Last Update : 02-May-2012, Wednesday

 

ચનાને લાગી લોટરી!

અગાઉનો સવાલ ઃ

 

ચનો રોજ આવા નિતનવા અખતરા કરતો રહે. આવા અખતરાના પરિણામે ચનાએ એની પાસે રહેલી દોરીના (પતંગની નહિ ભાઈ, ચનાની દોરીના બીજા નામ છે કથી, ચીન્ધરી, રસ્સી) ટુકડાઓ ઘણી વાર સળગાવી તાપણું જમાવવા કરે. જેથી થોડી દિવાસળીઓ બચે. બધા ટુકડા સરખી લંબાઈના છે અને જુના અખતરાઓને લીધે ચનાને ખબર છે કે એક ટુકડો સળગી રહેતા એક મિનિટ લાગે છે.
આજે ચનો ખેતરમાં બેઠો છે. એની પાસે બે ચીન્ધરીના આવા ટુકડાઓ છે. એને ચાનક ચડે છે કે આ બે ટુકડા મારે એવી રીતે સળગાવવા છે કે હું પોણી મિનિટનું માપ કાઢી શકું. એની પાસે ઘડિયાળ નથી. આ બે ટુકડા સળગાવી ચનો આખરે ૪૫ સેકન્ડ્સનું માપ શોધી કાઢે છે. વાંચકોને આમંત્રણ આપીએ ચનાની લેબમાં પ્રયોગશીલ થવાનું!! અહીં દોરી સળગવાની ગતિ અચળ છે અને એક કે બંને દોરીને સળગાવતા લાગતો સમય નગણ્ય છે.
જવાબ ઃ પહેલાં ઉકેલ જોઈ લઈએ, આ સરળ અને રસિક કોયડાનો!
આ કોયડામાં જણાવ્યા મુજબ જ વાચકો પ્રયોગશીલ બન્યા અને એક કરતાં વધારે ખરા જવાબો લખી મોકલ્યા. આ રહ્યા વાચકો

એ લખેલાં જવાબો ઃ

૧) અમદાવાદથી નિયમિત વાચક મૂકેશ પડસાળા આ રીતે ચનાની લેબમાં પ્રયોગ પ્રયોજે છે.
આ વખતે ચનાએ ફરી ખેલ પાડયો લાગે છે.
સરખા માપની ૨ દોરી.
દરેક દોરીને સળગતા ૧ મિનિટ લાગે છે. ૪૫ સેકંડ ક્યારે થાય? સળગતો પ્રશ્ન છે.
તો આ બંને દોરીને નજીકમાં બંનેના છેડા એકજ લાઈનમાં આવે.
૦...............
................૦
બંને દોરીને એક સાથે વિરુધ્ધ દિશામાંથી સળગાવવામાં આવે. બંને દોરીના સળગતા છેડા સામસામા આવે. જ્યારે મધ્યમાં આવશે ત્યારે ૩૦ સેકંડ થાય ત્યારે કોઈપણ એક દોરીનો ખુલો છેડો પકડીને બીજી દોરીની સમાંતર ગોઠવી દો ફરી બંને દોરીના સળગતા છેડા સામસામા આવે ત્યારે મધ્યમાં આવશે ત્યારે બીજી ૧૫ સેકંડ થશે. આમ થઈ કુલ ૩૦ + ૧૫ = ૪૫ સેકંડ.

 

ચના, ઉકેલ મળી ગયો ને?!

 

ઉપરોક્ત જવાબ પાઠવનારા બીજા વાચકો છે, એમ.ડી. પરમાર, પારસ સોની અને મૌલિક કોટેચા.
૨) તો થોડા વાચકોને આ સવાલ એકદમ સરળ લાગ્યો છે અને કહે છે કે દોરીના બે છેડા ભેગા કરી મધ્યભાગે એક ચિહ્ન (માર્ક) કરવો. ફરીથી દોરીને મધ્યેથી વળતા (એટલે કે દોરીને ચારવડી કરતાં) દોરીનો ચોથો ભાગ પણ માર્ક કરી શકાય અને દોરીને એક બાજુથી સળગાવતાં અને જ્યારે ૭૫% વાળા માર્ક સુધી દોરી સળગી રહે ત્યારે પોની મિનિટ થઈ ગણાય. આ જવાબમાં બે દોરીની જરૃર રહેતી નથી.
ઉપરોક્ત જવાબ આપનાર વાચકો છે, હર્ષદ જોશી, દ્વિજ ચૈતન્ય માંકડ, અને ડો. ડી.એમ. કગથરા.

 

End Game

 

હમણાં દૂધના ભાવો વધ્યા. ચનાને કોઈ મહેનત વગર કમાણી વધી ગઈ. ચનાને ચાનક ચડી. એણે બાજુના મોટા શહેરમાં જઈ લોટરી ખરીદી. ચનાના ગ્રહો બળવાન નીકળ્યા. ચનાને દસ લાખની લોટરી લાગી. ચનો મીઠી મૂંઝવણમાં પડયો. અંતે એણે નક્કી કર્યું કે વગર મહેનતના પૈસામાં મજા નહિ. એણે નવ લાખ રૃપિયા એના મિત્રો વચ્ચે વહેંચી દેવાનું નક્કી કર્યું અને સાથે સાથે કેટલાક નિયમો બનાવ્યા. એક, જે તે મિત્રને અપાતી રકમ ૭ રૃપિયા, ૪૯ રૃપિયા, ૩૪૩ રૃપિયા, ૨૪૦૧ રૃપિયા... (૭, ૭નો વર્ગ, ૭નો ઘન, ૭નિ ચાર ઘાત... વગેરે) હોવી ઘટે (એનો સાતડા પ્રત્યેનો પ્રેમ!) નિયમ બીજો, કોઈપણ એક સમાન રકમ છ કરતાં વધુ મિત્રોને આપવી નહિ. (સાત રૃપિયા વધુમાં વધુ ૬ મિત્રોને આપી શકાય, ૪૯ રૃપિયા વધુમાં વધુ ૬ મિત્રોને આપી શકાય, વગેરે...) ચનાને ફટાક દઈને મિત્રો અને એણે કેટલી રકમ આપવી એ નક્કી કરી નાખ્યું પણ આપણાં માટે કદાચ કોયડો બનાવી ગયો!

 

જવાબ ક્યાં મોકલશો?
તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpesh.bhalala@gmail.com પર મોકલી શકો છો અથવા www.alpeshbhalala.com પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved