Last Update : 02-May-2012, Wednesday

 
ફોટો સ્ટોરી ઃ ઝવેરીલાલ મહેતા

અમદાવાદમાં અહમદશાહ બાદશાહ પછી ઘણા બધા સુબાઓ મોગલ ગાદી પર આવી ગયા. પોતાની નિશાની રૂપે કેટલાંકે અમદાવાદમાં ઇમારતો પણ સ્મારક તરીકે ચણાવી. એ સમયે અમદાવાદ તો વગડા જેવું ખાલીખમ હતું. ચારે બાજાુ ખુલ્લંખુલ્લા જગ્યાઓ પડતર બનીને ચોતરફ કોઈ અહંિ ગાદીનશીન બાદશાહ કલાત્મક મસ્જીદ બનાવે યા તો મનોહર શિલ્પકલાથી ભરપૂર નિવાસસ્થાન કરે આવી પ્રતીક્ષા અમદાવાદની ભૂમિ દિલથી કરી રહી હતી. દરમિયાન શાહજહાંએ શાહીબાગમાં નદી કિનારે સુંદર અને બુલંદ મકાન બનાવ્યું કે જ્યાં ગુજરાત સરકારના કેટલાય એક પછી એક રાજ્યપાલોએ નિવાસ કરીને એનું નામ ‘‘રાજભવન’’ પડી ગયું હતું. વખત જતાં ગુજરાતમાં કોળી તથા કાઠી લોકોએ ઘાડ-લૂંટફાટ કરીને ભારે ઉપદ્રવ મચાવ્યો હતો. એના પર અંકુશ મેળવવા શાહજહાંએ ખૂબ નામાંકિત એવા આઝમખાનને ગુજરાતના સુબા તરીકે મોકલવામાં આવ્યો. કાઠિયાવાડમાં કેટલાક ખંડિયા રાજાઓએ શાહી સત્તા સામે ઝઘડા ખોર વલણ અપનાવ્યું હતું. એથી ગુજરાતમાં શક્તિશાળી અને કાબેલ સુબેદાર આઝમખાનની શાહજહાંએ પસંદગી કરી. આઝમખાનની છ વર્ષની સુબેદારીની નોકરી દરમિયાન ગુજરાતભરમાં શાન્તિ અને વ્યવસ્થા સ્થાપ્યાં. સિઘ્ધપુરના કોળીઓને નમાવીને ભવિષ્યમાં સારી ચાલચલગત માટે જામીનગીરીઓ લીધી. ધંઘુકા વિભાગનાં ખેડૂતોને રંજાડતા કાઠીઓનો ઉપદ્રવ ડામી દેવા એમને કડક શિક્ષા કરવાના પગલા લીધા. આઝમખાને પોતે આઠ હજારનું ઘોડે સવારનું દળ લઈને લૂંટારાઓનો પીછો કર્યો હતો. ગીચ જંગલમાં સંતાઈ ગયેલા લૂંટારાઓને શોધી કાઢવા એણે જંગલના ઝાડ કાપી રસ્તા સાફ બનાવવાનું કામ શરૂ કરતાં કાઠીઓ પકડાઈ ગયા હતા. આઝમખાનને બાંધકામનો બહુ શોખ હતો. અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરની જમણી બાજાુ ૧૬૩૭માં એક ભવ્ય મુસાફરખાનું બંધાવ્યું. એની સુંદર બાંધણી અને દેખાવને લીધે એની તુલના શાહીબાગનાં મકાનો સાથે કરવામાં આવતી હતી. આઝમ ખાન ક્રૂર હતો. ૧૬૩૮માં અમદાવાદની મુલાકાતે ગયેલા અંગ્રેજ પ્રવાસી મેન્ડેલોએ નોંઘ્યું છે કે અંગ્રેજ અને વાલંદા કંપનીઓના ડિરેક્ટરોના માનમાં આઝમખાને ગોઠવેલી મિજબાનીના સમારંભમાં નૃત્ય કરવાનો ઇન્કાર કરનાર નૃત્યાંગનાઓનો મહેમાનોની હાજરીમાં જ ઘાતકી રીતે શિરચ્છેદ કરાવવામાં આવ્યો હતો. સરખેજના ગળી ઉત્પાદકો ગળીમાં તેલ અને રેતીનું મિશ્રણ કરતા હોવાથી અંગ્રેજ વેપારીઓએ આઝમખાનનું ઘ્યાન દોરતાં આઝમખાને તમામ ઉત્પાદકોને બોલાવી રૂબરૂમાં ઠપકો આપ્યો હતો. કે જો આ ભેળસેળ ચાલુ રાખશો તો તમામને હું મોતની સજા કરતાં અચકાઈશ નહંિ. અત્રે ફોટોગ્રાફમાં આઝમખાને બનાવેલો ભદ્રમાં આવેલ મહેલ છે. આજે ત્યાં ‘સરકારી પુસ્તકાલય’ છે. આજકાલ ગુજરાતમાં સીંગતેલના ડબ્બાના ભાવ ૨૦૦૦થી ઉપર થઈ જતાં આજે ગુજરાતમાં આઝમખાન જેવો કોઈ મીનીસ્ટર પાક્યો નથી એનું દુઃખ થાય છે...

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved