Last Update : 02-May-2012, Wednesday

 

કુછ છુટપુટ હો જાય

ખબરે પાકિસ્તાન
 

મુલ્કના પ્રાણ પ્રશ્નો પર જથ્થાબંધ લખાયું છે. થોકબંધ કટારીસ્ટો (કોલમીયા) અભ્યાસાત્મકનો ઘાણ ઉતારે રાખે છે. નતીજન ટોપીકતાની સમકાલિનતાના બરકરાર રહે છે. બસ, બાકી બાત શેકયો પાપડ તોડવાની હોય તો છુટક છાપાં મારવા પડે. પેશે ખેદમીત છે છુટકતાના રસ છાંટણા. ફયુલ (પેટ્રોલ, ડિઝલ, કેરોસીન અને સીએનજી)ની અછત ઓછી હોય એમ એનો અસહ્ય ભાવ વધારો ખોફનાક ગુલ ખીલવી રહ્યો છે. લાહોરીઓ ચાલી નાખવા લાગ્યા છે. યે પોઇન્ટ નોટ કિયા જાય યોર ઓનર કે આગે ફયુલ પછી કૌંસમાં ઇત્યાદીનો ઇસ્તમાલ કરવામાં નથી આવ્યો. તેવી જ રીતે લાહોરીઓ ચરણદાસની ટેકસીમાં ફરવા લાગ્યા છે એવું લખ્યા પછી રાબેતા મુજબ લાહોલબુલાકુવત લખવામાં નથી આવ્યું. એટલું જ નહીં, ઇવન એકાદ આશ્ચર્યચિન્હ પણ નથી છોડવામાં આવ્યું. ઉર્જા સંકટ કેવા કેવા ગુલ ખીલવી રહ્યાં છે એનો ચિતાર આપવા આથી ઓછું શું કરી શકાય ?
પેટ્રોલનું રેશનીંગ કરવાથી પાકિસ્તાનના પ્રાણ પ્રશ્નોમાં ઇજાફા સિવાય કોઇ ફાયદો થવાનો નથી. જો કે પેટ્રોલના કાલા બજાર થવાની દહેશત નથી. વજહ ? વેલ, પેટ્રોલના ધોળા બજારમાં ઓલરેડી તેજી છે. ઉર્જા સંકટના રૂડા પ્રતાપે પાક પર્યાવરણની પથારી ફરી ગઈ છે. લોકો લાકડા, ટાયર અને ઇવન હૈયાં બાળવા લાગ્યા છે. હર કાલા બાદલને રૂપેરી કોર હોય છે. ઉર્જા સંકટના પાપે કરાંચીમાં ડ્રાઇવ-ઇન ક્રાઇમ (ફટફટિયા પર સવાર ગુનેગારી) કમ થવાની દહેશત છે. અંધારી આમલના પેશેવર હત્યારાઓ સાયકલ પર યા પગે ચાલીને મોતનો પયગામ આપતા થાય તો શું થાય એની ફીકર દુબલે કાજીએ નથી કરી એટલું ગનીમત. લાહોરની હીરા મંડીમાં જુતા રીપેરીંગનું ગેરેજ ચલાવતા મોચી મજાદુના મત મુતાબીક પગરખા બનાવતી કંપનીઓનું ભાવી ઉજળું છે. રોકાણકારોને માર્ગદર્શન (!) આપવાનો ઇજારો અકેલા શેર બજારના નિષ્ણાતોનો જ નથી યુનિ. ઉપાધીના ગાંગડે અર્થશાસ્ત્રી બનેલા કડકાઓથી માંડીને માર્ગ પરના મોચી પણ અર્થતંત્ર પર નુકતેચીની (કોમેન્ટ) કરી શકે છે.
ઉર્જા સંકટ વત્તા મોંઘવારી પર વારી વારી જનારા બંદાઓ પણ મુલ્કમાં મોજુદ છે. કોર્પોરેટ જગતમાં જેનું વજુદ જ નથી એવા પેડલ રિક્ષાવાળાઓએ ઊર્જા સંકટને આવકાર્યું છે. કરોડો રૂપિયાની ખોટ કરતી મોટી મોટી કંપનીઓને બેઇલ આઉટ (મ્છૈંન્ર્ ંેં્‌) થવાના લેવલે જાય છે ત્યારે મુલ્કના ટોપ ઉદ્યોગપતિઓ એને આવકારે જ છે ને ! મુલ્કમાં પાવર (બંને અર્થમાં) પ્રોબ્લેમ રીઢા ગુનેગારની જેમ મુકત ફરી રહ્યો છે. બોલે તો એનો ઉકેલ મુશ્કેલ જ નહીં, નામુમકીન છે. બિલકુલ દાઉદ ડોન કી તરહ ! (લાહોરના જ એક ઓટો રિક્ષાવાળાએ પોતાની ગડ્ડીમાં પેડલ ફીટ કરવાનો દ્રઢ્‌ નિર્ધાર કર્યો છે. બે-અઢી સાલ પહેલાં સરળ હપ્તેથી કાર વસાવનાર મઘ્યમવર્ગી સુલેમાન મન્સુરીએ હજુ સુધી ટટ્ટુ જોડવાનો અન-દ્રઢ નિર્ધાર નથી કર્યો. પછી પેટ્રોલના ભાવ બેરોક-ટોક જ વધે ને !
* * *
મુલ્કમાં મર્દોની કમી નથી. અલબત્ત મર્દાનગી આખી અલગ બાત છે. મર્દને મૂછ હોય એવી પાક વ્યાખ્યા પાકી (કાચીનું અપોઝીટ) નથી. હમીદા બાનુ પહેલવાને મર્દ મૂછાળાના હાડકાનું ચૂર્ણ યા રહેમ રાહે કચુંબર કર્યું છે. મુખ્તતરન માઇએ ફૌજી મૂછના ધણી જન. મુશરફની અચ્છી એવમ્‌ ખાસ્સી ઘૂલાઇ કરી હતી. બેનઝીર ભુટ્ટો, અસમા જહાંગીર કે શેરી રહેમાન માન ન માન મેં તેરા મર્દ તરીકે મુલ્કનું નામ રોશન કરી ચૂકી છે. બોલે તો પાક મર્દોના ગર્વનું મર્દન કર ચલી છે.
ધિ અખિલ સંિઘ- હૈદ્રાબાદ હજામ મહાસંઘના પ્રમુખ કૈસરઅલી કૈચીના જણાવ્યા પ્રમાણે પાક મર્દ કિલન બોલ્ડ થયો છે. સ્વહસ્તે કિલન શેવ કરે પછી બીજું શું થાય ? મૂછની બાબતમાં એક જમાનામાં પાકિસ્તાન ત્રીજે નંબરે હતું. આજે પાંચવી પયદાને પટકાયું છે. એનો ગમ કમ છે. પણ પાક દાઢીને મર્ચી એ બાતની લાગી છે કે ઇન્ડિયા અવ્વલ નંબરે છે. સૌથી વઘુ મર્દ મૂછાળા ધરાવતા મુલ્ક તરીકે ઇન્ડિયા મેદાન મારી ગયું એનો અફસોસ કૈસરઅલી કૈચીને નથી. વજહ ? વેલ, તાલીબાનના પ્રભાવના રૂડા પ્રતાપે મુલ્કમાં દાઢી ધારીઓનું પ્રમાણ વઘ્યું છે. અફસોસ કે ઓન-લાઇન સર્વેમાં દાઢીની ગીનતી કરવામાં આવતી નથી. મેકસીકો બીજા નંબરે છે. અને ઉંદરની પૂંછડી જેવી મૂછડી ધરાવતા ચીનાઓ ચોથી પાયદાને છે. બાલ-દાઢીના કારીગરો માટે ઇન્ડિયા અને મેકસીકોમાં સારો ઇસ્કોપ છે એવું કૈસરઅલી કૈચી માને છે. બાકી હજામત કરનેવાલો માટે પાકિસ્તાનમાં ઘણા હોય છે. કુછ સમઝે બરખુદાર યા અક્કલ દું ઉધાર ?
મુલ્કમાં મર્દ નર્સ (સ્ચની શેજીિ) ને દાઢી મૂછ રાખવાની ઇજાજત નથી. જબ કી જનાના હજામ (ખીસચની મ્ચમીિિ) પર આવી કોનુ પાબંદી નથી. આવી ઘનઘોર નાઇન્સાફી સામે જમાત-એ-હજામત આવાઝ તક ઉઠાવી શકતી નથી. કારણ કે જનાના હજામ પાક મર્દોની જ હજામત કરે છે ! બાલ-દાઢી કરતા ચંપીનો ચાર્જ જયાદા છે. કમર લચકાવતા, નાજુક તબીયતના જવાનો તેલ-માલીસના વ્યવસાયમાં કારકિર્દી બનાવી રહ્યા છે. તાલીબાને મૂછને નહીં, બલ્કે દાઢીને મર્દાનગીની નિશાની ગણાવી છે. નતીજન હજામતનો પેશો (ધંધો) બરકત બીનાનો થયો છે. જે મુલ્કની ખુદ સરકાર જ લોકોની હજામત કરતી હોય ત્યાં હેર કટીંગ સલુન મત ખોલીયો એવો પયગામ કૈસરઅલી કૈચીએ આપ્યો છે. અસ્ત્રો એન્ટીક આઇટમ બન્યો છે. કરાંચીના હર મોહલ્લામાં હેર કટીંગ સલુનો હતા અને એમાં સ્થાનિક રાજકારણની જયુસપ્રદ ચર્ચાઓ થતી હતી. ઘરે વિઝેટે આવતા હજામ દ્વારા ફેલાતી આજ કી તાજા ખબર બંધ થઇ છે. અફવાના બજારમાં ટીવીએ હજામનું સ્થાન લીઘું છે એવા બ્રેકીંગ ન્યુઝનું ન્યુસન્સ પાકિસ્તાનને મુબારક.
* * *
કરાંચીમાં જોવા લાયક સ્થળોની કમી નથી. ચીલા-ચાલુ લોકેશનોમાં અબ્બા-એ-મુલ્ક મહમદઅલી ઝીણાના મકબરાનો સમાવેશ થાય છે. મુલ્કના જુદા જુદા ઇલાકાઓમાંથી કરાંચીની સફરે આવતા પ્રવાસીઓને સફર કરવાનું જ આવે છે. કારણ કે એમને કાયદે આઝમની મઝાર જોવામાં દિલચશ્પી નથી. બલ્કે દાઉદબાઇની મહેલનુમા ઇમારત જોવાનો મોહ છે. પેશાવરથી આવેલા એક મહેમાને પોતાના યજમાનને કરાંચીની ઇન્ટરેસ્ટીંગ સાઇટસ દેખાડવાની વિનંતી કરી હતી. એમની ફરમાઇશ પ્રમાણે જે જે સ્થળોએ બમ ધડાકા સેંકડો જાન ગઇ હોય એવા ઐતિહાસિક સ્થળો બનાવો ! અમુક પ્રકારના શોખીન પ્રવાસીઓને મુજરા આકર્ષે છે. કરાંચીની નાઇટ લાઇફનો નજારો બતાવનારા ગાઇડો (રેહનુમા ?) ખૂબ ડિમાન્ડમાં છે. દેશી પ્રવાસીઓને વિદેશી હુશ્નનો જલવો બતાવવામાં આવે છે અને વિદેશી પ્રવાસીઓ દેશી માલ !
કરાંચના વિહંગાલોકન માટે મહમદઅલી ઝીણાનો મકબરો આદર્શ સ્થાન ગણાય છે. પ્રેમી પંખીડાઓ માટે ય ઉત્તમ સ્થળ છે. કારણ કે સાત બગિયા વચ્ચે અબ્બા-એ-મુલ્ક બરસ્થ થયા છે. રોજના અંદાજન અઢી હજાર મુલાકાતીઓ આવે છે. સાથે ગંદકીની સમસ્યા લાવે છે. સંગેમરમરની દિવાલો પર પાનની પીચકારી મારતા સાલે અપનેવાલે અચકાતા નથી. કુલ ૭૦ સફાઇ કામદારો રોજ આરસને બ્લિચીંગ પાવડરથી ધોવાની કામગીરી બજાવે છે. પ્રવાસના સ્થળે પોતાનું નામ કોતરનારા મુલાકાતીઓ ઓછા નથી. કાયદે આઝમની મજારની જાળવણી પાક ફોજને સોંપવામાં આવી છે. જેથી ફૌજી ઢંગથી એનું સંરક્ષણ થાય. અહીં ત્રાસવાદીઓ ત્રાટકે એવી દહેશત સતત રહેતી હોવાથી મકબરાનું વાતાવરણ બોઝીલ બન્યું છે. મજારના ઇન-ચાર્જ મેજર શફી મીરનાં કડક પગલાંના પાપે મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આપ એને પોતાની કામિયાબી ગણાવે છે !
* * *
કરાંચી ચેન સ્નેચીંગ (સોનાના દોરાની ચીલ ઝડપ)ની બદીથી મુકત છે. એમ તો સ્થાનિક રહીશોને ચોરીનો ડર નથી. ઘરમાં ચોરવા જેવું કશુંક હોવું જોઈને ! જો કે પીછલે સાત-આઠ મહિનાથી સેલ પોન સ્નેચીંગના બનાવો બેહદ વઘ્યા છે. વજહ ? વેલ, ત્રાસવાદીઓ ચોરાયેલા મોબાઇલ વાપરવા લાગ્યા છે. સેલ ફોનના નંબર પરથી લોકેશન જાણવાની તકનીકનો પાકિસ્તાનમાં ખાસ વિકાસ નથી થયો. અથવા જાણી જોઇને થવા દેવાાં નથી આવ્યો. જેથી અંધારી આલમ અને ખાસ તો ત્રાસવાદી સંગઠનોની વિધાયક (!) પ્રવૃત્તિમાં અવરોધ ન આવે. કિલફટન વિસ્તારના પુલીસ થાણામાં રપટ લપેટ નથી. રિવોલ્વરની અણીએ સેલ ફોન લૂંટવાના બનાવો નોંધાયા છે. શકમંદોમાં રાજકીય પક્ષોના પઠ્ઠાઓ (સક્રિય કાર્યકરો) નો સમાવેશ થાય છે.
* * *
પાક ખયાલ
અન્યાય સામે આવાઝ ઉઠાવનારને સૌથી વઘુ માન મળે છે. સૌથી વઘુ માર પણ એને જ મળે છે.
લતીફા-એ-પાક
‘ઇસ્લામિક ત્રાસવાદને અંકુશમાં રાખવા માટે આઈએસઆઈની તાકાત વધારવામાં આવશે.’
‘મગર આઇએસઆઇ જ તો ત્રાસવાદની તાકાત છે !’
- સિરાઝ શીશાવાલા

 

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved