Last Update : 02-May-2012, Wednesday

 

કોઈપણ પ્રશ્ન ‘‘પ્રતિષ્ઠા’’નો બને તો ?

 

કાવેરી અને અંગદ આજે ‘કેઝ્‌યુઅલ લીવ’ પર હતા. યુવાવાણી આકાશવાણી પર બન્નેનો રેડિયો ઈન્ટરવ્યુ હતો. બન્ને રેડિયોના ‘સીનીઅર સ્પીકર’ હતા. વિષય હતોઃ કોઈપણ પ્રશ્ન ‘‘પ્રતિષ્ઠા’’નો બને તો? કાવેરીના વક્તવ્યનો સૂર હતોઃ પ્રતિષ્ઠા એ કોઈપણ બુદ્ધિજીવી વ્યક્તિની જીવાદોરી છે. આત્મસન્માન જેવી પણ કોઈ ચીજ છે. કોઈ રીએક્ટ કરે તો ચૂપ ના રહેવું. પ્રતિક્રિયા આપવી અને તે પણ જલદ. સામી વ્યક્તિને ચૂપ કરી દેવી. અંગદના વક્તવ્યનો સૂર હતો. કોઈપણ પ્રશ્નને પ્રતિષ્ઠાનો પ્રશ્ન કદી ન બનાવવો અને કદી કોઈપણ પ્રતિક્રિયા ન જ આપવી તે વૃત્તિ વિનાશના માર્ગે દોરી જતી હોય છે.
અંગદ સાથેના લગ્ન પછી, કાવેરી ગૃહજીવનમાં કોઈ પ્રતિક્રિયા આપતા પહેલાં અંગદના મુખભાવો નિહાળતી અને અટકી જતી પણ જાહેર પ્રવચનોમાં તે પ્રતિક્રિયા આપી બેસતી. પોતાની જાતને રોકી શકતી નહીં. તેનો આઈ.ક્યુ ‘એબવ એવરેજ’ હતો. હા, તે તેના પતિને ખૂબ ચાહતી એટલે તેને કદી પ્રતિક્રિયા આપતી નહીં. તેમનાં ગૃહજીવનમાં ‘પ્રતિષ્ઠા’નો પ્રશ્ન પ્રવેશી ન શક્યો. અંગદ તેને કોઈ એવું કારણ પણ આપતો નહીં.
કોલેજમાં બીજે દિવસે બન્ને હાજર થયા ત્યારે બડા સાહેબે ઠપકો આપતાં પૂછ્‌યું ઃ આગલે દિવસે બન્ને શા માટે ગેરહાજર હતા? કોલેજની એક શિક્ષિકા પ્રોફેસરનો વિદાય સમારંભ હતો જે વઘુ અભ્યાસ અર્થે અમેરિકા જઈ રહી હતી. કાવેરીએ તરત રીએક્ટ કર્યું ઃ સાહેબ, અમે બન્ને પ્રિન્સિપાલની મંજૂરી લઈ ‘સીએલ’ પર હતા. અમારો રેડિયો ઈન્ટરવ્યૂ હતો. કોલેજનું ફંકશન મહત્ત્વનું કે ઈન્ટરવ્યૂ ? તમને પનીશમેન્ટ મળવું જોઈએ. કાવેરી જલદ પ્રતિક્રિયા આપવાના મૂડમાં હતી પણ અંગદે આંખો દ્વારા મૌન રહેવા સૂચવ્યું પણ બડા સાહેબ માફ કરવાના મૂડમાં નહોતા. ખારીલા હતા. પછી તો, કોલેજનો સમય પૂરો થયો હોય ત્યારે પણ કોઈપણ નિમિત્તે - કોઈની શોકસભા કે સ્મશાનયાત્રામાં હાજર રહેવા ફરમાન છૂટતું- અંગદ એકલો જઈ આવી પ્રસંગ જાળવી લેતો.
પ્રતિષ્ઠાના પ્રશ્નોનો જાહેરજીવનમાં કાવેરી-અંગદને અનેકવાર સામનો કરવો પડતો. બન્ને કોલમ રાઈટરો હતા. શરૂ શરૂમાં એડિટર ચકાસણી કરતા. એકનો એક આર્ટીકલ બીજીવાર, ત્રીજીવાર પણ લખવો પડતો પછી તે છપાતો. બન્ને જાનેમાને રાઈટરો હતા. કાવેરીનું ખૂન તપી આવતું. રીએક્ટ કરતી અને કદીક લખવાનું બંધ કરી દેતી. બીજા પત્રો તેને આવકારવા તૈયાર થઈ બેઠા હતા. પણ અંગદ જેનું નામ, કહેતોઃ બીજી-ત્રીજીવાર લખવાનું આવે તો લેસન પાકું થાય છે. એ તો અગ્નિ પરીક્ષા છે, રાઈટર માટે જરૂરી છે. તે મૌન રહી, ફરી લખતો. અંગદને યાદ આવતું કે પોતે બીજા ધોરણમાં હતો અને ડીકટેશન લખવાનું આવતું. ખરું પડતું. ‘પનીશમેન્ટ’ ફરી બઘું લખવાનું રહેતું. જેની એક-બે ભૂલો હોય તે તેમને માત્ર ત્રણવાર લખવાની રહેતી. અંગદ, ત્યારે પણ કોઈ પ્રતિક્રિયા આપી બેઠો નહોતો!!
બુદ્ધિજીવીઓમાં વારંવાર પ્રશ્ન ચર્ચાતો રહે છેઃ પ્રતિષ્ઠા એ આત્મસન્માન છે. પ્રતિક્રિયા આપવી પડે તો પણ આપી, તેનું રક્ષણ કરવું. ચંિતકોનો જવાબ છેઃ પ્રતિક્રિયા આપવી તે એક બાલિશ પ્રયત્ન છે. તે એક વિનાશક પ્રક્રિયા છે. ‘એનર્જી’નો ‘વે સ્ટેજ’ છે. આત્મસન્માનનો ભ્રમ છે. શેક્સપિયર જેને ત્રીજા વર્ગના માનવીઓ કહે છે કે જે બહારની સપાટી પર જીવતા હોય છે, અને જેમનું સર્જનાત્મક મૂલ્ય નહીંવત્‌ છે તે જ લોકો પ્રતિષ્ઠાને પ્રશ્ન બનાવી પ્રતિક્રિયાઓ આપી બેસતા હોય છે.
‘મુંડકા ઉપનિષદ’ની એક ચંિતનકણિકા કહે છે કે કહેવાતી ‘પ્રતિષ્ઠા’ એ એક ભ્રમજાળ છે. હકીકતે અહંકાર અને આત્મા એક જ શરીરમાં વસે છે. અહંકાર- ‘‘વીક ઈગો’’ ખટમીઠા ફળો ખાય છે. જ્યારે આત્મા તે બઘું અલ્પિતભાવે નિહાળે રહે છે. જાગૃત વ્યક્તિ પ્રતિષ્ઠાના ખોટા મોહમાં ફસાતી નથી. તેનું વલણ નિત્ય સર્જનાત્મક હોય છે. જન્મથી મૃત્યુ સુધી તેનું દ્રષ્ટિબંિદુ સર્જનાત્મક રહે છે.
પાંસઠ વર્ષની વયે અંગદ પરમાત્માની નજીક ને નજીક જાય છે. પરમાત્મા અને તેની વચ્ચેનું અંતર ઘટતું જાય છે. ગાયત્રી મંત્ર અને પ્રણવ મંત્ર ‘ઓમ’ તેના જીવનસાથી બન્યા છે. કાવેરીનું પ્રતિક્રિયા આપવાનું વલણ ઘટ્યું નથી. કહેવાતી પ્રતિષ્ઠાનું મહત્ત્વ વઘ્યું છે અને કંટાળો પણ વઘ્યો છે. સર્જનશીલતા ઘટી છે. ક્યાં સુધી વ્યક્તિ ખોટી પ્રતિષ્ઠાના મોહમાં ફસાતો રહેશે?
- હરેન્દ્ર રાવલ

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved