Last Update : 02-May-2012, Wednesday

 

મારી જોડે... મારી વાત...

ઓફબીટ - અંકિત ત્રિવેદી

આજે હું મારી જોડે વાત કરવા માંગુ છું. દુનિયા મારાથી શરૂ થાય છે અને મારાથી પૂરી થઈ જાય છે. આ વાત મારા સુધી સીમિત છે. એમ દરેકને લાગુ પડે છે અને દરેકની દુનિયા દરેક પૂરતી સીમિત હોય છે. કોઈ આવવાનું નથી હોતું ત્યારે રાહ જોવી મને બહુ ગમે છે. કારણકે એ વખતે મારી પ્રતીજ્ઞા મારું તપ બની જાય છે. મૌન મારો સ્વભાવ છે અને શબ્દ મારો શ્વાસ છે. બંનેને અળગા કરું છું તો દુનિયાની કહેવાતી ડંફાસો મારા કાને અથડાય છે અને છીપલામાં સમાઈ જતાં મોતીની જેમ પાકતો હું દરિયાનો ધુઘવાટ સાંભળું છું. મને મારી અસર થાય છે. હું મને પજવું છું, ખીજવું છું. ક્યારેક બહુ જ મસ્તીમાં આવી જઉં છું તો નાના બાળકની જેમ મને જ તેડીને હવામાં ઉછાળું છું. હસતાં હસતાં આંખમાંથી આંસુ પડે છે અને ગાલ ઉપર વરસાદ વાવીને કોઈક મારા હવે પછીના વર્ષો ઉગાડે છે. મારી સમજને મારી ઉંમર સાથે લેવાદેવા નથી થવા દેતો. એટલે ક્યારેક સામેની વ્યક્તિ મને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. એને હું સમ ઉપર આવેલી પંક્તિઓને ગાયકે કરેલી તબલાની સંગત સાથે સરખાવું છું.
દુનિયા આમ જ છે. હું પણ આમ જ છું. હું ઓગળીને બરફ નથી થતો. બાષ્પીભવન થઈને વરસાદ થવામાં માનું છું. મારી આત્મકથા કેલ્યુલેટરના આંકડાઓનો સરવાળો-બાદબાકી કે ગુણાકાર-ભાગાકાર નથી જ નથી. ડાઉનલોડ કરીને કોમ્પ્યુટરના સ્ક્રીન પર જીવતા સંબંધોનો રઝળપાટ નથી ગમતો મને ગમે છે તાજું ઊગેલું ગુલાબ! કોઈકની પીડા સહન નથી થતી ત્યારે એને પછી ખબર પડે છે કે એને તો આપણો ઉપયોગ કરવો હતો! અને વળી પાછો મારામાં સમાઈને સત્યના બારણા ઊઘડવાની રાહ જોતો હોઉં છું. પાંદડું ઊગે એટલે ખરી પડે છે - એ સાચું પણ ખરી ન પડે ત્યાં સુધી એણે સોળે કળાએ ઊગવાનું હોય છે. મારી મસ્તી મને કોઈ વાતથી નિરાશ નથી કરતી. ક્યારેક હું ગુંગળામણ અનુભવું છું તો કોરોકાગળ મને સાંત્વના આપે છે. મારી અડીખમ ઊગેલી સચ્ચાઈ મારું સસ્વસ્વ છે. મને સેતુ બનવામાં રસ છે. સદીઓના સંસ્કારને ઓળખવા એ મારો શોખ છે. મારો પ્રેમ મને ચૂપ કરી નાંખે છે. દિવ્ય સુગંધને હું ઓળખું છું એ મારી સાથે વાતો કરે છે. નહીં સાંભળેલા કે નહીં સમજાતા શ્વ્લોકો અને મંત્રો મારી ઉપર ઘેરી અસર કરે છે. મને મારી જ બીક લાગે છે. અવાજની ઝેરોક્ષ નીકળતી હોય તો એની ઓરીજીનલ કોપી મારું મૌન છે.
ખુલ્લેખુલ્લું અને ચિક્કાર જીવવાનું મને વધારે ગમે છે. ટ્રાફિકનો ઘોંઘાટ મને શાંત કરે છે. નીરવ શાંતિ મને ઉકેલવા માંગતા પલાખાઓ જોડે ગોષ્ઠી કરે છે. મને મારી જોડે વાતો કરવી બહુ ગમે છે. મારું ઘ્યાન બીજાઓ રાખે છે. હું મારો ખયાલ રાખું છું. અલિપ્ત રહેવું એ મારી વિશેષતા છે. ભરચક ભારની વચ્ચે હળવા રહેવાનું આશ્વાસન જેણે ગોઠવી આપ્યું છે એનો આભાર માનું છું. મોડી રાત્રે કવિતાને ભેટું છું તો કવિતા મારામાં સંતાઈ જાય છે અને બધા જ મને મારી ઓળખ પાછી આપે છે. બધામાં હું સંવેદના, માણસાઈ, લાગણી, વહાલ, પ્રેમ અને સહજતાને ગણું છું. સરળતા મારી હથેળીઓની રેખાઓ છે. જાત નીચોવીને જીવ્યો છું એવા સમયે બે પર્વત વચ્ચેથી પસાર થવા મથતા નવા રસ્તા જેવો લાગ્યો છું. અવેજી મને પસંદ નથી. અભાવ મને ગમતો નથી. મને ધારણાઓનો શોખ નથી. રુંવાડે રુંવાડે જીવવાના સમરકેમ્પમાં હું આજીવન વિદ્યાર્થીપણું ભોગવું છું.
નવા નવા સ્થળે મુલાકાત લઉં છું તો એની જગ્યા જોડે થતી મનોમન વાતો ફેફસામાં ઉન્માદ પૂરે છે. પછી એ ક્યાંક મારામાં જ ધરબાઈને પડી રહે છે અને વખતોવખત દરિયાની ભરતીની જેમ ઉછાળા મારે છે. બધાને સાથે નથી રાખતો, શ્વાસે શ્વાસે રાખું છું... બધાને અંગત નથી ગણતો મારા જ અંશ ગણું છું. જનમ જનમની લિપી ઉકેલું છું. મને શોધતો નથી પણ જડી જાઉં છું.. રસ્તો હું પોતે જ છું. મારાં પગલા ઓળખની છાપ છે. દરિયા કિનારાની રેતીના સળ મારા સ્મરણોની માતૃભૂમિ છે. આ ‘હું’ એ મારો અહ્‌મ નથી. ‘હું’ એ કશું જ નથી. માત્ર મારાપણાને ઓળખવા માટે વાક્યની શરૂઆતનો શબ્દ. મને સૌથી વધારે તો વાક્યનું પૂર્ણવિરામ વહાલું છે.
ઓન ધ બીટ્‌સ
હોઠે રમે છે નામ એનું આજકાલ કેમ?
હૈયું રહે છે, હમણાં બહુ ખુશખુશાલ કેમ?
એને કદી મેં રૂબરૂ જોયું નથી છતાં -,
આ જીવ બસ કર્યા કરે, એનો ખયાલ કેમ?
- પ્રફુલ્લ નાણાવટી

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved