Last Update : 02-May-2012, Wednesday

 

ફિલ્મ સ્ટુડીઓ

વહીવટની વાતો - કુલીનચંદ્ર યાજ્ઞિાક

 

દ્રશ્ય-શ્રાવ્ય સાધનોની મદદથી શિક્ષણના પ્રસાર માટે ભારત સરકારે એક યોજના ઘડી હતી તેના અંતર્ગત છએક રાજ્યોમાં ટી.વી. ફિલ્મ માટેના સ્ટુડિયો બાંધવા માટે સો ટકા ગ્રાન્ટ આપી હતી. તે પૈકી ગુજરાતમાં પણ અમદાવાદમાં સ્ટુડીઓનું બાંધકામ બાંધકામ ખાતા દ્વારા શરૂ થઈ ગયું હતું. શિક્ષણ ખાતા હસ્તકના આ પ્રોજેક્ટનો હવાલો પ્રેમચંદ રાયચંદ ટ્રેનંિગ કોલેજનાં મહિલા આચાર્યને સોંપવામાં આવ્યો હતો. તેમની શૈક્ષણિક લાયકાત ઊંચી હતી પણ કમનસીબી એ કર્મયોગી ન હતો. પરિણામે આનુષંગિક વ્યવસ્થા, જેવી કે સ્ટાફની ભરતી, સાધનોની ખરીદી વગેરેમાં પ્રગતિ થતી નહોતી. બે અધિકારીઓને ઈંગ્લેન્ડમાં છ-છ માસની તાલીમ આપી હતી, તે પાછા આવીને નવરા બેઠા હતા. સ્ટુડીઓ બંધાઈ જાય કે તરત કામગીરી શરૂ થાય તેને બદલે વરસેકનો વિલંબ થઈ જાય એમ હતું. બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં બાંધકામની પ્રવૃત્તિ બહેતર હોવા છતાં પ્રોજેક્ટ વિલંબમાં પડવા સંભવ હતો. આ તબક્કે શિક્ષણ નિયામક સુધીર માંકડે બીડું ઝડપ્યું કે પ્રોજેક્ટ શિક્ષણ નિયામકને તબદીલ કરવામાં આવે તો તે સમયસર પૂરો કરશે, તે મુજબ આદેશો થતાં પ્રોજેક્ટમાં નવી ચેતના આવી. સાધનોની ખરીદી અને સ્ટાફની ભરતીનું કામ વેગથી ઉપડ્યું. બાંધકામમાં થોડો વિલંબ થયો હતો. એટલે એક કામચલાઉ સ્ટુડીઓ પણ ઊભો કરવામાં આવ્યો. અમદાવાદ પોલિટેકનિકમાં માહિતી આપતી એક ઓફિસ બંધ થતાં, ત્યાં જરૂરી સુધારા-વધારા તાત્કાલિક કરાવ્યા. ખુદ સુધીરભાઈએ પણ કેમેરા ઉપર હાથ અજમાવ્યો. અને જોતજોતામાં- ત્રણેક મહિનાના ગાળામાં - કામચલાઉ સ્ટુડીયો કામ કરતો થઈ ગયો! મારી નિવૃત્તિ પછી તો મેમનગરનું કાયમી મકાન તૈયાર થઈ જતાં શૈક્ષણિક પ્રવૃત્તિએ ઘણો વેગ પકડ્યો હતો.
બીજો એક પ્રોજેક્ટ યુવા પ્રવૃત્તિ અને રમતગમત નિયામક આનંદ ભારદ્વાજે સફળતાથી પાર પાડ્યો હતો. ગાંધીનગરમાં રાષ્ટ્રીય કક્ષાનું રમતગમત સંકુલ હજુ તો પ્રાથમિક કામગીરીના તબક્કામાં હતી, ત્યારે અખિલ ભારતીય શાળા રમતોત્સવ અહીં યોજવાની જવાબદારી આવી પડી. ગુજરાતમાં આ ઉત્સવ પહેલી વાર ઉજવાઈ રહ્યો હતો. ભારદ્વાજ અગાઉ લશ્કરી સેવામાં હતા, અને તેમણે રમતગમતનું કામ ઉત્સાહથી ઉપાડી લીઘું. નાણાંકીય સાધનો ઓછાં હતાં. એટલે તેમણે દાન અને જાહેરખબરો દ્વારા ખુટતી સગવડો ઊભી કરી હતી, અને ઉત્સાહથી પોતાની ટીમને પ્રેરણા આપી. કામમાં સતત ખૂંપી ગયા અને રમતોત્સવને ઘણી સારી સફળતા અપાવી. બાદમાં સ્પોર્ટસ સંકુલ તો રાષ્ટ્રીય સ્પોર્ટસ ઓથોરીટીને સોંપાઈ ગયું અને હવે અન્ય પ્રાંતોમાંથી પણ તાલીમાર્થીઓ ત્યાં આવે છે.
બીજો એક સુંદર પ્રોજેક્ટ એક અધિકારીના વિરોધને કારણે જ બંધ રાખવો પડ્યો હતો. ભારદ્વાજ પોતે અગાઉ લશ્કરમાં પેરોટૂપર હતા. એમણે ગુજરાતમાં હેત્ગ-ગ્લાઈટીંગની પ્રવૃત્તિ શરૂ કરવાનું આયોજન કર્યું. સાપુતારામાં એક સ્થળ નિદર્શન માટે પસંદ કર્યું. એક ખડક ઉપરથી ગ્લાઈડરની પાંખોને સહારે કૂદકો મારી પવનની લહેરો ઉપર ધીમે ધીમે નીચેની ખીણમાં ઉતરવાનું. બધી તૈયારીઓ થઈ ગઈ. મુંબઈથી નિષ્ણાતો આવી ગયા. સેનાનું માર્ગદર્શન પણ મળ્યું. ભારદ્વાજ પોતે એક જવાબદાર નિષ્ણાત તરીકે હાજર હતા. પણ છેલ્લી ઘડીએ ડાંગના કલેક્ટરને અકસ્માતનો ડર લાગ્યો. પોતે એક જુનિયર અધિકારી હતા. અને કાયદો અને વ્યવસ્થાનો કોઈ સવાલ નહોતો. પણ તેમને કંઈ અનિષ્ટનો ડર લાગ્યો. સમય ઓછો હતો, અને નિયામક જેવા સિનિયર અધિકારી કદાચ માને નહિ, એટલે તેમણે જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકે ક.૧૪૪ હેઠળ જાહેરનામું બહાર પાડીને કાર્યક્રમ ઉપર પ્રતિબંધ મુક્યો! એક સરકારી વિભાગની પ્રવૃત્તિ સામે ક.૧૪૪નો પ્રતિબંધ ઈતિહાસમાં પહેલો જ હશે! કાર્યક્રમ બંધ રહ્યો પણ મેં સચિવ તરીકે ગૃહ સચિવને રાવ ખાદી. પણ એ અનુભવી અને ખુલ્લા મનના સિનિયર અધિકારીએ પણ કલેક્ટરનો નિર્ણય વાજબી ઠરાવ્યો!
છેક હમણાં બે-ત્રણ માસ અગાઉ, એ જ સ્થળ ઉપર સાપુતારામાં ગ્લાઈડીંગનું નિદર્શન કરવામાં આવ્યું, અને કોઈ મુશ્કેલી ન નડી! પણ એક અધિકારીની અકારણ આશંકાને કારણે આ ઉત્તમ પ્રવૃત્તિનો વિકાસ ગુજરાતમાં ત્રીસ વર્ષે પાછો ઠેલાઈ ગયો!

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved