Last Update : 02-May-2012, Wednesday

 

ઇધર-ઉધર - વિક્રમ વકીલ

 


કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના વિરોધીઓનું માનવું છે કે સોનિયા ગાંધીને બહુ ગતામક પડતી નથી અને તેઓ કટાક્ષમાં સોનિયા ગાંધીને ગૂંગી ગૂડિયા કહે છે પરંતુ સોનિયા ગાંધીના માનીતા પત્રકાર વિનોદ મહેતાનું અલગ માનવું છે. વિનોદ મહેતાએ એમની આત્મકથામાં લખ્યું છે કે ઃ ‘અંગત રીતે સોનિયા ગાંધી મજાકિયા અને બેફિકર છે. એમની પાસે અગત્યની વ્યકિતઓની ઘણી બધી મજેદાર માહિતી હોય છે અને તેઓ જો ખૂલે તો અડધો કલાકમાં જ એમની પાસેથી રાજકીય ગોસીપ કટાર લખનારને ઢગલાબંધ ટીટબિટ્‌સ મળી રહે... એક વખત સોનિયા ગાંધી, રાજીવના મિત્ર રોમી ચોપરાની વર્ષગાંઠ નિમિત્તે દિલ્હીની પાન માર્કેટની રેસ્ટોરામાં બેઠાં હતાં એ વખતે હું પણ ત્યાં હતો. ડિનર માટે સલાડ તરીકે તેઓ ઘરેથી બનાવેલું અતિસ્વાદિષ્ટ કરચલાનું સલાડ લાવ્યાં હતાં અને દિલ્હીની સોસાયટી કવીન માલાસંિહની, દિલ્હીની મોટી હસ્તીઓ વિશેની ગોસીપ ખૂબ મજાથી સાંભળતાં હતાં.’
* * *
ભારત પાસે વીર હનુમાન, બાળગણેશ... વગેરે મહાનાયકોની ચિત્રકથાઓ છે (અમર ચિત્રકથા). યુરોપ- અમેરિકાના દેશો પાસે પણ સુપરમેન, સ્પાઇડરમેન ઉપરાંત કેટલાક ધાર્મિક સંતોને મહાનાયક તરીકે બતાવતી ચિત્રકથાઓ છે પરંતુ અત્યાર સુધી મુસ્લિમ દેશો પાસે પોતાના આવા કોઇ સુપર હીરોની ચિત્રકથાઓ નહોતી. હવે સૌપ્રથમ વખત કુવૈતના નઇફ અલ-મુતાવાએ ઇસ્લામ પરથી પ્રેરણા લઇને સામાન્ય વ્યકિતઓને વણી લેતાં મહાનાયકો તૈયાર કરતી ચિત્રકથાઓ તૈયાર કરી છે જેનું નામ છે ‘ધ નાઇટી નાઇન સુપર હીરોઝ’. એમણે જો કે, ઘ્યાન રાખ્યું છે કે આ ચિત્રવાર્તાઓનો પ્લોટ ધાર્મિક નહીં હોય.
* * *
થાઇલેન્ડના બેંગકોક શહેરમાં ૧૫ લાખ જેટલાં સ્ત્રી અને પુરુષ વેશ્યાઓ છે કે વેશ્યાવૃત્તિમાંથી થાઇલેન્ડની સરકારને દર વર્ષ રૂ. ૨૦,૦૦૦ કરોડથી વઘુની આવક થાય છે એ તો કદાચ ઘણાને ખબર હશે, પરંતુ બહુ ઓછાને ખબર હશે કે થાઇલેન્ડની સ્કૂલોમાં બૌદ્ધ ધર્મનું શિક્ષણ ફરજિયાત છે અને થાઇલેન્ડનું કોઇ પણ અખબાર જો બૌદ્ધ સાઘુની ટીકા કરતા સમાચાર છાપે તો તે છાપાનું પ્રકાશન ત્રણ દિવસ બંધ રાખવાની સજા થાય છે.
* * *
રાજકારણીઓના નજીકના ભવિષ્યની આગાહી એમની નાની નાની હિલચાલનું નિરીક્ષણ કરવામાં આવે તો આસાનીથી થઇ શકે છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામ પહેલાં રાહુલ ગાંધીએ દિલ્હીના કેટલાક તંત્રીઓને ઓફ ધ રેકર્ડ બ્રીફંિગ માટે પોતાને ઘરે ચા-નાસ્તા માટે બોલાવ્યા હતા. આ મિટંિગમાં શું થયું એ કોઇએ ઓન ધ રેકર્ડ લખ્યું ન હતું પરંતુ તંત્રી મહોદયો સમજી ગયા હતા કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું ધોવાણ થાય એવું રાહુલ ગાંધીએ માની લીઘું હતું અને ચૂંટણીનાં પરિણામો પછી એમની ઇમેજ ટકી રહે એ માટે પી.આર. વર્ક થયું હતું. એ જ રીતે ૨૦૦૧ની સાલમાં ગુજરાતમાંથી કેશુભાઇ પટેલને મુખ્યપ્રધાન તરીકે હટાવવાનું જયારે નક્કી થયું ત્યારે નવા મુખ્યપ્રધાન તરીકે ત્રણ-ચાર નામ રેસમાં હતા. એ વખતે દિલ્હી સ્થિત એક ગુજરાતી પત્રકારનું દ્રઢપણે માનવું હતું કે નવા મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું નામ નક્કી છે. કારણ? નરેન્દ્ર મોદીએ દિલ્હીના એક મોટા દરજીને નવા નક્કોર કપડા સિવડાવવાનો ઓર્ડર આપી દીધો હતો!
* * *
માનવીનું શબ બળે ત્યારે ૧ ગ્રામ જેટલો મરકયુરીનો ઘુમાડો અને સીસાનો ઘુમાડો નીકળે છે. માનવીના દાંતમાં મરકયુરી પૂરી હોય છે, તેમાંથી આ ઘુમાડો નીકળે છે. જે સ્મશાનમાં મડદાં બાળવાનું કામ આખો દિવસ ચાલુ હોય ત્યાંથી દરરોજ ૧૩ કિલો જેટલો મરકયુરી અને સીસાનો ઘુમાડો નીકળે છે.
* * *
પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ત્યાંથી સ્કૂલના અભ્યાસક્રમમાંથી સામ્યવાદીઓના આરાઘ્યદેવ ગણાતા કાર્લ માર્કસ વિશેનાં ચેપ્ટર્સ કાઢી નંખાવ્યા એટલે સામ્યવાદીઓ નારાજ થઇ ગયા છે પરંતુ કાર્લ માર્કસે સામ્યવાદ વિશે એક શબ્દ પણ લ્ખ્યો નથી. માર્કસને બહુ ઓછા સારી રીતે જાણી શકયા છે. જર્મનીમાં રહેલા યહૂદી માબાપને પેટે ૧૮૧૮માં જન્મેલા કાર્લ હેનરિક માર્કસ વકીલના પુત્ર હતા. તેમના પિતા તે સમયના પુશિયા દેશના બંધારણ માટે લડયા હતા. કાનૂન અને ફિલસૂફી કાર્લ માર્કસના મુખ્ય વિષય હતા. ગરીબોનું દુઃખ તેમને હૈયે વસેલું હતું. માર્કસ મહાન વિચારક હતા અને એમણે કરેલી લગભગ દરેક વાતો સાચી પડી છે. તેમણે કદી સમાજવાદ કે સામ્યવાદની કંઠી બાંધી નહોતી.
* * *
શ્રીલંકામાં રહેતા લધુમતી તામિલો પર થયેલા અત્યાચારોની ડોકયુમેન્ટરી આજકાલ ઘણી રાષ્ટ્રીય ચેનલો પર બતાવાઇ રહી છે અને એમ કહેવાઇ રહ્યું છે કે, શ્રીલંકામાં આતંકવાદી સંગઠન એલટીટીઇ (લિબરેશન ટાઇગર્સ ઓફ તામિલ ઇલમ)ના સફાયા પછી હવે ફરીથી વિશ્વસ્તરે એલટીટીઇ સંગઠિત થઇ રહ્યું છે ત્યારે એલટીટીઇની કેટલીક અજાણી વાતો જાણવા જેવી છે. એલટીટીઇ જયારે પૂરજોશમાં સંિહાલીઓ સામે લડતું હતું, ત્યારે વર્ષો સુધી એમણે જાફનાના એક ભાગ પર કબજો જમાવેલો રાખ્યો હતો. તેમની ગેરિલા વોર ટેકનિક ચાઇનીઝ અને કયૂબન ગેરિલાઓની પદ્ધતિ પર હતી. એલટીટીઇ પાસે ભારતીય સૈન્ય કરતાં પણ વઘુ આઘુનિક હથિયારો હતાં અને યુક્રેઇન પાસેથી આરડીએકસનો જથ્થો તેઓ મેળવતા હતા. આત્મઘાતી હુમલાખોરોનું જન્મદાતા જ એલટીટીઇ હતું. એલટીટીઇને જોઇને જ ઇસ્લામિક ત્રાસવાદી સંગઠનોએ આત્મઘાતી હુમલાખોરો તૈયાર કર્યા હતા. મ્યાનમાર એટલે કે બર્મામાં એલટીટીઇનું લશ્કરી થાણુ હતું અને એમના ત્રાસવાદીઓ પીએલઓ અને પીઇએલએફના કેમ્પમાં લેબેનોન ખાતે તાલીમ મેળવતા હતા.
* * *
હળદર અને બહેડાનું ચૂર્ણ એક નાની ચમચી જેટલું અર્ધા ગ્લાસ ગરમ પાણીમાં નાંખીને હલાવી હૂંફાળું હૂંફાળું સવારે, સાંજે અને રાત્રી પીવાથી કફ (બલગમ) મટી જાય છે. હળપદ અને બહેડા કોઇ દવા નથી, પરંતુ વનસ્પતિ છે.
* * *
જપાનમાં લોકો વઘુ પડતું કામ કરે છે. લંચ વખતે પણ કામ કરે અને વેકેશનમાં પણ ઓવરટાઇમ કરે. જપાનની મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીએ જપાની લોકો વઘુ ફુરસદ લે તેની તાલીમ આપવા મેક્સિકો ખાતે એક મંડળ મોકલ્યું. મેક્સિકોની સરકારી કે ખાનગી ઓફિસોનું દ્રશ્ય આ પ્રમાણે જોયું. કર્મચારી એક કલાક ઓફિસે મોડો આવે છે. પછી ટેબલનું ખાનું ખોલીને તેમાં રાખેલી ‘કોરોના’ બ્રાન્ડની શરાબની બોટલ કાઢે છે. પછી લીંબુ મંગાવે છે. લીંબુ કાપીને પછી શરાબનો પ્યાલો શોધે છે. એ પછી પ્યાલાને ડાબી બાજુએથી જમણી બાજુ ગોઠવે છે. થોડી વારે જમણી બાજુથી પ્યાલાને ડાબી બાજુ ખસેડે છે. આટલું કામ કર્યા પછી તે કોરોનાનો ગ્લાસ પૂરો કરીને બરફવાળો શરાબ પીવા બરફ મંગાવે છે... ત્યાં જ સાંજ પડી જાય છે.
* * *
ગાંધીજીની હત્યા અને હત્યારાઓ વિશે લગભગ બધાને જ ખબર હશે, પરંતુ ગાંધીજીના હત્યારાઓ વિશેની કેટલીક ઓછી જાણીતી વાતો આ પ્રમાણે છે ઃ નાથુરામ ગોડસે ‘હિન્દુ રાષ્ટ્ર’ નામના દૈનિકના તંત્રી હતા. નાથુરામના જન્મ પહેલાં ત્રણ ભાઇઓના અકાળે મૃત્યુ થયા હતા એટલે એ જમાનાની માન્યતા પ્રમાણે નાથુરામનાં માબાપે એમને છોકરી તરીકે ઉછેર્યા હતા અને એમને નાકમાં નથ પહેરાવી હતી એટલે એમનું નામ નથ્થુરામ (કે નાથુરામ) રાખવામાં આવ્યું હતું. બીજા હત્યારા વિષ્ણુ કરકરે મુંબઇના અનાથાશ્રમમાં ઉછર્યા હતા અને ૧૦ વર્ષની ઉંમરથી એમણે ચાની કીટલી પર કામ કરવાનું શરૂ કર્યું હતું. પછીથી એમણે અહમદનગરમાં ડેક્કન ગેસ્ટ હાઉસ નામની હોટલ શરૂ કરી હતી. આ હોટલના પૂરી અને તળેલા મરચા એટલા વખણાતા હતા કે લોકો દૂર દૂરથી એ ખાવા માટે આવતા હતા.
* * *
વાંરવાર ટી.વી.ની ચર્ચાઓ પર દેખાતા લોર્ડ મેઘનાથ દેસાઇ લંડનમાં લેબરપાર્ટી સાથે રહ્યા હતા. મેઘનાથ દેસાઇ દ. ગુજરાતનાં અનાવિલ દેસાઇ છે અને એક જમાનામાં તેઓ અરવંિદ જોશી અને સરિતા જોશી સાથે નાટકોમાં પણ જોડાયા હતા.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved