Last Update : 02-May-2012, Wednesday

 

આપણે કેવી દુનીયા જોવા ઈચ્છીએ છે

નવું વાચન નવા વિચાર - ધવલ મહેતા

- અમેરિકાએ લોકશાહીનો અર્થ બજાર સ્વાતંત્ર્ય અને ધંધાનું સ્વાતંત્ર્ય કે સંપત્તિ ધરાવવાનો અબાધિત અધિકાર વગેરે કર્યો છે તેને પડકાર ફેંકો લોકશાહીનો બહોળો અર્થ પોતાના વ્યક્તિત્વનો વિકાસ થાય તેવા સમાજની રચના અને તેમાં સામાજીક અને રાજકીય સ્વાતંત્ર્ય આવી જાય તે રીતે કરો


ધ વર્લ્ડ વી વીશ ટુ સી ઃ રીવોલ્યુશનરી ઓબજેક્ટીવ્ઝ ઓફ ધ ટ્‌વેન્ટીફર્સ્ટ સેન્ચ્યુરી ઃ સમીર અમીન (આકાર પબ્લીકેશન, દિલ્હી, ૨૦૦૯)
માકર્સવાદી દ્રષ્ટિબંિદુ
સમીર અમીન માકર્સવાદી ચંિતક છે અને મૂડીવાદ તથા શાહીવાદની સામે વર્ષોથી લઢતા આવ્યા છે. મૂડીવાદે હવે વૈશ્વિક સ્વરૂપ ધારણ કર્યું છે. તેનું હવે શાહીવાદી સ્વરૂપ પ્રગટ્યું છે. તેનો એક સૂચિતાર્થ એ થાય કે જગતના કેન્દ્રમાં રહેલા રાષ્ટ્રો અને પરિધિ (પેરીફરી) પરના રાષ્ટ્રો વચ્ચેનું અંતર વઘ્યું છે. પરંતુ સમીર અમીન પોતે કબૂલ કરે છે કે હવે પરિધિ પરના દેશો પણ ઝડપથી ઔદ્યોગીકરણ કરી રહ્યા છે. હવે ભારત અને ચીન પહેલાંના કોલોનીઅલ જમાનાના કાચા માલની નિકાસ કરીને પશ્ચિમના દેશોમાંથી પાકા માલની આયાત કરનારા રહ્યા નથી. ભારત અને ચીન હવે પશ્ચિમના દેશોને એટલો બધો મેન્યુફેકચર્ડ માલ મોકલે છે અને તેમાંય ભારત તો આઇટીના ક્ષેત્રે પણ મોટી નિકાસ કરે છે જેને લીધે કેન્દ્રમાં રહેલા પશ્ચિમી દેશોમાં બેકારી વધી છે અને તેમની ઘણી ફેકટરીઝ બંધ પડી છે. પહેલાં ભારત અને ચીન બહારથી આયાત થયેલા માલ સામે રક્ષણ માગતા હતા. અને કડક આયાત કરવેરાની હિમાયત કરતા હતા. હવે પશ્ચિમના દેશો ભારત-ચીનના માલ તથા ભારતની આઇટી સેવાઓ સામે સંરક્ષણ માંગી રહ્યા છે પરિધિ પરના દેશોમાં થયેલી ટેકનોલોજીકલ ક્રાંતિને લીધે આ શક્ય બન્યું છે.
ત્રેખડનું રાજ્ય ઃ અમેરિકા, યુરોપ અને જાપાનનું ત્રેખડુ અત્યારના જગતમાં શાહીવાદી પ્રભુત્વ ભોગવી રહ્યું છે. આ પ્રકારની વૈશ્વિક સીસ્ટમનું, મેનેજમેન્ટ કરવા માટે આઇએમએફ, વર્લ્ડ બેંક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જી-૭ અને જી-૮ દેશો, યુરોપિયન યુનિયન, નાટો અને અમેરિકાની મીલીટરી તાકાત સતત તૈયાર રહે છે. અમેરિકા સમસ્ત વિશ્વ પર મીલીટરી પ્રભુત્વ ધરાવે છે. અમેરિકન સરકાર ધારે ત્યારે અને ધારે તે દેશ પર યુઘ્ધ છેડે છે. વળી તે જગતનું અમેરિકીકરણ (અમેરીકીનાઇઝેશન) કરવામાં પણ મશગુલ છે. જગતમાં ચારે બાજુ અમેરિકન ફીલ્મો અને અમેરિકન ટીવી ચેનલોની, અમેરિકન ફાસ્ટફુડની દુકાનો તથા અમેરિકન ફેશન જગતની અને અમેરિકન પુસ્તકોની બોલબાલા છે. આમ અમેરિકા કલ્ચરલ ક્ષેત્રે પણ જગત પર (હેજીમોની) પ્રભુત્વ ધરાવે છે. જગતના કોઈ ઊંડાણવાળા વેરાન પ્રદેશમાં તમને પાણી નહીં મળે પરંતુ પેપ્સી કે કોકો કોલા મળશે. અમેરિકન વે ઓફ લાઇફ એટલે કે અમેરિકન જીવનશૈલી સાર્વત્રિક મોટરકાર, ઊડાઉપણા અને સાધનોના વેડફાટ (વેસ્ટેજ) પર ઊભી થયેલી છે જે હવે ટકી શકે તેમ નથી. અંગ્રેજીમાં કહીએ તો ‘અમેરિકન વે ઓફ લાઇફ ઇઝ નોટ સસ્ટેનેબલ’ અલબત્ત સમીર અમીન એકબાજુનું લખે છે. અત્યારે ચીન ઝડપથી ઔદ્યોગીકરણ કરીને વાતાવરણને પ્રદૂષિત કરવામાં કદાચ અમેરિકા પછી બીજા નંબરે છે. તોય સામ્યવાદી વિચારસરણીને સર્મપિત આ પુસ્તકના લેખક એમ નથી કહેતા કે ચાઇનીસ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન ઇઝ નો લોંગર સસ્ટેનેબલ. લેખક એમ કહે છે કે અત્યારે જગતમાં આતંકવાદ અને નાગરિક સમાજ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે તેની પાછળ ખરેખર તો શાહીવાદ વિરૂદ્ધ નાગરિક સમાજનો એટલે કે આમ જનતાનો સંઘર્ષ છે. છેલ્લાં વીસ વર્ષથી અમેરિકાએ ટેરરીઝમ નામનો એક દુશ્મન જાતે ઊભો કર્યો છે. અમેરિકાએ આ દુશ્મન ઊભો કરવામાં બદમાશ રાષ્ટ્રોનો (ર્ઇયેી જીાચાીજ) સાથ લીધો છે. તાલીબાનોને તેણે ઊભા કર્યા હતા. હવે અમેરિકનોનો સ્વાર્થ પતી ગયો પછી તેણે તાલીબાનોનો નાશ કરવા ઉપરાંત તેણે ઇરાન, સોમાલીયા કે લીબિયા જેવા ર્ઇયેી જીાચાીજનો નાશ કરવા કમર કસી છે.
કેન્દ્ર અને પરિધિ ઃ
ઇ.સ. ૧૪૯૨માં અમેરિકા શોધાયું તે પછી દુનિયાના સમૃદ્ધ દેશોએ પ્રથમ વ્યાપારી ક્રાંતિ દ્વારા અને પછી ઔદ્યોગિક ક્રાંતિ દ્વારા પરિધિના દેશોને શાહીવાદનું નિશાન બનાવ્યા છે. અનેક દેશોમાં કોલોનીઝ સ્થાપીને પશ્ચિમના દેશોએ એમ કહ્યું હતું કે અમે અમારા શાસન હેઠળના દેશોને સીવીલાઇઝ (સંસ્કૃત) કરવા માંગીએ છીએ. આને અંગ્રેજીમાં આપણે સીવીલાઇઝીંગ મીશન કહી શકીએ. ૧૯૪૫ના બીજા વિશ્વ યુદ્ધ બાદ જગતનું ‘ડીકોલોનાઈઝેશન’ થયું તે પછી હવે જગતમાં લોકશાહી ફેલાવવાનું મીશન છે તેમ અમેરિકા જણાવે છે. હવે તેમાં પણ ઉમેરા કરીને તેઓ કહે છે કે અમે જગતને આતંકવાદથી મુક્ત કરવા માંગીએ છીએ. જગતને લોકશાહી માટે સલામત બનાવવાની ભૂમિકા ઊભી કરવા અને આતંકવાદીઓને ખતમ કરવા માગીએ છીએ. અહીં એ નોંધવું જરૂરી છે કે સમીર અમીનનું પૃથક્કરણ બહુ જ ‘સીકપ્લીસ્ટીક’ છે. તેઓ જગતને માત્ર બે ભાગોમાં જ વહેંચીને તેમના નિરીક્ષણો રજૂ કરે છે, શાહીવાદી જગત અને પશ્ચિમના શાહીવાદી આધિપત્ય નીચે કામ કરતું જગત. સોવિયેત રશિયાના શાહીવાદની તેઓ વાત કરતા નથી.
લોકશાહી નહીં, સત્તા પ્રાપ્તિ ઃ
લોકશાહીને તેઓ વર્ગ સંઘર્ષને છુપાવવાનો બુરખો ગણે છે. તેમને માટે લોકશાહી મૂલ્યવાન નથી. લોકશાહીમાં રાજકીય પક્ષો વચ્ચે આર્થિક વિકાસની બાબતમાં વૈચારિક ચર્ચાઓ અને સંઘર્ષો થાય છે તેને તેઓ ગણતરીમાં જ લેતા નથી. જેમાં વર્ગસંઘર્ષ ના હોય અને જે રાજ્યની સત્તા પ્રાપ્ત ના થાય તે પ્રકારના માત્ર સુધારાવાદી આંદોલનો માટે સમીર અમીનને બહુ ચંિતા નથી. અલબત્ત તેઓ એક તબક્કે કબૂલ કરે છે કે કેટલાંક આંદોલનો રાજ્યની સત્તા કબજે કર્યા વિના અસરકારક સાબિત થયા છે. તેનો દાખલો આપતા તેઓ જણાવે છે કે ઈ.સ. ૧૯૬૮માં પશ્ચિમ જગત (યુરોપ અને અમેરિકા)માં થયેલા વિદ્યાર્થીઓના આંદોલને સમાજમાં ચાર અગત્યના ફેરફારો કર્યા હતા. (૧) નાગરિક સ્વાતંત્ર્યને બહોળું બનાવ્યું (દા.ત. ગેરાઇટસ) (૨) સ્ત્રી મુક્તિની દિશામાં ઘણી આગેકૂચ કરી (૩) વાતાવરણના પ્રશ્નો પર જગતનું ઘ્યાન કેન્દ્રીત કર્યું. (૪) અમેરિકામાં બ્લેક લોકોના અધિકારોને વાચા આપી અને તેને પરિણામે ઇ.સ. ૧૯૬૮ના આંદોલનના લગભગ ૪૦ વર્ષ બાદ અમેરિકામાં ઓબામા (બ્લેક) પ્રેસીડેન્ટ બન્યા.
આમ કબૂલ્યા પછી પણ સમીર અમીન એમ કહે છે કે મૂડીવાદે ૧૯૬૮ના વિદ્યાર્થી આંદોલનજનિત ફેરફારોને બહોળું મન રાખીને પોતાનામાં સમાવી લીધા પરંતુ મૂડીવાદ અને શાહીવાદે તેનું શોષણખોરી અને દમનનું મૂળભૂત સ્વરૂપ બદલ્યું નથી. આ દુનિયાને બદલવા માંગતા લોકોએ પોતે સત્તા પ્રાપ્ત કરવી જોઈએ તેવું સમીર અમીન દ્રઢપણે માને છે. ઇ.સ. ૧૯૧૭માં સત્તા પ્રાપ્ત કર્યા પછી સોવિયેટ રશિયાએ માનવ સ્વાતંત્ર્યનું શું કર્યું, ચીનમાં માનવ સ્વાતંત્ર્યની તેના પ્રમુખ માઓએ શું દશા કરી હતી, ઉત્તર કોરિયામાં માનવ સ્વાતંત્ર્યની શી સ્થિતિ છે તે બાબત અંગે સમીર અમીન મૌન સેવે છે. જગતના અનેક વિકસતા દેશો આર્થિક અને સામાજીક વિકાસના જુદા જુદા તબક્કે છે અને તેમને વધારે પરિધિ પર રહેલા શોષિત દેશો ગણીને એક જ ખાનામાં મુકવા તે સમીર અમીનના પૃથક્કરણની મર્યાદા છે. જગતમાં અત્યારે જીમ્ૈંભજી ગણાતા દેશો જેમાં બ્રાઝીલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે તેની ચર્ચા સમીર અમીને કરી નથી. જ્યાં લોકશાહીની પરંપરા નથી અથવા તે પૂરી ખીલી નથી અને સમાજ ફયુડલ છે તેમાં સામ્યવાદનું એક ચક્રી શાસન આવે તો ઘણું ક્રૂર અને ભ્રષ્ટાચારી (હા, સખત ભ્રષ્ટાચારી) સાબિત થાય તેવી શક્યતા છે. ભારતમાં જો કેન્દ્રમાં સામ્યવાદી સરકાર આવે અને તે બંધારણને અમુક સમય સ્થગિત કરી દે તો તે સરકાર ચંગીઝખાન કરતા પણ ક્રૂર સાબિત થાય અને અત્યારનો ભ્રષ્ટાચાર હદ ઓળંગી દે તેવી ધારણા અસ્થાને નથી. ઇન્દીરા ગાંધીએ બંધારણની મર્યાદામાં રહીને કટોકટી જાહેર કરી હતી ત્યારે પણ તેના પોલીસ તંત્રે સખત ભયનું વાતાવરણ ખડુ કર્યું હતું તે વાત ભૂલવા જેવી નથી. સમીર અમીન સાથે જેઓ સંમત થતા નથી અને લોકશાહી માર્ગે નીઓલીબરાલીઝમને સુધારવા માગે છે તેમને સમીર અમીન જમણેરી ગણે છે. યુરોપને તેઓ જમણેરી ગણે છે અને અમેરિકાને તો ગણે જ છે. પશ્ચિમ જગતમાં ‘રેડીકલ લેફટ’ માટે તેઓ એમ કહે છે કે તેને પશ્ચિમ જગતના શાહીવાદી માનસ વિષે અને શાહીવાદી સીસ્ટમ વિષે બહુ ખબર નથી. લેખક એમ કહે છે કે અમેરિકાને વિશ્વ પર મીલીટરી કાબુ મેળવવો છે અને તેમાં તેને યુરોપ અને જાપાન મદદ કરે છે. અત્યારે અમેરિકાએ જગત પર કાબુ મેળવવાના પ્રથમ ચરણરૂપે મઘ્યપૂર્વના દેશોને લક્ષ્યાંકિત કર્યા છે તેના ચાર કારણો છે. (૧) તેમની પાસે ખનિજ તેલનો મોટો જથ્થો છે. (૨) તેમના પર કાબુ મેળવીને રશિયા ચીન અને ભારત પર પણ ચાંપતી નજર રાખી શકાય. (૩) તેમનું એક અતિશય મિત્રાચારીભર્યું રાજ્ય ઇઝરાઇલ આરબ જગતમાં આવેલું છે. (૪) આ દેશો નાના છે, ત્યાં રાજાશાહી કે અંધાઘૂંધી છે, તેઓ નબળા છે અને તેથી તેમને જીતવા સહેલા છે. હવે અમેરિકાએ બિનઆરબ ઇરાન રાષ્ટ્ર પર નજર ઠેરવી છે.
લેખકના સૂચનો ઃ
જગત અત્યારે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે સમીર અમીન પોતે જગતમાં છેલ્લા પાંચ કે છ વર્ષમાં થયેલી વર્લ્ડ સોશીયલ ફોરમના બહુ મોટા પ્રસંશક છે. ભલે આ સોશીયલ ફોરમમાં ઘણા ઇસ્યુઝ (સમસ્યાઓ) એક સાથે રજૂ થતા હોય પરંતુ તેમાં મૂડીવાદ અને શાહીવાદનો નાશ કરવાનો સૂર પ્રધાન છે. લેખક ઇ.સ. ૨૦૦૬માં બાપકો નામના સ્થળે ભરાયેલી વર્લ્ડ સોશીયલ ફોરમને ઐતિહાસિક ગણે છે અને આ ફોરમના સૂચનો પોતાના જ સૂચનો ગણીને પુસ્તકના અંતે પરિશિષ્ઠમાં રજૂ કરે છે. આને તેઓ બાપકો અપીલ (૨૦૦૬)નું શીર્ષક આપે છે. તેના મુખ્ય મુદ્દાઓ નીચે રજૂ કર્યા છે.
(૧) માનવ માનવ વચ્ચે સોલીડારીટી (સંપ) ઊભો થાય તેવી જગત વ્યવસ્થા ઊભી કરો- ડીવીઝીવ (ભાગલાકારી) વ્યવસ્થા નહીં
(૨) મૂડીવાદીઓ માનવજાતનું સામાજીકરણ બજાર દ્વારા ઊભું કરવા માગે છે. આપણે માનવજાતનું સામાજીકરણ લોકશાહી દ્વારા ઊભું કરવાની જરૂર છે. માનવકલ્યાણ માટે ઉત્પાદનપ્રથા કઈ રાખવી તે અંગે લેખક સ્પષ્ટ નથી.
(૩) એવી સંસ્કૃતિની રચના કરીએ જેમાં તમામ લોકોને વિકાસની તકો રહે આ સંસ્કૃતિ વૈશ્વિક હશે અને તેમાં ઉત્તર અને દક્ષિણ (કેન્દ્ર અને પરિધિ પરના) એમ બન્ને પ્રકારના દેશોએ ભાગ લેશે આ સંસ્કૃતિ શાહીવાદ વિરોધી હશે.
(૪) યુરોપની બહાર શછર્‌ંના સૈનિકોનો ઉપયોગ પર પ્રતિબંધ મુકો.
(૫) પેલેસ્ટાઇનના લોકો સાથે સોલીડારીટી (ઘનિષ્ઠતા) કેળવો.
(૬) જગતની નાણાંકીય અને મૂડી સંબંધી સીસ્ટમ પર કાબુ મેળવો. ઇન્ટરનેશનલ ફાયનાન્સીયલ સીસ્ટમને સખત કાબુમાં રાખો આઇએમએફ અને વર્લ્ડ બેંક દુનિયાના ગરીબ દેશોના અર્થકારણમાં માથુ મારે છે તે બંધ કરાવો.
(૭) આફ્રિકામાં નાગરિક સમાજને પ્રોત્સાહિત કરો અને આફ્રીકન યુનિવર્સિટીની રચના કરો.
(૮) લેટીન અમેરિકામાં અમેરિકાએ સૂચવેલા ખીીિ ્‌ચિગી છીિચને બદલે ર્મ્નૈપૈચહજ ચનાીહિચૌપીજ ર્કિ છસીૈિબચજને સમર્થન આપો અહીં અમેરિકાઝનો અર્થ લેટીન અમેરિકા થાય છે.
(૯) અમેરિકાએ લોકશાહીનો અર્થ બજાર સ્વાતંત્ર્ય અને ધંધાનું સ્વાતંત્ર્ય કે સંપત્તિ ધરાવવાનો અબાધિત અધિકાર વગેરે કર્યો છે તેને પડકાર ફેંકો લોકશાહીનો બહોળો અર્થ પોતાના વ્યક્તિત્વનો વિકાસ થાય તેવા સમાજની રચના અને તેમાં સામાજીક અને રાજકીય સ્વાતંત્ર્ય આવી જાય તે રીતે કરો.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved