Last Update : 02-May-2012, Wednesday

 

કુદરતી પ્રસાધનોનો ઉપયોગ વધી રહ્યો છે

 

બ્યુટી પ્રોડક્ટસની ચીજોની ખરીદીમાં હવે સૌ કોઈ જાગૃતિ રાખી રહ્યા છે. વળી દુનિયામાં નેચરલ બ્યુટી પ્રોડક્ટસની ખરીદીમાં ૮૫ ટકાનો વધારો જોવા મળ્યાના વાવડ આમ તો હરખના ઓવારણા લેવાય તેવા છે લોકો ધીમે ધીમે પણ કેમિકલિયા પ્રોડક્ટને અવગણવા લાગ્યા છે. જાહેરાતો, સ્કીમો, લોભામણી સ્ટાઇલો, મોડેલોની ભરમારમાં લોકો ભરાતા નથી તે એક શુભ સંકેત ગણી શકાય. બ્યુટીપાર્લરમાં પણ આયુર્વેદની જડીબુટ્ટીઓમાં લાઇવ મિશ્રણ બનાવી ગ્રાહકની શુદ્ધતાની ટકોરાબંધ સેવા આપવાનો પણ પ્રયાસ થવા માંડ્યો છે. મોટી મોટી કંપનીઓ આયુર્વેદ પર ખાસ રિસર્ચ કરીને પોતાના આગવા બ્યુટી પ્રોડક્ટ માર્કેટમાં મૂકી રહી છે. મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેનારી યુવતીઓની બ્યુટી માર્ગદર્શક તથા ભૂતપૂર્વ મોડેલ નોયામિકા ચેટરજી પોતાની જ એક વર્ષની દીકરી માટે કુદરતી સાબુનો ઉપયોગ કરે છે.
સુંદરતાના વેચાણ વધારતા બજારમાં નકલી, લેભાગુ, બેજવાબદાર લોકો પણ માર્કેટમાં બોગસ નકામો ધંધો કરીને પૈસા કમાઈ રહ્યા છે. ઘણાં સૌંદર્ય પ્રસાધનોના નામે ગોટાળા કરીને ગ્રાહકોની અજ્ઞાનતાનો લાભ લઈને વેચી મારવામાં આવે છે. ઘણીવાર વધારે કેમિકલીયા તત્ત્વોને એકાદ ચંદન, ગુલાબ, લીમડો, લીંબુ, ચા, લવંિગ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને હર્બલ- હર્બલનો હોબાળો કરીને કંપનીઓ ધંધો કરે છે. આ કઠોર વાસ્તવિકતા છે. હવે માર્કેટમાં શ્વાન માટે શેમ્પુ પણ ઓર્ગેનિક નેચરલ પ્રોડક્ટ મળવા લાગ્યા છે. નેચરલ પ્રસાધનોની સેલ્ફ લાઇફ હોય છે તેમાં પ્રિઝર્વેટિવ નથી હોતા. ફ્રીજમાં ચાર પાંચ દિવસ રાખી શકાય છે હવે અમુક કંપનીઓ નેચરલ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરીને નવી પ્રોડક્ટ માર્કેટમાં લાવશે જે લાંબો સમય સુધી સારી રીતે જળવાઈ રહે. મધ, તેલ, મીણ, કપૂર જેવી કુદરતી ચીજોનો તેમાં ઉપયોગ કરાય છે.
વધતા પ્રદૂષણ, સૌન્દર્ય પ્રત્યે જાગૃતિ દરેકને વિચારતા કર્યા છે. લોકો પોતાના સૌંદર્ય પર રોકાણ કરતા થયા છે. ઘણાં બ્યુટી સલાહકારો નેચરલ સૌંદર્યને બ્યુટી સ્પર્ધામાં મેકઅપ વગર પ્રસ્તુત કરવામાં માનતા થયા છે કુદરતી ત્વચામાં કુદરતી તેજ હોય છે તેનાથી સુંદરતા ઝળહળે છે. ઘૂળ, તડકાથી બચવું જરૂરી છે, ઓર્ગેનિક સનસ્ક્રીન બહેતર છે.
ઓર્ગેનિક પ્રોડક્ટસની વધતી માંગની સામે જાગૃત વિશેષજ્ઞો માને છે કે, કડક કાયદો હોવો જરૂરી છે. પ્રત્યેક કંપનીએ પ્રમાણપત્ર રજૂ કરવું જોઈએ. તેમાં લખેલ હોય કે તેમાં કેન્સર ફેલાવનાર રસાયણો નથી છતાં ગ્રાહકોએ ખાસ પોતાના સ્તરે જાગૃતતા રાખવી જ પડશે.
દરેકની ત્વચા એકસરખી હોતી નથી તેથી કોઈ પણ ઉત્પાદનનો ઉપયોગ કરતા પહેલા ટેસ્ટ કરવાની ખાસ ટેવ રાખો જ કાનનીપાછળ લગાવીને જોઈ લો કે કોક વિકૃતિ તો જણાતી નથી ને ? સુરક્ષા માટે આ આખરી પરીક્ષણ છે જરૂર જણાયે યોગ્ય નિષ્ણાતની સલાહ સૂચન અવશ્ય લો અને ડોક્ટર ન બનશો. સારી કંપનીના ઉત્પાદનની લાંબી કઠણ પ્રક્રિયામાં પસાર થયા પછી ઇકોસર્ટ (ઓર્ગેનિક હોવાનું પ્રમાણપત્ર આપનાર ફ્રાન્સની સંસ્થા)નું પ્રમાણપત્ર મેળવ્યા બાદ બજારમાં મૂકાય છે. બ્યુટી પ્રોડક્ટનું પિચ (એસિડની માત્રા) ૫.૫થી ઓછી હોય તો સુરક્ષિત માનવામાં આવે છે.
- સવિતા તુષાર

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved