Last Update : 02-May-2012, Wednesday

 

વિકલ્પની પસંદગી ચકરવી આપણા હાથમાં

જીવનમાં વ્યક્તિ વિકલ્પની પસંદગી કરતાં શીખે તો તેના ઘણા પ્રશ્નો સહેલાઇથી ઊકેલી શકાય છે અને કારકિર્દીમાં તથા કૌટુંબિક જીવન આનંદથી વ્યતિત કરી શકાય છે. દરેક પરિસ્થિતિને તમે કેવી રીતે સ્વીકારો છો તેના ઉપર તમારા આનંદની માત્રા રહેલી હોય છે.
બે મિત્રો રેસ્ટોરંટમાં જાય ત્યારે બંને સરખા વાતાવરણમાં હોય છે પરંતુ એક વિચારે કે અહીં એરકંડીશનીંગ બરાબર નથી. સર્વિસ સારી નથી તો તે ત્યાં આનંદથી જમી શકશે નહીં. બીજો મિત્ર વિચારે છે કે અહીંનું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, સેવા ધીમી છે પરંતુ સ્ટાફ ખૂબ વિનયી છે તો તે આનંદથી ભોજન લઇ શકશે. આમ વ્યક્તિ પોતે કયો વિકલ્પ સ્વીકારે છે તેના ઉપર તેનો આનંદ આધારિત હોય છે.
થોડું મુશ્કેલ છે પણ જો વ્યક્તિ હંમેશ સારો અને હકારાત્મક વિકલ્પ સ્વીકારે તો તે ખરાબ પરિસ્થિતિને પણ આસાનીથી સ્વીકારી શકે છે અને તેનો સામનો કરવા શકિતમાન બને છે.
મને ડ્રાઇવીંગ આવડે જ નહીં. મને સ્વીમીંગ ના જ આવડે અને ડૂબી પણ જવાય. મને અંગ્રેજીમાં બોલવાનું ફાવે જ નહીં અને લોકો મારી મશ્કરી કરે. સ્ટેજ ઉપર હું બોલી જ ના શકું. પબ્લીક સ્પીકીંગ તો કુદરતી શક્તિ છે. ભગવાને તે મને આપી નથી.’ ઉપરના બધા જ વિકલ્પો માનવી પોતે સ્વીકારી લે છે અને આ વ્યક્તિ કોઇ પણ દિવસ પોતાને જરૂરી વસ્તુ શીખી શકતો નથી અને પોતાની હાર સ્વીકારી લે છે.
આ નકારાત્મક વ્યક્તિને હકારાત્મક વિકલ્પથી દૂર કરવામાં આવે તો વ્યક્તિ પોતાની ઇચ્છિત જરૂરિયાત વિકસાવી શકે છે.
જયારે કરોડો માનવીઓ ડ્રાઇવંિગ કરી શકે છે તો હું શા માટે ડ્રાઇવીંગ ના શીખી શકું ? ડ્રાઇવીંગ શીખવાથી મારે કોઇ બીજા ઉપર આધાર રાખવો નહીં પડે. હું મારાં કાર્યો ઝડપથી પતાવી શકીશ અને રજાના દિવસે પણ દૂરની જગ્યાઓ ઉપર જઇ શકીશ અને આનંદથી સમય પસાર કરી શકીશ. ઘરમાં ઇમરજન્સી પેદા થાય તો મારા ડ્રાઇવીંગને કારણે હું કોઇને મદદરૂપ થઇ પડીશ.’ આ સકારાત્મક વિકલ્પો તે વ્યક્તિની હંિમત વધારી દેશે અને તે સફળતાથી ડ્રાઇવીંગ શીખી લેશે.
‘માનવી જન્મે છે ત્યારે કશુંજ શીખીને આવતો નથી. અમુક શકિતઓ કુદરતી ભેટ હોઇ શકે પરંતુ લોકોની સાથે ભાષણ આપવું તે માટે કુદરતી શકિત જોઇએ તે મારી માન્યતા ખોટી છે. ભલે હું છટાદાર ના બોલી શકું પરંતુ સામેની વ્યક્તિઓને મારા વિચારો આપી શકીશ તો પણ મને ઘણો આનંદ થશે. પબ્લીક સ્પીકીંગને કારણે ઘણી વ્યક્તિઓ મને ઓળખશે. મારો મિત્ર સ્કૂલમાં મારાથી પાછળ રહેતો હતો. તે અત્યારે સારી રીતે ભાષણો આપી શકે છે. તો હું શા માટે ના આપી શું ?’ હું મારી શકિતઓને વિકસાવીશ.’ જયારે આ વ્યક્તિ હકારાત્મક વિકલ્પો સ્વીકારી લે તો તે પોતાની ઇચ્છા મુજબ સભામાં પોતાના વિચારો પ્રગટ કરી શકશે.
જીવનમાં હકારાત્મક વિકલ્પો સ્વીકારવા માટે વ્યક્તિએ પોતાના સ્વભાવની સૌથી પહેલાં જાતતપાસ કરવી પડે છે અને પોતાની જાત સાથે પ્રમાણિક બનવું પડે છે.
હંમેશ ફરિયાદ કરવાનો સ્વભાવ ધરાવતી વ્યક્તિ હકારાત્મક વિકલ્પો સ્વીકારી શકતી નથી. કારણ કે તેનો સમય ફરિયાદ કરવામાં જ જાય છે અને પોતાના માટે વિચારવાનો તેની પાસે સમય હોતો નથી. ‘આજકાલની કાર-બાઇકની ટેકનોલોજી ખૂબ જ સારી છે પણ ઝડપ એટલી જ વધી ગઈ છે માટે ડ્રાઇવીંગ કરવું સેફ નથી.’ આમ કહેનાર વ્યક્તિ આડકતરી રીતે ફરિયાદ જ કરતી હોય છે કે આજકાલની કાર-બાઇક ચલાવવા લાયક નથી.’ મારા મિત્રોને મારા માટે સમય જ નથી. મને કોઇ ફોન જ કરતું નથી.’ આમ ફરિયાદી વ્યક્તિ એકલતા અનુભવે છે. પરંતુ હકારાત્મક વિકલ્પ લેનાર વ્યક્તિ કહે છે કે, ‘આજે ફોન કરવા ઘણા જ સસ્તા થઇ ગયા છે. મિત્રો સાથે વાત કરવાનું સસ્તું થઇ ગયું છે. હું તો દરરોજ મારા મિત્રો સાથે ફોન ઉપર વાતો કરું છું.’ આ વ્યક્તિ એકલતા અનુભવશે નહીં અને મિત્રોના ટચમાં રહેશે.
હંમેશ ટીકા કરનાર વ્યક્તિ ટીકા કરવામાં એટલો વ્યસ્ત રહેતો હોય છે કે પોતાની કુદરતી શકિતઓનો પણ ઉપયોગ કરી શકતો નથી. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે રેલ્વે તંત્રની અને બીજા મુસાફરોની ટીકા કરવામાં અથવા ટીકાત્મક વિચારોમાં રાચવાને કારણે તે ટ્રેનની બહાર જોવાની તસ્દી લેતો નથી અને કુદરતી દ્રશ્યો ગુમાવી દે છે. જયારે બીજા બોલતા હોય ત્યારે આ વ્યક્તિ તેની ભૂલો શોધવામાં વ્યસ્ત હોય છે. પરિણામે તે બોલનાર વ્યક્તિના સારા વિચારો ગ્રહણ કરી શકતો નથી. સ્વીમીંગ પૂલમાં કલોરીન ખૂબ હોય છે, દરિયાનું પાણી ખારું ખૂબ હોય છે, નદીઓમાં કચરો ખૂબ હોય છે. આવી ટીકાઓ કરી આ વ્યક્તિ સ્વીમીંગ નહીં શીખીને પોતાની જાતને જ છેતરે છે.
આળસનો સ્વભાવ ધરાવનાર વ્યક્તિઓ હકારાત્મક વિકલ્પો પોતાના આરામમાં વિક્ષેપ નાંખશે એમ માની પોતાની પ્રગતિ અટકાવી દે છે. બીજા વાહન ચલાવતા હોય અને મને આરામથી બેસવા મળતું હોય તો ડ્રાઇવીંગ શીખીને શું કરવાનું ? આપણી માતૃભાષા જ સારી.’ બીજી ભાષા શીખીને શું ફાયદો ? આળસુ માણસ બીજા વ્યક્તોિ સ્વીકારવામાં પણ આળસ કરતાં હોય છે. પરિણામે ધીમે ધીમે નિષ્ફળતા તરફ દોરાતો જાય છે.
- રોહિત પટેલ

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved