Last Update : 02-May-2012, Wednesday

 

એમાં વહે છે કંઈક પસીનાભર્યા વરસ, બે ચાર ક્ષણમાં કોઈ ઈમારત નથી બનતી

સંવેદનાના સૂર - નસીર ઇસમાઇલી

આજે તો વિનર પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીના ઈમાનદાર અને મિલનસાર માલેતુજાર માલિક તરીકે પ્લાસ્ટીક ઊદ્યોગમાં તમારું નામ ઈજ્જતભેર ઉચ્ચારાય છે ક્રિશન. તમારા કામદારો પણ સરળતાથી એમની સાથે ભળી જતા અને ઉદાર હાથથી એમને ખુશ રાખતા એમના હસમુખા સ્વભાવના માલિક પર ફીદા છે, ને તમારું કામ રાતપાળીઓ કરીને પણ પૂરું કરી આપે છે. આજે તો ખુશકિસ્મતી તમારા પર એટલી મહેરબાન છે ક્રિશન, કે તમારું કારખાનું, તમને મળતા કામને પહોંચી વળતું ન હોવાથી, તમારે એ અન્ય કારખાનાઓમાં ડિસ્કાઉન્ટથી જોબવર્ક પર કરાવી લઇને તમારા ગ્રાહકોનો સમય સાચવી લેવો પડે છે. પણ તમારી જંિદગીમાં એવો દિવસ પણ આવ્યો હતો જ્યારે તમારા જેવા સાચા માણસને સાચવવાનો સમયે ઈન્કાર કર્યો હતો...
....ત્યારે તમે સુદામા શેઠના ટાઈમપ્લાસ્ટમાં એક શિખાઉ કિશોરની હેસિયતથી જોડાયા હતા, અને દસ રૂપિયા રોજમાં, પ્લાસ્ટીકનો હૂન્નર શીખવા કરતાં તમારે શેઠના છોકરાં સાચવવાનું કે શેઠના ઘરના શાકભાજી લાવી આપવાનું વઘુ શીખવું પડતું. પરંતુ નોકરીને ન્યામત અને માલિકને ભગવાન ગણતાં તમે ધીરે ધીરે એક પછી એક પગથિયું ચઢતાં ‘ટાઈમપ્લાસ્ટ’ પર પુરેપુરાં છવાઈ ગયા હતાં ક્રિશન. કારખાનું અને ધંધાનું સંચાલન કરવાની તમારી આવડત પર સુદામા શેઠ ફીદા હતા. ચૌદ વર્ષમાં સુદામા શેઠે એ ચકાસી લીઘું હતું કે તમારી ઈમાનદારી ક્યારેય ચૌદ આની થાય એમ નથી. ધીરે ધીરે સિર્ફ કારખાનાના કામદારો પર શેઠ તરીકેની બદમિજાજી દર્શાવવા સિવાયની તમામ કામગીરી માટે શેઠ તમારા પર આધાર રાખતા થઈ ગયેલા ક્રિશન. પણ એમની એ બદમિજાજીની બદબૂ તમારા જેવા નમકહલાલ કાર્યદક્ષ નોકર સુધી પણ પહોંચી શકે છે, એનો તમને અંદાજ નહોતો.
યાદ છે ક્રિશન! તે દિવસે સુદામા શેઠનો હાઈસ્કૂલમાં ભણતો ચાપલૂસ છોકરો એના મિત્રો સાથે કારખાને આવ્યો હતો, ને નાના શેઠના રૂઆબથી હાક મારીને તમારી પાસે પાણી માંગ્યું હતું! કામમાં વ્યસ્ત તમે તરત ઊભા નહોતા થઈ શક્યા અને શેઠપુત્રે, ‘‘ક્રિશન, સાંભળતો નથી? પાણીનું કહ્યું તે...’’નો બરાડો પાડ્યો હતો. અને અન્ય કર્મચારીઓની હાજરીમાં બતાવાયેલી એ બદમિજાજીથી સમસમી ગયેલા તમે ‘‘સાલા....’’ની ગાળ બોલી એને એક થપ્પડ ચોડી દીધી હતી, જેના સોળ વળતે દિવસે તમારી સોળ વર્ષની નોકરીના બદન પર ઊપસી આવેલાં.
‘‘ક્રિશન! તેં મારા છોકરાને, તારા નાના શેઠને ગાળ બોલી? એના પર હાથ ઉઠાવ્યો? યાદ રહે કે જેટલો મારો એટલો જ તું એનો પણ નોકર છે. સમજ્યો? આવી નાલાયકી હું નહીં ચલાવી લઉં હા!’’ વળતે દિવસે સુદામા શેઠ તોરીલા અવાજે તાડૂક્યા હતા.
‘‘સાહેબ! નોકરોનેય એમનું સ્વમાન તો હોય જ છે. આપ નાના શેઠને પૂછી જુઓ એ કેવી રીતે વર્ત્યા હતા?’’ તમે નરમાશથી કહેલું ક્રિશન, પણ શેઠની ગરમાશ ઓછી નહોતી થઈ,
‘‘ક્રિશન! નોકરી કરનારે સ્વમાન કરતાં નોકરીનો ખ્યાલ પહેલો રાખવો જોઈએ સમજ્યો?’’ અને તમે નક્કર સ્થિર સ્વરે સુદામા શેઠને ઉત્તર આપેલો ક્રિશન,
‘‘સમજ્યો શેઠ, પણ સોળ વર્ષ મોડું. આજથી હું તમારો નોકર નથી.’’
‘‘એટલે? એટલે ક્રિશન તું નોકરી છોડવાની વાત કરે છે?’’ તમારા જેવા કામના માણસને એકદમ છેલ્લે પાટલે બેસી ગયેલો જોઈ ચાલાક સુદામા શેઠ સાવધાન બની ગયેલા.
‘‘હા સાહેબ! હું દૌલતમંદ નથી એટલે મને કુદરત પર ને કિસ્મત પર ભરોસો છે. પણ ગભરાશો નહીં. તમને કોઈ નુકસાની પહોંચાડવાની નમકહરામી હું નહીં કરું.’’ તમે મક્કમ સ્વરે ઉત્તર આપેલો ક્રિશન. અને....
....અને સોળ વર્ષમાં વાળની સફેદી બની ચુકેલા તમારા સખત મહેનતુ સ્વભાવે અને ઈમાનદારીએ આજે નોકરી છોડ્યાના છ વર્ષમાં તમને સફળતાના શિખરે બેસાડ્યા છે ક્રિશન, તો ‘ટાઈમપ્લાસ્ટ’ એ છ વર્ષમાં સુકાઈને ક્ષીણ થતું જઈ ‘ટાઈમ-પાસ્ટ’ (વીતેલો સમય) બનતું ચાલ્યું છે, અને આજે....
....‘ડિઝાયર’ કારમાંથી ઊતરી, હાથમાં ‘બ્લેકબેરી’ મોબાઈલ સાથે, ક્રીમ કલરના સૂટમાં સજ્જ તમે આજે, પ્લાસ્ટીકઉદ્યોગના માલિકોની, ‘લક-લાઈન’ હૉટેલ ખાતેની પહેલી મેના મજુર-દિને યોજાએલી મિટીંગમાં છટાભેર પ્રવેશ કર્યો ક્રિશન, ત્યારે એક સફળ યુવાન સાહસિક કારખાનેદારને આવકાર આપનારાઓમાં તમારા ભૂતપૂર્વ શેઠ પણ શામિલ હતા! મિટીંગની મિજબાનીનો દૌર પુરબહારમાં ચાલુ હતો ત્યારે સુદામા શેઠે તમને એક બાજુ ખુણામાં લઈ જઈ ધીમા સ્વરે કહ્યું,
‘‘ક્રિશનલાલ! આપણાં જુના સંબંધોના મૈત્રીદાવે(!) એક વાત કહેવી છે. જીભ નથી ઉપડતી, પણ હમણાં બહુ તકલીફમાં છું. સાંભળ્યું છે, તમારી પાસે બિઝનેસ ઘણો આવે છે, અને તમે એમાંથી કારખાનાઓને ડિસ્કાઉન્ટથી જોબવર્ક પર કામ આપો છો. તો એમાંથી થોડું ‘ટાઈમપ્લાસ્ટ’ને ન આપી શકો?’’
એક વખતના ગરજતા શેઠને કામ માટે તરસતા જોઈને તમને તરસ (દયા) આવી ગઈ ક્રિશન, પણ એકાએક કંઈ યાદ આવી જતાં તમે ધીમા, મુસ્કુરાતા પણ છ વર્ષ પહેલાંના મક્કમ સ્વરે કહ્યું,
‘‘ચોક્કસ આપીશ. ક્રિશનના દ્વારેથી સુદામાને ખાલી હાથે પાછા નહીં ફરવું પડે. અને ‘ટાઈમપ્લાસ્ટ’ની ઈમારતમાં તો મારા પસીનાભર્યા વરસ પડેલાં છે. મેં લોહી રેડીને મારી જવાની ઘસી નાંખી છે, એ ઈમારત બનાવવા. પણ એક શરતે કામ મળશે. અને તે એ કે, મારું જોબવર્ક ચાલતું હોય એ દરમ્યાન તમે યા તમારો દીકરો તમારા કોઈ કામદાર સાથે બદમિજાજીથી નહીં વર્તો, જેમ મારી સાથે વર્ત્યા હતા.’’
અને એ સાંભળતા સુદામા શેઠની આંખો શરમથી ઝુકી ગઈ ક્રિશન, તો આસપાસ ઊભેલા, આ સંવાદ સાંભળનારાઓની આંખો તમારા પ્રત્યેના માન અને અદબથી....
(શીર્ષક સંવેદના ઃ મનહરલાલ ચોકસી)

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved