Last Update : 02-May-2012, Wednesday

 

આ છોકરી પકડાઇ ગઇ. હું ઇજ્જતભેર જીવું છું- નીરૂબહેન

 

રજનીગંધા - પ્રિયકાન્ત પરીખ

 

ડિસેમ્બર આમ તો થિજવી દેતી ઠંડીની ૠતુ ગણાય છે, પણ ડિસેમ્બર અડધો વહી જવા છતાં ગાત્રોને થિજવી દેતી જલ્લાદ ઠંડી નહોતી.
‘મહિલા અનાથાશ્રમ’ની રૂમમાં સંચાલિકા નિરૂપાબહેન આંટા મારી રહ્યાં હતાં. અંતરમાં જન્મેલી કોઈ અકળ ઉદાસીનતાએ તેમની આંખોની ઊંઘ હરામ કરી દીધી હતી.
નિરૂપમાં બહેન ચાલીસ વર્ષેય જાજરમાન લાગતાં હતાં. છેલ્લા વીસેક વર્ષથી આ આશ્રમમાં રહેતાં હતાં. અનાથ બાલિકા-સ્ત્રીઓ તરફ ખૂબજ પ્રેમ રાખતાં હતાં. આશ્રમમાં નિરૂપમાબહેન નિરૂબહેનના હુલામણા નામે જાણીતાં હતાં.
કોઈ અકળ બેચેનીથી ઊંઘ ન આવતાં નિરૂબહેન રૂમમાં આંટા મારી રહ્યા હતાં.
આશ્રમમાં શાંતિનો સોપો પડી ગયો હતો. બધાં હૂંફાળી ઠંડીમાં નંિદ્રાસુખ માણી રહ્યાં હતાં. અચાનક કોલાહલો થતાં નિરૂબહેન ચમક્યાં. બંધ રૂમો ફટાફટ ઉઘડવા લાગી. બત્તીઓ જલી ઉઠી.
‘એકાએક શું બની ગયું? શાંતિ કોલાહલોથી કેમ ઊભરાઈ ગઈ? તે જાણવા નિરૂબહેન સડસડાટ દાદર ઊતરી નીચે આવ્યાં.’
છોકરીઓનું ટોળું જામ્યું હતું - દરવાન એક છોકરીને ધમકાવતો હતો. એ છોકરીના હાથમાં નવજાત બાળકી હતી. આંખોમાં અશ્રુઓ હતાં. ગળામાં હીબકાં ધબકતાં હતાં.
‘મને જવા દો ભાઈસા’બ.’ તે છોકરી દરવાનને વિનવી રહી હતી.
‘શું છે? શું બન્યું છે?’ નિરૂબહેનનો અવાજ સાંભળી કોલાહલ શમી ગયા.
‘બહેન, આ છોકરી કોઈ તાજી જન્મેલી બાળકીને દરવાજા આગળ મૂકી ચૂપચાપ નાસી જતી હતી. મેં આબાદ પકડી પાડી.’
નિરૂબહેને જોયું તો અઢારેક વર્ષની લાગતી છોકરી થરથર કાંપી રહી હતી. તેના હાથમાંની બાળકી રડી રહી હતી.
‘ખરી વાત છે? તું બાળકીનો ત્યાગ કરી નાસી જતી હતી?’ નિરૂબહેને સમભાવથી પૂછ્‌યું.
‘હું મારું ફોડી લેત. તમારું અને આશ્રમનું નામ સાંભળ્યું હતું એટલે એને છોડીને નાસી જતી હતી. માફ કરો. મને બાળકી સાથે જવા દો.’
‘તારું કોઈ નથી?’
‘અનાથનું કોણ હોય?’ છોકરી રડી પડી.
નિરૂબહેનનું અંતર કરુણાથી ભરાઈ ગયું. તેમણે પ્રેમથી કહ્યું ઃ ‘મારી સાથે રૂમ પર ચાલ.’
‘મને પોલીસને ન સોંપશો. મને જવા દો.’
‘ગભરાઈશ નહીં. પોલીસને નહીં સોપું. મારી સાથે ચાલ, બધી વાત કર.’
નિરૂબહેન સહાનુભૂતિથી બોલ્યાં અને છોકરીઓને કહ્યું ઃ ‘તમે બધાં તમારી રૂમ પર જાવ. ઊંઘી જાવ. સવારે વાત.’
છોકરીઓ એમની રૂમમાં ચાલી ગઈ. બારણા વસાયાં. બત્તીઓ બુઝાઈ.
નિરૂબહેન પેલી છોકરી સામે ટગરટગર જોઈ રહ્યાં. તેમના માનસપટ પર અતીત ઝબૂકી ઊઠ્યો.
બાવીસ વર્ષ પહેલાં નિરૂપમાએ પ્રેમમાં ઠોકર ખાઈ માતૃત્વ ધારણ કરેલું. શ્રીમંત યુવાન લગ્નનું સ્વપ્ન બતાવી, નિરૂપમાના દેહ સાથે રમત કરી. ક્યાંક નાસી ગયેલો. નિરૂપમાએ તેની શોધ કરી, પરંતુ સફળતા ન મળી. આખરે નિરૂપમાએ કુંવારી માતા તરીકે બાળકીને જન્મ આપેલો, પણ કુંવારી સ્ત્રી તરીકે બાળકીનો બોજ ઉપાડવાની હંિમત ન ચાલતાં, નિરૂપમાએ એક શિવમંદિરના ગર્ભદ્વાર પર આવી જ એક રાતે બાળકીનો પરિત્યાગ કર્યો હતો.
ત્યાર પછી લગ્ન પરથી મન ઊઠી જતાં આશ્રયની શોધમાં આ અનાથાશ્રમમાં આવી ચડેલી અને છેલ્લાં વીસ વર્ષથી આશ્રમમાં રહી, નિરૂપમામાંથી પ્રેમાળ ગૃહમાતા નિરૂબહેન સેવાભાવી સ્ત્રી તરીકે ઓળખાતાં હતાં. આશ્રમની છોકરીઓ કે મુગ્ધાવસ્થામાં તેમણે ઠોકર ખાધેલી, એનું દર્દ પણ અંતરમાંથી અલોપ થઈ ગયું હતું. અલબત્ત, ક્યારેક અતીત યાદ આવી જતો, પણ દર્દવિહીન.
આજે આ છોકરીને જોઈ તેમની દ્રષ્ટિ સમક્ષ જીવનની પહેલી ઠોકર જીવંત બની. ‘મેં પણ આ ઉંમરે આવી જ બાળકીનો ત્યાગ કર્યો હતો. ફેર એટલો કે આ છોકરી પકડાઈ ગઈ હતી. હું બચીને ઈજ્જતભેર જીવતી હતી, જીવું છું.’
‘મારી સામે આમ શું જોઈ રહ્યાં છો? મને ડર લાગે છે. મને જવા દો બહેન.’ છોકરી બોલી.
નિરૂબહેન વર્તમાનમાં આવી ગયાં -
‘તારી વીતક વિગતથી કહે મને.’ નિરૂબહેને પ્રેમથી પૂછ્‌યું, ‘કહીશને બેટી?’
છોકરી લાગણીથી ભીંજાઈ ગઈ -
‘બહેન, બધી જ કુંવારી માતાની વાત એક જ પ્રકારની હોય છે. પ્રેમમાં સમર્પણ, લગ્નનું સ્વપ્ન અને છલનાનો ભોગ બની નવજાત શિશુનો ત્યાગ. કોઈક જ કુંવારી માતા તરીકે શિશુને ઉછેરવાની હંિમત કરે છે. મારી માએ મારો ત્યાગ કર્યો હતો. હું મારી બાળકીનો ત્યાગ કરવા તૈયાર થઈ હતી.’
‘તારું શું નામ? તારી માતાએ તારો ત્યાગ કર્યાં કર્યો હતો?’
‘આસ્થા, મારી માએ રાજપુરના શિવમંદિરમાં મારો ત્યાગ કર્યો હતો. પૂજારી બાબાએ મને ઉછેરીને મોટી કરી હતી. બે વર્ષ પહેલાં બાબાએ જીવનના છેલ્લા શ્વાસ લેતાં વાત કરી હતી. લગ્નનું સ્વપ્ન લઈ હું એક શ્રીમંત યુવાનના પ્રેમમાં પડી. પ્રેમના નામે છેતરાઈ. માતૃત્વ ધારણ કરતાં એ યુવાન છટકી ગયો. મારા પર આક્ષેપ મૂક્યો, ‘બાળક મારું છે એની શી સાબિતી?’ એ પૈસાદાર હતો. હું ગરીબ હતી. મને ચારિત્ર્યહીન સાબિત કરી. બાળકીને જન્મ આપી, ઉછેરવાની મારી શક્તિ અને હંિમત નહોતી. મેં આશ્રમનું નામ સાંભળ્યું હતું. તમારી કીર્તિ સાંભળી હતી. મારું અને બાળકીનું જીવન સુધારવા અહીં મૂકીને ચાલી જતી હતી. હું પકડાઈ ગઈ. મારી મા નહોતી પકડાઈ.’ આસ્થા રડી પડી.
નિરૂબહેનને યાદ આવ્યું, ‘મેં પણ રાજપુરના શિવ મંદિરમાં મારી પુત્રીનો ત્યાગ કર્યો હતો. એના જમણા ગાલ પર કાળો તલ હતો.’
નિરૂબહેને ઘ્યાનથી જોયું તો આસ્થાના જમણા ગાલ પર કાળો તલ હતો. ઈતિહાસનું પુનરાવર્તન થયું હતું.
‘આસ્થા, તને છોડી દેનાર તારી માતા હું જ છું. મેં તારો ત્યાગ ન કર્યો હોત તો આજે તારી દશા આવી ન થાત. હું તારો હંિમતથી સ્વીકાર કરીશ. અનાથ સ્ત્રીની દશા જાણું છું.’
‘તમે... તમે મારી મા છો?’
‘હા, બેટી. મને માફ કરજે.’
આખી રાત મા-બેટી આંખો ભીંજવતાં, વાતો કરતાં રહ્યાં.
બીજે દિવસે સવારના નિરૂબહેને મીટંિગ ભરી જાહેર કર્યું, ‘આ મારી પુત્રી આસ્થા છે. મેં એનો ત્યાગ ન કર્યો હોત તો આજે એની દશા આવી ન હોત. પ્રેમ કરવાની હંિમત કરી હતી તો કુંવારી મા તરીકે બાળકીને ઉછેરવાની હંિમત કરી હોત તો ઈતિહાસનું પુનરાવર્તન રોકી શકાયું હોત. હું આસ્થાનો જાહેર સ્વીકાર કરું છું. આસ્થા મારી સાથે રહેશે.’
આશ્રમની છોકરીઓ નિરૂબહેનને અહોભાવથી જોઈ રહી.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved