Last Update : 02-May-2012, Wednesday

 

ખજીન્ના સાત પ્રકારના સર્ટીફિકેટ કોર્સ વિદ્યાર્થીઓની કારકિર્દીને નવો વળાંક આપશે

 

 

પોલીગ્રાફી લાઇવ ડીટેક્શન મશીન સહિતના અત્યાઘુનિક મશીનો પર પ્રેક્ટીકલ અભ્યાસક્રમ ગુજરાત યુનિવર્સિટીએ શરૂ કર્યો
ગુજરાત યુનિવર્સિટી ગુજરાતમાં સૌથી મોટી છે. આઘુનિક જમાનામાં ટેકનોલોજીની સાથે સાથે વધી રહેલા ક્રાઇમને વૈજ્ઞાનિક ઢબે ઇન્વેસ્ટીગેશન કરવા માટે આ યુનિવર્સિટીએ બે વર્ષનો સ્જબ ફોરેન્સીક સાયન્સનો અભ્યાસક્રમ શરૂ કરાયો છે. સાથોસાથ આ કોર્સની વૈજ્ઞાનિક સ્તરે ઓળખ ઉભી થાય તે માટે બીજા સાત સર્ટિફિકેટ કક્ષાના અભ્યાસક્રમો શરૂ કરાયા છે. ભારતમાં સૌ પ્રથમવાર ફોરેન્સીક અભ્યાસક્રમની કલ્પના કરાઇ છે તેમજ સમગ્ર ભારતમાંથી તજજ્ઞોને બોલાવી આ વિષયમાં નિષ્ણાતો દ્વારા અભ્યાસક્રમ તૈયાર કરાવાયો છે. ખાસ કરીને ૫૦ ટકા સાથે બીએસસી પાસ થનારા અને ક્રાઇમ ઇન્વેસ્ટીગેશનમાં રસ ધરાવતા યુવક યુવતીઓ માટે આ અભ્યાસક્રમ થકી ઉજળી કારકિર્દી બનાવવાની ઉત્તમ તક મળી રહે છે. ટૂંકા ગાળાના આ સાતેય કોર્સ પ્રેક્ટીકલ છે. જે કર્યા બાદ સરકારી તેમજ ખાનગી કંપનીઓમાં ઊંચા પગારથી નોકરી મળી રહે છે.
ફોરેન્સીક વૈજ્ઞાનિકો કોઇપણ નાની સંજ્ઞાને ગમે તેવી ક્રાઇમની ઘટનાને એક પુરાવા તરીકે જ જોતા હોય છે. જેને કોર્ટ પણ માન્ય રાખે છે. જેવા કે ઘટનાસ્થળેથી લેવાતા બ્લડના સેમ્પલ, શરીરમાંથી નીકળેલું પ્રવાહી, સળીયા, માથાના વાળ, વ્યક્તિની હાથની નિશાની, પગલા, પડી રહેલા એક્સ્પોઝીવ, દવાના નમુના, યુરીન, આલ્કોહોલ આ તમામ બાબતોનો વૈજ્ઞાનિક ઢબે ગુનાના ઉકેલમાં કેવી રીતે શૈક્ષણિક અભ્યાસ કરી શકાય એ પ્રકારનું આયોજન ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ નિષ્ણાતો સાથે ચર્ચા કરીને કર્યું છે. જેથી વિદ્યાર્થીઓને આ વિષયનું જરૂરી એવું ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન, સિવિલ ઇસ્યૂ, રેગ્યુલેટર ઇસ્યૂ, ક્રિમિનલ આઇડીટીફીકેશન વગેરેને મુખ્ય પાસામાં આવરી લઇને શિખવાડી શકાય.
ફોરેન્સીક નિષ્ણાતોની જરૂરિયાત મુખ્યત્વે ઇન્ટેલીજન્સ શાખામાં, ફોરેન્સીક શાખામાં સીબીઆઇ, સીઆઇડી કે કેન્દ્રીય એફએસએલમાં, સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશનમાં ક્રાઇમ સેલમાં, બેન્કોમાં, ડીટેક્ટીવ એજન્સી અને ઇન્સ્યોરન્સ તેમજ ફાઇનાન્સ કંપનીઓ સહિતની વિવિધ એજન્સીઓમાં મોટાપાયે જરૂરિયાત ઉભી થાય છે. વિદ્યાર્થી ધારે તો પોતાની લેબોરેટરી પણ બનાવી શકે છે. આવનારા સમયમાં તમામ ઉદ્યોગગૃહો ફોરેન્સીક એક્ષપર્ટોને રાખશે. કેમ કે વધી રહેલા વ્હાઇટ કોલર ક્રાઇમ, વિવિધ સ્કેમને રોકવા અને નાથવા માટે આવા નિષ્ણાતો જ મદદરૂપ થઇ શકશે.
આ અભ્યાસક્રમમાં સંશોધનને મુખ્ય ભાગ તરીકે ઘ્યાનમાં લેવાયો છે. જેમાં લેટેસ્ટ ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરાયો છે. આ કોર્સ સાથે કાયદો જોડાવાને કારણે પોલીસ દળમાં, લીગલ સીસ્ટમમાં, ઇન્વેસ્ટીગેશન સર્વિસીસમાં, સરકારમાં, લો એનફોર્સમેન્ટમાં અને ખાનગી ક્ષેત્રમાં મોટાપાયે જરૂરીયાત ઉભી થાય છે. યુનિવર્સિટીમાં આ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીને એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડે છે. જેમાં ૫૦ પ્રશ્નો પૂછાય છે. જેનું વેઇટેજ ૪૦ ટકા હોય છે. ૬૦ ટકા બીએસસીના માર્કસ ગણવામાં આવે છે. કોઇપણ બીએસસી કે જે ૫૦ ટકા માર્કસ સાથે પાસ થયો હોય તે પ્રવેશ મેળવી શકે છે.
૨૫ સીટના આ કોર્સમાં ૧૦ સીટ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે છે. જ્યારે ૮ સીટ નોન ગુજરાતી અને પાંચ સીટ એનઆરઆઇ માટે છે. ૨૦ સીટની પ્રતિ સેમેસ્ટરની ફી રૂ.૧૫૦૦૦ લેખે અને પાંચ સીટની ફી પ્રતિ સીટના ૫૦,૦૦૦ રૂપિયા લેખે લેવામાં આવે છે. જ્યારે ઁય્ નો અભ્યાસક્રમ ચાર સેમેસ્ટરનો છે. જેમાં ત્રણ સેમેસ્ટર સુધી વિદ્યાર્થીઓએ ચાર પેપર ભણવાના હોય છે. જેમાં ૬૦૦ માર્કસની પરીક્ષા આપવાની થાય છે. ચોથા સેમેસ્ટરમાં વિદ્યાર્થીને પ્રોજેક્ટ વર્ક કરવાનું હોય છે. વિદ્યાર્થીઓ આ વિષયમાં ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન ટેકનિક, ક્રાઇમ સીન, મેનેજમેન્ટ અને ફોરેન્સીકનો અભ્યાસ કરે છે.
આઘુનિક ટેકનોલોજી અને ટેકનિક મુજબ ફિઝિકલ, બાયોલોજીકલ તેમજ કેમિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેથડનો ઉપયોગ ભણાવવામાં થાય છે. વિદ્યાર્થીઓને આ અંગેની પ્રેક્ટીકલ તાલીમ પણ આપવામાં આવે છે. ફોરેન્સીક બેલેસ્ટીક અને ફોટોગ્રાફીનો પણ વિદ્યાર્થીઓ પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. વધી રહેલા ક્રાઇમને રોકવા માટે ફીંગર પ્રીન્ટ, ડોક્યુમેન્ટ, ફોરેન્સીક કેમેસ્ટ્રી, એક્સ્પોઝીવ, ફાર્મોકોલોજીનો પ્રેક્ટીકલ તાલીમની સાથે વિદ્યાર્થીઓ ભારતમાં પ્રથમવાર જ એક્સ્પોઝીવ ડીવાઇસીસની સાથે સાથે એન્ટી બોમ્બ સ્કવોડ, હાયર ટેકનિકલ, ડ્રગ્ઝ જેવા વિવિધ વિષયોનો અભ્યાસ કરે છે. વર્તમાન સમયમાં ત્રાસવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાઇ રહેલી આઘુનિક ટેકનોલોજીને વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસક્રમમાં ક્વોલીટી મેનેજમેન્ટ, એવીડેન્ટ ઇવોલ્યુશન, ફોરેન્સીક મેડીસીન તેમજ ફોરેન્સીક ફીઝિક્સ અને બાયોલોજી વગેરેનો અભ્યાસ શીખવાડવામાં આવે છે.
સમાજમાં આત્મહત્યા, ગુના, હોનારત, આગ, અકસ્માત કે પછી પૂરમાં તણાઇ જવાને કારણે કે પછી અન્ય કેસમાં બુઘ્ધિપૂર્વક કરેલા આ પ્રકારનાં કોલ્ડ મર્ડરને ઉકેલવા માટેની ડીએનએ પ્રોફાઇલનો ઉપયોગ વિદ્યાર્થીઓને કરાવડાવાય છે. કુલ મળીને ૯૬ ક્રેડીટ સાથે વિદ્યાર્થીઓ ૨૪૦૦ માર્કસની પરીક્ષા આપે છે. જેમાં ૬૦૦ માર્કસ ડેઝર્ટેશનના અને ૭૦ માર્કસ એક્ષ્ટર્નલમાં જ્યારે ૩૦ માર્કસ ઇન્ટરનલના હોય છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલા આઘુનિક અભ્યાસક્રમને કારણે વર્ષે લગભગ ૨થી ૧૦ લાખના ઉંચા પગારની નોકરી મળવાની પૂરી શક્યતાઓ છે. આ કોર્સની સાથે સાથે યુનિવર્સિટીએ આર્ટસ-કોમર્સ અને અન્ય ફેકલ્ટીના વિદ્યાર્થીઓની નોકરીને ઘ્યાનમાં રાખવા કુલપતિ દ્વારા એફએસએલ શ્રેણીના જ સાત સર્ટીફિકેટ કક્ષાના અભ્યાસક્રમો ચાલુ શૈક્ષણિક વર્ષથી શરૂ કરાવ્યા છે.
આ અભ્યાસક્રમ માટે યુનિવર્સિટીએ લગભગ સાત કરોડના ખર્ચે પોલીગ્રાફી લાઇવ ડીટેક્શન મશીન, કમ્પેરેટીવ માઇક્રોસ્કોપ, પોલોરાઇઝીંગ માઇક્રોસ્કોપ, ટ્રાઇનોક્યુલર સ્ટીરો માઇક્રોસ્કોપ, ઇસડીએ, એફટીઆઇઆર, યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપ ક્રાઇમ સીન ઇન્વેસ્ટીગેશન, સાયકોલોજીકલ મશીન્સ વગેરે વસાવ્યા છે. આ કોર્સ છ મહિનાનો છે જેની ૪૦ સીટો અને રૂ.૧૫૦૦૦ ફી છે જેમાં ૪૦૦ માર્કસની પરીક્ષા લેવામાં આવે છે.
યુનિવર્સિટીમાં શરૂ કરાયેલા આવા કોર્સ અન્ય ખાનગી ઇન્સ્ટીટ્યુટમાં પણ થતા નથી. આવા કોર્સ કરનારા યુવક યુવતીઓને રોજગારીનો પ્રશ્ન રહેતો નથી. તેઓને સરળતાથી સારી પોસ્ટ પર નોકરી મળી શકે છે. ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં પણ નોકરી મળી રહે છે. સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ ઉપરાંત ખાનગી કંપનીઓમાં પણ સારા પેકેજથી નોકરી મળવાની તકો ઉજળી બને છે. એટલું જ નહીં, નોકરીની સાથોસાથ ક્રાઇમ ઇન્વેસ્ટીગેશનનું કામ કરવાનો રોમાંચ પણ માણી શકાય છે.
- સંજય વિભાકર

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved