Last Update : 02-May-2012, Wednesday

 

પ્રસિઘ્ધિ એ જ સિઘ્ધિ!

પ્રાઈમ ટાઈમ

આઆત્મવિશ્વાસ અને ધીરજ! આ બન્ને ગુણોનો સમન્વય થાય તો ચમત્કાર લાગે તેવાં કાર્યો થઈ શકતા હોય છે. આમીરખાન આ હકીકત જાણે છે અને મહત્ત્વની વાત એ છે કે તેણે આ બન્ને ગુણોને આત્મસાત કર્યા છે. આમીરખાન ‘સ્માર્ટ’ છે, તેને મોકાનો ફાયદો ઉઠાવતાં આવડે છે અને પોતાની સ્માર્ટનેસને કન્સર્ન, પરફેકશન, ક્રિએટીવીટી, એકસાઈટમેન્ટ, કમીટમેન્ટ જેવા રૂપકડાં નામો આપી શકે છે.
આમ છતાં, પોતાના સમકાલીનો કરતાં અલગ અને બહેતર કરનારા કલાકાર તરીકે તેને ફુલ માર્કસ આપવા પડે. તે ખરેખર થીંકીંગ પર્સન છે, થીંકીંગ એક્ટર ભલે ના હોય! આમીર એક્ટર તરીકે કદાચ નબળો હોઈ શકે છે, પરંતુ ધાર્યું કરવાની વાત હોય કે ધાર્યુ પરિણામ મેળવવાનું હોય ત્યારે તે સૌથી મજબૂત પુરવાર થાય છે.
અગાઉ કહ્યું તેમ આત્મવિશ્વાસ અને ધીરજના જોર પર આ બંદાએ પોતાનું આગવું સ્વપ્ન બનાવ્યું છે અને જાળવી રાખ્યું છે. આગામી રવિવારથી સૌપ્રથમ વખત ટીવી પર આવી રહેલા આમીરખાને આ શો વિશે ખાસ્સી ચર્ચા જગાવી છે, પરંતુ તેના કન્ટેન્ટ વિશે અત્યાર સુધી સસ્પેન્સ જાળવવામાં સફળ રહ્યો છે.
આ શો માટે ‘રામાયણ’ અને ‘મહાભારત’ વખતનો સવારના અગિયાર વાગ્યાનો ટાઈમ સ્લોટ લેવાથી માંડીને ‘સ્ટાર પ્લસ’ નેટવર્કની બધી જ ચેનલો ઉપરાંત દૂરદર્શન પરથી પણ આ શો એક સાથે રજૂ થાય તેવી ગોઠવણ બદલ આમીરને સલામ કરવી પડે. કારણ કે ‘રામાયણ’ અને ‘મહાભારત’ વખતના દર્શકો અને ટીવી જોવાની આદત - બઘું જ છેલ્લાં અઢી દાયકામાં બદલાઈ ગયું છે.
અત્યારે રવિવારનો સવારનો સ્લોટ તદ્દન નિરસ અને તદ્દન ઓછા ટીઆરપી મેળવતા સ્લોટમાંનો એક ગણાય છે. આમ છતાં, આમીરખાને આ સ્લોટ પસંદ કર્યો છે. એક કારણ કદાચ એવું આપી શકાય કે પ્રાઈમ ટાઈમમાં જોવા મળતી સિરીયલોની ભીડ અને હરીફાઈ સામે ટકવામાં મહેનત કરવા કરતા નવા સ્લોટમાં નવી વ્યૂઅરશીપ ઉભી કરવાનું કામ આમીરને સરળ લાગ્યું હશે. કારણ જે હોય તે - એક વાત નક્કી છે કે માત્ર જુદો સમય પસંદ કરીને આમીરે આ શોની ચર્ચાનું એક કારણ આપી દીઘું છે.
આમીરખાને આ શો દૂરદર્શન પરથી પણ રીલિઝ થાય તેવો આગ્રહ રાખ્યો છે. તેના કહેવા મુજબ આ શો સામાન્ય માણસોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યો છે અને દૂરદર્શન જોનારા કરોડો લોકો આ શો જોઈ શકે તે હેતુથી દૂરદર્શન પર પણ તે જ સમયે રીલિઝ કરવાનો નિર્ણય લીધો છે.
ખુલાસો ગળે ઉતરે એવો છે, પરંતુ આમીરની સ્માર્ટનેસ પણ છૂપી રહેતી નથી. સૌ જાણે છે તેમ ભારતમાં ટીવી જોનારા બે તદ્દન અલગ અને સ્પષ્ટ ભેદ ધરાવતા વર્ગ છે. એક એવો વર્ગ કે જે કેબલ કે ડીશ ટીવીની લકઝરી એફોર્ડ કરી શકે છે અને બીજો એવો વર્ગ કે જેને કેબલ કે ડીશ પોસાતી નથી. એટલે દૂરદર્શન અલગ ચેનલ હોવા છતાં તેના દર્શકો અને સ્ટાર નેટવર્કના વ્યૂઅર્સ ક્યારેય એકમેકને મળનારા નથી. આવા સંજોગોમાં દૂરદર્શનને પણ આ શો આપવાથી વ્યૂઅર્સ અને રેવન્યુ વધવાના જ છે, કોઈ નુકસાન પહોંચવાનું નથી.
આ સિવાય અન્ય ભાષાની ચેનલો માટે પણ આ શો મુવ કરવામાં આવનાર છે. એક સાથે ડઝન ચેનલ પર આમીરખાન છવાઈ જાય તેવો પ્લાન છે અને કદાચ આ જ કારણસર રવિવારનો સવારનો સ્લોટ લેવામાં આવ્યો હોઈ શકે, કારણ કે એક સાથે બધી ચેનલો પર રાતનો પ્રાઈમટાઈમ મેળવવો અઘરો પડે.
કોઈ એક શો માટે સતત દોઢ વરસથી કામ ચાલતું હોય અને તેનો વ્યાપ આટલો મોટો થઈ રહ્યો હોય ત્યારે કન્ટેન્ટ પણ મજબૂત કરો એવું માની શકાય. છઠ્ઠી મેના રોજ પહેલો એપિસોડ જોયા પછી આમીરખાનના આત્મવિશ્વાસ અને ધીરજના પરિણામ વિશે આગાહી થઈ શકશે.
પોતાના સમકાલીનો પછી છેક છેલ્લે ટીવી પર આવવા છતાં આમીરે અગાઉના સૌ કરતાં સૌથી વઘુ ચર્ચા અને ચેનલો પર કબ્જો જમાવવામાં સફળતા મેળવી છે અને આજકાલ તો પ્રસિઘ્ધી એ જ સિઘ્ધી છે ને!

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved