Last Update : 02-May-2012, Wednesday

 

પીંડીઓની પીડા મનને સતત વ્યસ્ત રાખે છે

સ્વસ્થવૃત્ત

પગે ચાલીને કે સવારી કરીને કે પગ લટકતાં રાખીને બેસી લાંબી મુસાફરી કરવાથી પગમાં પીંડીઓમાં કળતર-પીડા થતાં હોય છે. આ તકલીફમાં ગોળનું પાણી પીવાથી અને પગચંપી કરાવવાથી તુરત જ રાહત મળતી જતી હોય છે. જૂના જમાનામાં દૂરથી આવતાં મહેમાનને ભોજનમાં મિષ્ટાન અને રાત્રે સુતી વખતે પગચંપી માટે સેવકની વ્યવસ્થા કરવામાં આવતી હતી. આ બઘુ માનવંતા મહેમાનનો થાક ઉતારવા કરવામાં આવતું હતું. એક દિવસમાં સારૂં થતું હતું. પરંતુ આપણે અહીં વાત કરવા માગીએ છીએ પીંડીઓના દુઃખાવાની - કળતર નામના વ્યાધિની. આ વ્યાધિને આયુર્વેદમાં પીંડીકોઘ્વેષ્ટન કહે છે. આ વ્યાધિ સ્વત્રંત રીતે કે બીજા રોગનાં લક્ષણરૂપે થતો હોય છે.
પીંડીકાઘ્વેષ્ટના રોગથી પીડાતા દર્દીઓ હરતાં ફરતાં પોતાનું રૂટીન કામ કર્યે રાખતાં હોય છે એટલે બીજાને ખ્યાલ આવતો નથી કે આ વ્યકિત દર્દી છે. આવી વ્યક્તિની સ્થિતિ ખૂબ જ નાજુક હોય છે. બે-ચાર કલાક ઊભા રહીને કામ કરવાનું આવે તો દર્દી માટે અસહ્ય થઇ પડે છે. આવા દર્દીને બે-ત્રણ કલાક ખુરશીમાં બેસવું પડે તો પણ પીંડીઓમાં કળતર શરૂ થઇ જાય છે. થીયેટરમાં પીકચર જોતાં કેટલાક પ્રેક્ષકો પોતાનાં હાથે જ પગ દબાવતા હોય છે, એનું કારણ પગની સખત કળતર હોય છે. આવા દર્દીને રાત્રે સુતી વખતે પગ દબાવવા પડે છે.
આ વ્યાધિ થવાનાં ઘણાં કારણો છે. કારણ શોધી કારણ દૂર કરવાની ચિકિત્સા કરવામાં આવે તો અવશ્ય સારું થાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ જેનો જઠરાગ્નિ મંદ હોય છતાં ભારે ખોરાક લેવાથી ખોરાકમાંથી બનતો પોષકરસ થોડો કાચો રહે છે. જેને આમ કહે છે. આ આમ પીંડીઓમાં દુઃખાવો ઉત્પન્ન કરે છે. સ્ફૂર્તિનો અભાવ રહે છે. આ રોગમાંથી કાયમી સારા થવા માટે હલકો સુપાચ્ય ખોરાક લેવો. ઔષધોમાં દશમૂળ કવાથ સવાર-સાંજ અને આમપાચનવટી ૧ થી ૨ જમ્યા પછી લેવી. પંચગુણતેલ અને મહાનારાયણતેલ સરખે ભાગે મેળવી પીંડીઓ ઉપર દરરોજ માલીસ કરવું. અતિ ખાટા પદાર્થો આરોગવાનું બંધ કરવું.
આ રોગ બીજા રોગના લક્ષણરૂપે થયો હોય તો મૂળ રોગની ચિકિત્સા કરવી અને નારાયણ અને પંચગુણતેલનું માલીસ કરવું. એસિડીટીના દર્દીને આ તકલીફ હોય તો ખાટા અને આથો આવેલ પદાર્થો બંધ કરવાં. બિલકુલ ઓછું તીખું ખાવું. ઔષધોમાં દશાંગ કવાથ સવાર-સાંજ લેવો. સુતશેખર રસ અને અવિપત્તિકર ચૂર્ણ જમ્યા પછી લેવું. દિવસમાં ચાર-પાંચ વખત ઝાડે જનાર વ્યકિતને પગમાં કળતર થાય છે. આ પ્રકારમાં બિલ્વાદિ અને ગંગાધર ચૂર્ણ મેળવી, સવાર સાંજ લેવું. શંખવટી ૧ થી ૨ જમ્યા પછી લેવી.
મઘુપ્રમેહીને શ્યુગર કંટ્રોલમાં રહે નહીં એટલે પગની પીડાથી મોટાભાગનાં દર્દીઓ દુઃખી થતાં હોય છે. આવા દર્દીઓએ પથ્ય ખોરાક લેવો. બ્લડશ્યુગર નોર્મલ રહે એવી ગોઠવણ કરવી. સાથે હળદર, આમળા અને અશ્વગંધા સરખે ભાગે મેળવી ૩ ગ્રામ સવાર-સાંજ લેવું અને જીવીત પ્રદાવટી ૧ થી ૨ જમ્યા પછી લેવી. રક્તસ્ત્રાવજન્ય રોગોમાં પગમાં કળતર ઉપરાંત નબળાઈ અને સ્નાયુમાં દુઃખાવો પરેશાન કરે છે. રકતાર્શ રક્તપ્રદર કે જે કોઇ રોગ હોય એની ચિકિત્સામાં પૂરતું ઘ્યાન આપવું. શોણિતાર્ગલ અને શમશમની સવાર-સાંજ લેવા. લોહાસવ અને ઉશીરાસવ બે-બે ચમચી મેળવી ચાર ચમચી પાણી ઉમેરી જમ્યા પછી લેવા. કમરના મણકમાં વાની અસર રહેવાથી સંજ્ઞાવહ નાડી વિકૃત થાય છે. આથી સાથળમાં પાછળનાં ભાગમાં અને પીંડીમાં દુઃખાવો થાય છે. આ પ્રકારમાં પુનર્નવા ગુગળ ૨ ગોળી અને બેથી ચાર ચમચી કવાથ સવાર-સાંજ લેવો. મહાયોગરાજ ૧ ગોળી બપોર-સાંજ જમ્યા પછી લેવી. પંચગુણતેલ અને વિષગર્ભ તે સરખે ભાગે મેળવી કમર પર માલીસ કરવું પછી નગોડનો વરાળીઓ શેક કરવો. ખાટો પદાર્થ ત્યજવા.
આ વ્યાધિમાંથી છૂટવા કોઇ વખત ઘણાં પ્રયત્નો કરવા છતાં ખાસ લાભ થયો હોય નહીં એવા દર્દીઓ જોવા મળ્યા છે. કાયમી સારા થવું હોય તો રોગનું કારણ શોધી એની ચિકિત્સા કરવી. પથ્ય આહાર લેવો.
- શાંતિભાઈ અગ્રાવત

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved