Last Update : 02-May-2012, Wednesday

 

અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો - એ સાબિત કરી આપ્યું છે ડૉ. ટેસી થોમસે

વામાવિશ્વ- અનુરાધા દેરાસરી
- ડીફેન્સ રીસર્ચ એવું ક્ષેત્ર છે જ્યાં પુરુષોની હાક વાગતી હતી, ટેસી થોમસે તે દીવાલ તોડી છે 'હોમ મેકર' સ્ત્રી 'મીસાઈલ વુમન' પણ બની શકે છે તે પુરવાર કરી બતાવ્યું છે
- ભારતીય સમાજમાં સીનેરો બદલાઈ રહ્યો છે. કોઈપણ ક્ષેત્ર એવું નથી, જ્યાં સ્ત્રીઓના પગરણ ના હોય. ડૉ. ટેસી થોમસ ૧૯૮૫માં જ્યારે (DRDO) સંસ્થામાં જોડાયા ત્યારે પાંચ જ સ્ત્રી વૈજ્ઞાાનિકો હતા. આજે બે હજાર બારમાં ૨૦ થી ૩૦ સ્ત્રી વૈજ્ઞાાનિકો છે અને બીજા ઉમેરાઈ રહ્યાં છે
- વ્યાવસાયિક સ્ત્રી ગમે તેટલી સફળ હોય પણ પ્રથમ તે 'માતા' છે પછી વર્કીંગ વુમન

''નાનપણથી હું રોકેટને અવકાશમાં ઉડતા જોતી અને મારામાં રોકેટ ઉડ્ડયનના ક્ષેત્રમાં પ્રગતિ કરવાના અનેક સપના જાગી ઊઠતા અને જ્યારે મારે કારકિર્દીને ભણતરની પસંદગી કરવાની આવી ત્યારે મેં તે સપનાઓ પર ફોક્સ કર્યું અને આજે તેની પરિપૂર્ણતારૃપે અગ્નિ-૫ મિસાઈલનું લોન્ચીંગ શક્ય બન્યું છે.'' આ શબ્દો છે 'મીસાઈલ વુમન' અને 'અગ્નિપુત્રી' તરીકે જાણીતા બનેલા ડૉ. ટેસી થોમસના.
તાજેતરમાં જ ભારતે પ્રથમ 'ઈન્ટર કોન્ટીનેટલ બેલાસ્ટીક' મીસાઈલ અગ્નિ-૫નું સફળ લોન્ચીંગ કર્યું. મીસાઈલ ટેકનોલોજીમાં ભારત પાંચમો દેશ બન્યો. આ મિસાઈલ ૫૦૦૦ કિ.મી.નો વિસ્તાર કવર કરે છે અને ૬૦૦ ફૂટ ઉંચાઈએ જઈ શકે છે અને દુશ્મનોના વિમાનને તોડી શકે છે. લશ્કરી ક્ષેત્રમાં આ ખૂબ મોટી હરણફાળ છે અને બહુમાન સાથે ખૂબ મોટી સફળતા છે અને આ સફળતા વધારે દૈદીપ્યમાન બની છે કારણ કે આ અગ્નિ-૫ મીસાઈલના પ્રોજેક્ટ ડાયરેક્ટર એક સ્ત્રી છે અને તે છે ડૉ. ટેસી થોમસ. ડીફેન્સ રીસર્ચ એક એવું ક્ષેત્ર છે, જ્યાં પુરુષોની હાક વાગે છે. ટેસી થોમસે એ દીવાલ તોડી છે અને સ્ત્રી તરીકે પુરવાર કરી બતાવ્યું છે કે, કોઈપણ ક્ષેત્રની સફળતા એ દિમાગીય સ્કીલ છે અને તેમાં જાતીય ભેદ હોતો નથી.
જ્યારે આ સફળતાના માનમાં દિલ્હીમાં ટેસી થોમસ અને તેમની ટીમને માન આપવામાં આવ્યું ત્યારે પત્રકાર પરિષદમાં તેમને પૂછવામાં આવ્યું કે, 'ડીફેન્સ' - સરંક્ષણ ક્ષેત્ર એ તો ફક્ત પુરુષપ્રધાન ક્ષેત્ર છે તમને આટલી મોટી કામગીરીના રસ્તે ચાલતા એક સ્ત્રી તરીકે કોઈ અડચણ ના આવી? તેમની સામે ડૉ. થોમસનો જવાબ હતો. વિજ્ઞાાન એટલે કે સાયન્સને કોઈ જાતીય ભેદભાવ હોતો નથી. હું જ્યારે પણ મારા સંશોધન અંગેની કામગીરી કરું છું ત્યારે હું મારી જાતને ફક્ત વૈજ્ઞાાનિક જ ગણું છું, હું સ્ત્રી છું તે ભૂલી જાઉં છું.
આ લોખંડી 'મિસાઈલ લેડી'નો જન્મ ૧૯૬૪માં કેરાલામાં એલ્લપી ગામે મધ્યમ પરિવારમાં થયો હતો. તેમનું ગામ થુમ્બાની નજીક હતું, એટલે ટેસી નાનપણથી રોકેટ લોંચીંગની પ્રવૃત્તિ જોતી આવી હતી. પાંચ બહેનોને એક ભાઈના પરિવારમાં જન્મેલી ટેસી થોમસ તેની આ સફળતાના બીજ અંકુરણનો શ્રેય તેની માતાને આપે છે. ટેસી થોમસનું કહેવું છે કે અમારી માતાએ છોકરીઓ અને છોકરાઓના ઉછેરમાં કોઈ ભેદભાવ રાખ્યો ન હતો. નાનપણથી સ્કૂલમાંથી મારું ગણિત અને ભૌતિકશાસ્ત્ર ખૂબ પાક્કા હતા, તેમાં લગભગ હું પૂરા માર્કસ લાવતી. બારમા ધોરણ પછી મેં થ્રીસુરમાં સરકારી એન્જીનીયરીંગ કોલેજમાંથી બી.ટેક (B.Teh) કર્યું. મીસાઈલ ટેકનોલોજીમાં નાનપણથી મારા રસને પારખી, એમટેક તે ક્ષેત્રમાં કરવાની પ્રેરણા મને મારી માતાએ આપી અને જાણે મારાં સપનાઓને પાંખો મળી. તેમણે પૂનાની આરમેટમેન્ટ ઈન્સ્ટીટયુશનમાંથી 'ગાઈડેડ મિસાઈલ' વિષયમાં એમ.ટેક કર્યું. આ માસ્ટર માઈન્ડ મીસાઈલ વુમનની પ્રોપીલન્ટ સીસ્ટમમાં માસ્ટરી ગણાતી હતી.
એમ.ટેક. થઈને હૈદ્રાબાદની ડીફેન્સ રીસર્ચ ઈન્સ્ટીટયુટમાં ટેસી થોમસને નોકરી મળી. તેમણે પ્રથમ પ્રોજેક્ટ 'મિસાઈલ મેન' ડૉ. કલામના હાથ નીચે કર્યો. મિસાઈલમેનને ક્યાં ખબર હતી કે, તેઓ ભાવિ ભારતીય મિસાઈલ વુમન તૈયાર કરી રહ્યા છે. શરૃઆતમાં ટેસી થોમસે મિસાઈલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં મિસાઈલ ડિઝાઈનીંગ અને મિસાઈલ સોલીડ સીસ્ટમ અંગેની કામગીરી સંભાળી. ત્યારબાદ તેમને 'અગ્નિ મિસાઈલ'નો પ્રોજેક્ટ ૧૯૮૫માં સોંપવામાં આવ્યો અને તેમણે રોકેટ મિસાઈલ અગ્નિ-૩ (Agni-III) પર કામગીરી શરૃ કરી. બે હજાર છમાં પ્રથમ વખત આ રોકેટ મિસાઈલનું લોન્ચીંગ થયું પણ તે લોન્ચીંગ નિષ્ફળ ગયું અને બંગાળની ખાડીમાં તે પાછું પડયું. આ વખતે દેશભરમાં અનુભવી વૈજ્ઞાાનિકો દ્વારા ખૂબ જ ટીકાઓ થઈ એમ કહેવાયું કે એક ગૃહિણી સ્ત્રી એટલે 'હોમ મેકર' મિસાઈલ મેકર ના બની શકે.
પણ હારે તે ડૉ. ટેસી થોમસ શેના? તેમણે ડબલ સ્પીરીટથી કામ શરૃ કર્યું અને પ્રથમ અગ્નિ-૩ મિસાઈલની નિષ્ફળતાની ખામી શોધી કાઢી અને તેના પર પૂરતું ધ્યાન આપી, માસ્ટર માઈન્ડ કામગીરી શરૃ કરી અને ૨૦૦૮માં અગ્નિ-૩નું ફરી લોન્ચીંગ થયું અને તે સફળ થયું. આ પછી બે હજાર અગિયારમાં અગ્નિ-૪ (Agni-IV) નું લોન્ચીંગ કર્યું અને તે સફળ થયું અને તાજેતરમાં એટલે બે હજાર બારમાં અગ્નિ-૫ (Agni-5) (બેલાસ્ટીક અણુ મિસાઈલ)નું સફળ લોન્ચીંગ કર્યું. આમ ટેસી થોમસ ભારતના 'અગ્નિપુત્રી' કહેવાયા. ભારતીય ઈતિહાસમાં, સ્ત્રીઓના યોગદાનમાં ડૉ. ટેસી થોમસ એક પાનાના રચયિતા બન્યા. ભારતીય સ્ત્રીઓનો સમાજમાં સીનેરો બદલાઈ રહ્યો છે તેનું ડૉ. ટેસી થોમસ તાદ્રશ ઉદાહરણ છે.
ડૉ. થોમસ ટેસી પોતાની કામગીરી વિષે જણાવતા કહે છે કે આ કાર્ય ખૂબ કઠીન છે. ને પ્રોજેક્ટમાં નામ પ્રમાણે કર્મની કઠીન આગ છે. કેટલાય તબક્કાઓ એવા આવ્યા છે અને ભવિષ્યમાં આવશે કે મગજની સીસ્ટમ બંધ પડી જાય મારે માટે અગ્નિ-૫ અણુ મિસાઈલ એ બહુ મોટો પડકાર હતો. વિશ્વમાં ભારતની અણુ રોકેટ મિસાઈલ ક્ષેત્રએ તે નિષ્ફળ ના જાય તે ભય સતત રહ્યા કરતો હતો. મારા પર દબાણ પણ પુષ્કળ હતું. પરંતુ મેં ધીરજ, ખંત અને મક્કમ અને દ્રઢ મનોબળથી કામ લીધું. હું વૈજ્ઞાાનિક છું, જે દેશની રક્ષા કાજે કામ કરી રહી છું, તેજ મંત્ર મેં મગજમાં રાખ્યો જેને લીધે મારી કામગીરી સરળ બની.
જ્યારે જ્યારે મારે માની જરૃર પડી છે ત્યારે ત્યારે 'મા' ગમે તેટલા કામમાંથી પણ હાજર થઈ ગઈ છે. જેટલું તે મિસાઈલ મેકીંગનું ધ્યાન રાખે છે, તેટલું જ ઘરનું ધ્યાન રાખે છે. મિસાઈલનો 'અગ્નિ' અને ઘરના 'અગ્નિ'ને તે ક્યારેય આંચ આવવા દેતી નથી. આ શબ્દો છે, ટેસી થોમસનાં દીકરા તેજસના જે અત્યારે વેલુરમાં એન્જિનીયરીંગ કોલેજમાં ભણે છે. ટેસી થોમસને પૂના એમ.ટેક. કરતા, ઓરિસ્સાના સરોજકુમાર સાથે પ્રેમ થયો અને તેઓ દાંપત્યજીવનથી જોડાયા. સરોજકુમાર નેવીમાં ઓફિસર છે, દાંપત્યજીવનના ફળસ્વરૃપે તેમને એક દીકરો થયો, જેનું નામ તેમણે ભારતના પ્રથમ કોમબેટ ફાઈટર 'તેજસ' પરથી તેજસ પાડયું છે.
ડૉ. ટેસી થોમસ જણાવે છે કે, કોઈપણ વર્કીંગ વુમન માટે ઘર અને વ્યવસાયિક કારકિર્દીનું સમતુલન એ એક મોટો પડકાર છે. કૌટુમ્બિક જવાબદારી, મિસાઈલ બનાવવા જેટલી જ અગત્યની છે. પરંતુ ટેસી થોમસ, ગૃહિણી તરીકે પણ તેટલા જ કુશળ છે. તેઓનું કહેવું છે કે, તેમનો દિવસ સવારના ચાર વાગ્યાથી શરૃ થાય છે, જ્યારે તેમના દીકરા તેજસને કોચીંગ કલાસ માટે જવાનું હોય છે અને મોડી રાત્રિના તે પૂરો થાય છે. જ્યારે તે પોતે જમી અને રસોડું આટોપવાનું માણસને કહે છે જ્યારે તેમના દીકરાને ભણવામાં કોચીંગની જરૃર પડે છે ત્યારે ત્યારે તે ખાસ કરીને ભૌતિકશાસ્ત્રમાં તેને માર્ગદર્શન આપે છે. ડૉ. ટેસી થોમસનું માનવું છે કે, સ્ત્રીના જીવનમાં સૌથી અગત્યનો રોલ હોય તો માતાનો છે.
જ્યારે બે હજાર આઠમાં બીજી વખત અગ્નિ-૩નું લોન્ચીંગ હતું ત્યારે તેમનો દીકરો તેજસ બારમાં ધોરણમાં હતો અને તેને સખત તાવ આવતો હતો. અગ્નિ-૩નું લોન્ચીંગ હતું એટલે તેમની હાજરી જરૃરી હતી. આથી તેમને ઓરિસ્સા જવું પડયું. ટેસીનું મન હૈદ્રાબાદમાં દીકરા પાસે હતું. અત્રે એક 'મા' અને એક સફળ 'સ્ત્રી કર્મચારી'નો સંઘર્ષ હતો. દીકરો માને ન હોવાનો રંજ ન કરવાનું સાંત્વન આપતો હતો, પરંતુ ડૉ. ટેસી થોમસ કહે છે મારું વર્તન રોબોટીક હતું. હું રોબોટની જેમ મારી કામગીરી કર્યે જતી હતી. હૃદય દીકરા પાસે હતું. અગ્નિ-૩ની જેવી સફળ કામગીરી પૂરી થઈ, તેની બીજી જ ઘડીએ હું તેજસ પાસે દોડી ગઈ. એક સ્ત્રીના જીવનમાં માતૃત્વથી ઉપર કંઈ નથી. એક સફળ વ્યવસાયિક કામગીરી પણ નહિ. વ્યવસાયિક સ્ત્રી ગમે તેટલી સફળ હોય પણ તે પ્રથમ મા છે, પછી વર્કીંગ વુમન.
ભારતીય સ્ત્રીઓને સંદેશ આપતા તેઓ કહે છે કે, જ્યારે હું આ અણુ મિસાઈલ ક્ષેત્રમાં જોડાઈ ત્યારે મારી ઈન્સ્ટીટયુટમાં ફક્ત પાંચ સ્ત્રી વૈજ્ઞાાનિક હતી. આજે ત્રીસ સ્ત્રી વૈજ્ઞાાનિકો છે. ભારતીય સ્ત્રી પ્રગતિના પંથે છે, કોઈપણ ક્ષેત્ર એવું નથી જ્યાં સ્ત્રી પ્રવેશી ના શકે. ફક્ત તેણે દ્રઢ મનોબળ અને ચોક્કસ દિશા પકડવાની છે. પછી રસ્તા આપોઆપ બનતા જાય છે અને એ જરૃરી નથી કે સફળ વ્યવસાયિક સ્ત્રી સફળ ગૃહિણી ના બની શકે, તે સ્ત્રીના પોતાના સંકલ્પ પર છે, સંતુલન તેણે કરવાનું છે, જે લગભગ દરેક સ્ત્રી કરી શકે છે.
પરફ્યુમની સુગંધ સ્ત્રીને આકર્ષણ જરૃર આપે છે, પણ તે બાહ્ય છે. જ્યારે સ્ત્રીની કામગીરી તેને જે સુગંધ આપે છે તે આંતરિક અને કાયમી છે. આજની યુવાન યુવતીઓની પેઢી રોલ મોડલ તરીકે પરફ્યુમની સુગંધ જેવી 'હુલ્લાલા ગર્લ'ને પસંદ કરશે કે 'અગ્નિ-પુત્રી' ડૉ. ટેસી થોમસ જેવી વૈજ્ઞાાનિકને!

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved