Last Update : 02-May-2012, Wednesday

 

ઊંટ રણપ્રદેશમાંથી ઉદ્‌ભવેલું પ્રાણી છે ?

સત્યની બીજી બાજુ- મૃગાંક શાહ

 

માન્યતા ઃ જેનાં અઢારે અંગો વાંકા છે એવું પ્રાણી ઊંટ આફ્રિકાનાં રણપ્રદેશમાંથી ઉત્પન્ન થયેલું પ્રાણી છે, જે પછી આખી દુનિયામાં ફેલાઈ ગયું.
હકીકત ઃ ઊંટ વિશેની એક કવિતા ‘આપનાં અઢાર છે’ ગુજરાતી ભાષામાં બહુ જ લોકપ્રિય છે. ઊંટને રણ પ્રદેશનું જ પ્રાણી માનવામાં આવે છે. કોઈ કઢંગો માણસ હોય એને પણ ઊંટનું બિરુદ આપવામાં આવે છે. ઊંટ દિવસો સુધી પાણી પીધા વગર ચલાવી શકે છે એટલે લોકો એવું માની બેઠા છે કે એની ઉત્પત્તિ રણ પ્રદેશમાંથી જ થઇ હોવી જોઈએ. પણ એવું નથી. જીવ વિજ્ઞાનીઓનું માનવું છે કે ઊંટની ઉત્પત્તિ ઉત્તર અમેરિકામાં ઘાસનાં મેદાનમાં થઇ હતી. આશરે ૨ કરોડ વર્ષો પહેલાં ઊંટની ઉત્પત્તિ થઇ હોવાનું મનાય છે. શરૂઆતમાં ઊંટ જિરાફ જેવું દેખાતું પ્રાણી હતું. ચાલીસ લાખ વર્ષો પહેલાં જ એ એશિયામાં આવ્યું એવું માનવામાં આવે છે અને પછી તો ધીરે ધીરે એ અમેરિકાનાં ઉત્તર ભાગમાંથી બિલકુલ નાશ પામ્યું. એનાં નાશ પામવાનાં કારણો માટે મતમતાંતરો ચાલે છે. કેટલાક એવું માને છે કે વાતાવરણમાં ધરમખ પલટો આવવાને કારણે કદાચ ત્યાંથી ઊંટ નાશ પામ્યું હોઇ શકે. બીજું એક કારણ એ પણ હોઇ શકે કે એશિયામાં ગયેલાં ઊંટો જયારે અમેરિકામાં પાછા ફરવા ગયા હશે ત્યારે એટલે કે લગભગ દશ હજાર વર્ષો પહેલાં એ રસ્તાઓનો માનવીઓ દ્વારા નાશ કરાયો હતો એટલે પણ ઊંટો ફરીથી પાછા નહીં જઇ શક્યાં હોય.
માન્યતા ઃ યુ.એસ.એ.માં કુલ બાવન રાજ્યો છે
હકીકત ઃ કોઇપણ યુ.એસ.એ.નાં બાળકને તમે આ પ્રશ્ન કરશો તો ફટાક દઇને તમને કહેશે કે આ વાત એકદમ સાચી છે. સ્કૂલમાં એવું જ ભણાવે છે કે યુ.એસ.એ.માં કુલ બાવન રાજ્યો છે. અને એ કયા એ પણ બાળક ફટાફટ ગણાવશે. યુ.એસ.એ.નાં ઝંડામાં પણ બાવન તારાઓ છે જે બાવન રાજ્યોનાં પ્રતીકો છે. પણ યુ.એસ.એ.માં બાવન રાજ્યો છે એ વાત સાચી નથી. યુ.એસ.એ.માં કુલ છેંત્તાલીસ રાજ્યો જ છે. બીજા ચાર તો કોમન વેલ્થ પ્રદેશો છે એ છે વરજીનીઆ, કેન્ટુકી, પેન્સીલવેનીઆ અને માસાચ્યુએટસ. જો કે એનાથી એમને કોઇ વિશેષ સત્તાઓ હાંસલ નથી થઇ જતી. ફકત આ રાજયો યુ.એસ.એ.માં સ્વાતંત્રતાનું યુદ્ધ થયું એ બાદ અમેરિકામાં ભેળવવામાં આવ્યા. વર્જીનીયા રાજયનું નામ ઇંગ્લેન્ડની રાણી ‘વરજીન’ એલીઝાબેથ પહેલી પરથી પાડવામાં આવ્યું છે. અને આ રાજયે ૧૭૭૬માં પોતે કોમનવેલ્થ રાજય તરીકે રહેશે એવું જાહેર કર્યું હતું. પેનસીલવેનીઆ અને માસાચ્યુમેટસ રાજયોએ પણ થોડાક વખત પછી આવું જ જાહેર કર્યું. કેન્ટુકી જે પહેલાં વર્જીનીયાનો જ એક ભાગ હતો એણે ૧૭૯૨માં પોતે કોમનવેલ્થ હોવાનું જાહેર કર્યું હતું.
માન્યતા ઃ બેઝબોલની ઉત્પત્તિ અમેરિકામાં થઇ હતી
હકીકત ઃ અમેરિકામાં બેઝબોલની રમત જેટલી લોકપ્રિય છે એટલી બીજી કોઈ જ દેશમાં નથી. બેઝબોલની રમત અમેરિકાની રાષ્ટ્રીય રમત છે. અને એને જોવા આખા સ્ટેડીયમો ભરચક થઇ જાય છે. અમેરિકામાં બેઝબોલની જેટલી ટીમો છે, એટલી દુનિયામાં બીજે કયાંય નથી. લોકો બેઝબોલ પર પાગલ છે. એટલે આપણને એવું લાગે કે બેઝબોલ રમતની શોધ અમેરિકામાં થઇ હશે પણ એવું નથી. બેઝબોલની શોધ ઇંગ્લેન્ડમાં થઇ હતી. આ વાત સૌ પ્રથમ વાર ઇ.સ. ૧૭૪૪માં ઇંગ્લેન્ડમાં એક પુસ્તક ‘અ લીટલ પ્રેટી પોકેટ બુક’માં નોંધવામાં આવી છે. એને પહેલાં ‘ગોલ બોલ’ પણ કહેવામાં આવતી. અમેરિકાએ બેઝબોલ પોતાના દેશમાં શોધાઈ હોવાનું બહુ મોટું તરકટ ચલાવેલું અને એ સાબિત કરવા બહુ જ ધમપછાડા કરેલાં પણ એ બધાં વ્યર્થ ગયા અને આખરે તો એ ઇંગ્લેન્ડમાં જ શોધાઈ એ બધાએ માનવું પડયું.
ડ્રાયફ્રુટ ઃ- ૧૯૦૧માં ઇંગ્લેન્ડમાં જયોર્જ થોર્ટનને એની કાર વઘુ ઝડપથી ચલાવાવનાં ગુનામાં દંડ થયો હતો. એ દશ માઇલની ઝડપે ગાડી ચલાવતો હતો !

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved