્ર ડીસ્ટ્રીક્ટ કાઉન્ટીમાં જ્હોન પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યો !
સંજોગવશાત્‌ નવમા ધોરણના પરિણામની ત્રણ વર્ષ પછી પુનઃ ચકાસણી થઈ તો ખબર પડી કે જ્હોન ખરેખર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ન હતો પણ કોમ્પ્યુટરની ભૂલને કારણે જ પ્રથમ આવ્યો હતો !
તો પછી બારમા ધોરણમાં જ્હોન પ્રથમ આવ્યો એ પણ કોમ્પ્યુટરની ભૂલ હતી ? ના... એ હકીકત હતી.
કારણ નવમા ધોરણના પરિણામ પછી શિક્ષકો અને સહાઘ્યાયીઓની તેના તરફની દ્રષ્ટિ બદલાઈ. તેથી જ્હોનમાં આત્મવિશ્વાસ આવ્યો. તેની પોતાની પણ પોતાના તરફ જોવાની દ્રષ્ટિ બદલાઈ. તેને પોતાના વિશે સારા કથન કહ્યા. આ કથનો સ્વયમ્‌ પુરવાર થયાં. શિક્ષકોએ જેવો એને માન્યો એવો એ થયો. જ્હોને જેવું તેના વિશે ધાર્યું તેવો તે થયો.
સુજલ જેવા ઘણા વિદ્યાર્થીઓ છે જેમની દ્રષ્ટિ નકારાત્મક છે. તેથી તેઓને નિષ્ફળતાનો ડર લાગે છે. તેઓ હતાશ રહે છે. વાંચવામાં તેમને રસ પડતો નથી. એટલે વાંરવાર વાંચતા વાંચતા ઊઠ-બેસ કર્યા કરે છે. મઝા આવતી નથી. પછી પોતાના વિશે નકારાત્મક વાક્યો બોલ્યા કરે છે. આવા નિરાશાવાન, અશ્રદ્ધાવાન, જીવન વિઘાતક યુવાનોએ તેમની દ્રષ્ટિ, વિચાર, જાત વિશેના કથન જીવન પ્રભાવક બનાવવા પડે.
નિરાશાવાદી દ્રષ્ટિવાળા વિદ્યાર્થીઓ એવી પણ વાત કરે છે કે બહારી સૃષ્ટિમાં નિરાશા જ નિરાશા એમને દેખાયા કરે છે. નકારાત્મક વાક્યો જ એમના કાને અથડાયા કરે છે.
ભણ્યા પછી નોકરીની શક્યતા તેમને ઓછી દેખાય છે. ઓછું ભણેલા અને અભણ યેન, કેન, પ્રકારે પૈસા અને મોભો મેળવી લે છે. મહેનતુ વિદ્યાર્થી કરતાં લાગવગીયા વધારે ફાવી જાય છે.
એટલે જ તમારી જાત તરફ જોવાની દ્રષ્ટિ હકારાત્મક રાખ્યા પછી સૃષ્ટિને જોવાની તમારી દ્રષ્ટિ પણ હકારાત્મક અને વિધેયાત્મક રાખો.
આ દુનિયા લાગવગીયાઓ અને ચીટર્સની છે. મને નોકરી કોણ આપશે ? વાંચે કોના દિ’ વળ્યા છે કે મારા વળશે... આવું વિચારશો તો તમારી સાથે આવું જ બનશે.
એની બદલે તમે એવું વિચારો કે ‘હું ખૂબ મહેનત કરીશ. સારા માર્કસ લાવીશ. ઉચ્ચ અભ્યાસ કરીને સારી નોકરી, વ્યવસાય કરી સારા રસ્તે યશ પ્રતિષ્ઠા પામીશ. જો તમને આવાં કથન કરશો તો તમારી આસપાસની સૃષ્ટિ તેની બનશે.’
સુજલ જેવા વિદ્યાર્થીઓએ તેમની કારકિર્દીનું ઘડતર કરવાનું છે. પોતાની નવી દુનિયા સર્જવાની છે. શ્રેષ્ઠ ડીગ્રી, નોકરી અને જીવનસાથી મેળવી જીવનને સ્થિર કરવાનું છે. તેથી હે વિદ્યાર્થી મિત્રો, તમે નિરાશ થાવ એ ન ચાલે. તમારે ઊંચી ધારણા, તંદુરસ્ત વિચાર, ઊંચી આશા-આકાંક્ષા, આત્મશ્રદ્ધા અને આત્મવિશ્વાસ રાખી પ્રગતિ કરવાની છે. તો જ અભ્યાસમાં રસ પડશે. ઘ્યાન ચોંટશે, જંિદગી જીવવા જેવી લાગશે. અને ગમે તેવી નિષ્ફળતાને નિરાશામાં આવતીકાલની પ્રભાતના પહેલાં કિરણોની પ્રતીક્ષા કરી શકશો.
યાદ રાખો આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા બજારમાં વેચાતા નથી. એ બનાવવાનાં કારખાનાં નથી. એના ઇન્જેક્શનો આવતાં નથી. અને એ વારસામાં પણ મળતા નથી.
એવા ઘણા લોકો છે જેમને સંખ્યાબંધ ઠોકરો ખાધી છે છતાં પાછા ઉભા થયા છે. ટેનિસના બોલની જેમ જેટલા જોરથી પછડાયા એટલા જોરથી ઊંચા ઊઠ્યા છે. દુઃખના ડુંગરો સો વાર તેમના પર તૂટ્યા હોય તો પણ તેમની ગર્દન ઝૂકી નથી.
જ્યારે એવા પણ લોકો છે જેમને તૈયાર ભાણે બેસવા મળ્યું છે પણ આત્મવિશ્વાસના અથાણા વિના અને નિષ્ફળતાના સતત ડરથી બઘું જ હોવા છતાં, મળવા છતાં સેલ્ફ ફુલફીલીંગ પ્રોફેસી ને પુરવાર કરતી નિષ્ફળતા મેળવીને જ જંપ્યા છે.
જીવન સફરમાં તમે જો શંકાનો સાથ લેશો તો જીવનમાં તમે પાછા પડશો.
તમારી જાતને અને તમારી આજુબાજુની સૃષ્ટિને જોવાની તમારી દ્રષ્ટિએ તમારું દૂરબીન છે. તમારી સિદ્ધિનું પ્રવેશદ્વાર છે. આપણે આપણા ઘરનું પ્રવેસદ્વાર જેમ ચોખ્ખું રાખીએ છીએ તેમ આપણી દ્રષ્ટિને પણ ચોખ્ખી રાખવી જોઈએ.
તમે સારાં પુસ્તકો વાંચી તમારી દ્રષ્ટિમાં ઉચ્ચ વિચારો ભરો. સફળ વ્યક્તિઓની પ્રેરણાદાયક જીવનકથા વાંચી તમારી દ્રષ્ટિને પ્રેરણાસભર બનાવો.
આશાવાન, શ્રદ્ધાવાન અને આત્મવિશ્વાસથી ભરપૂર બની આગળ વધો.
યાદ રહે. આત્મવિશ્વાસનું ઉત્પાદન દરેક વ્યક્તિએ પોતાના દિલ દિમાગમાં કરવાનું રહે છે. એ દિશામાં કદમ ભરવા તમે આગળ વધી શકો એ માટે દસ પગલે આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવાની ટીપ્સ આવતા અંકે.
(ક્રમશઃ)

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved