Last Update : 02-May-2012, Wednesday

 

સીનિયર સિટીઝન નવનીતલાલની મુલાકાત

જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ

મારા એક સ્નેહી નવનીતલાલ એમના કહેવા મુજબ પંચ્યાસી વર્ષ પૂરું કરીને છયાસીમા વર્ષમાંય નિરાંતની જંિદગી જીવી રહ્યા હતા. એમના શરીરને શેની ઉપમા આપવી એ વિશે કવિઓને ય કલ્પના દોડાવવી પડે. કોઈ ઉપમા એમને બંધબેસતી થાય જ નહિ. એમના શરીર વિશે માત્ર એટલું કહી શકાય કે એ બિલકુલ એકવડા શરીરના હતા. એમના દેહનું જરાક જ નિરીક્ષણ કરતાં લાગે કે નવનીતલાલ જો રસ્તામાં હોય અને વંટોળિયો આવે તો એ જરૂર ઊડી જાય.
પણ એ નિરીક્ષણ એમણે ખોટું પાડ્યું હતું. જીવનના છયાસી છયાસી વર્ષ સુધીમાં એમણે કેટલાય વંટોળિયા સાથે ટક્કર ઝીલી હતી. વંટોળિયો આવે ત્યારે મોટાં ઝાડ ઊખડી જાય, પણ નાના છોડવા વાંકા વળી જઈને વંટોળિયાને બરદાસ્ત કરી લે, અને વંટોળિયો જતાં જ પાછા ટટ્ટાર થઈ જાય.
નવનીતલાલની જંિદગી પણ એવી હતી. જન્મ્યા ત્યારથી જ રોગ રાહુ બનીને એમને ગ્રસવા આવ્યો હતો. એમના જન્મની વધાઈ આપવા જનારા એમને જોતાં જ મનોમન કલ્પી લેતા કે આ છોકરો જીવશે નહિ.
જન્મ્યા પછી એમને ન જાણે કેમ શ્વાસ ચડવા માંડ્યો હતો. દાદાનો છોકરામાં બહુ જીવ હતો. એમણે દાકતરને બોલાવવાની તાકીદ કરી. દાકતર આવ્યા. નવજાત બાળકનું શરીર જરા નીરખ્યું, તપાસ્યું અને પોતે જ આંખો મીંચી દઈને જરાક બબડ્યાં. ‘નો હોય.’
દાકતર ગયા પછી દીવો ટગુમગુ થતો હતો. ક્યારે બુઝાઈ જશે એની ચંિતામાં સહુ ફફડતા હતા પણ મોડી રાતે ન જાણે કેવી રીતે કશી દવા વિના એમનો શ્વાસ નિયમિત થઈ ગયો.
દાદા બોલ્યાઃ ‘દીકરો ભાગ્યશાળી છે. લાંબું જીવશે.’
દાદાને તો વંશ વિસ્તાર જોઈતો હતો એટલે એમને એવી આશા જ હોય એ સ્વાભાવિક છે. પણ છોકરાંનાં મા-બાપ અદ્ધર જીવે હતાં.
થોડા દિવસમાં છોકરાએ મોટે ઘાંટે રડવા માંડ્યું એટલે સહુને થયું કે એનાં ફેફસાં મજબૂત છે. હવે વાંધો નહિ આવે.
માંડ માંડ પ્રાણવાયુ પચાવીને જીવનારા છોકરાની જોશીએ સંિહ રાશી કાઢી. દાદા ખુશ થઈ ગયા પણ ફોઈબાએ કહ્યું કે સંિહનું એકેય લખ્ખણ તો છે નહિ. નિત નવા ખેલ કરે છે. ફોઈબાએ નિતનવા ખેલ કરનારા છોકરાનું નામ નવનીત રાખ્યું.
હું એ છ્‌યાસીમાં વરસેય બોખા મોઢે, બગીચાના બાંકડે એકલા બેસીને અવારનવાર મરકમરક હસતા જોઈ તાજજુબ થતો. એ કોના પર હસતા હશે? વહી ગયેલી જંિદગી પર? કે પોતે હજી છ્‌યાસી વરસે દવાની ગોળીઓ વિના કે દાકતરને ક્યારેય ફી આપ્યા વિના જીવતા રહ્યા છે તેના પર હસતા હશે?
મારે બગીચામાં અવારનવાર જવાનું થતું. એટલે એ પોતાની વહી ગયેલી જંિદગીનો ચોપડો ખોલતા. એમાંથી ઘણી ઘણી રસપ્રદ વાતો જાણવાની મળતી.
મને એમના સાવ એકવડા શરીરની ‘સમૃદ્ધિ’ વિશે જાણવાનું કુતૂહલ રહેતું. કોઈવાર હું એમનો ‘સત્સંગ’ પામવા બાંકડા પર એમની સાથે બેસતો અને હું પ્રશ્ન કરું ત્યારે અને કેટલીકવાર પ્રશ્ન પૂછ્‌યા વિના પણ એમની જબાન છૂટી થઈ જતી.
મને કહેઃ ‘હું અત્યારસુધી કેટલીય માંદગીઓની ભુલભુલામણીમાંથી આજે જેવો છું તેવો બહાર આવ્યો છું.’
મારા વડીલો કહેતા- જોકે એ બધા હવે પરવારી ગયા છે, માત્ર હું બચ્યો છું વડીલો કહેતા કે આ સળેકડા જેવા છોકરો માંદગીમાંથી કે રોગમાંથી ગમે તેમ કરીને ય બહાર આવી જાય છે.
એમની વાત સાચી હતી. ત્રણેક વર્ષનો હતો, મને વરાધ થઈ હતી. ઘરના વડીલોએ દોડાદોડ કરી મૂકી. મને હોસ્પિટલમાં ય મૂકી આવ્યા. ડૉક્ટરો ડોકું ઘુણાવવા માંડ્યા એટલે મને પાછો ઘેર લાવ્યા.
પણ કોઈક ડોસીએ વડીલોને સમજાવીને કશોક કિમિયો કર્યો, મને કશુંક ઔષધ અથવા ઓસડિયું પિવડાવ્યું ને હું ટટ્ટાર થઈ ગયો. મારી બચપણની જંિદગી શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષ જેવી હતી. ઘડીમાં હસતો રમતો, બધાંને ખુશ કરતો અને ઘડી પછી બધાને કોઈને કોઈ વ્યાધિથી ગભરાટમાં મૂકી દેતા.
મને કહે ઃ ‘મને નિશાળમાં મુક્યો ત્યારે આ અંગ્રેજીફંગ્રેજીના માઘ્યમવાળી સ્કૂલો નહિ. ગુજરાતી નિશાળો. એમાં વડીલોએ વાજતે ગાજતે મને પધરાવ્યો. વર્ગમાં હું વાતોડિયો. મારા શરીરનું બઘું જોર મારી જીભમાં. ક્યારેક હું વાત કરતો ઝડપાઈ જતો. અમારા માસ્તરની બાજ નજર મારા પર મંડાતી. એ હાથમાં ફૂટપટ્ટી લઈને આવતા. પણ એ વખતે મારો ગભરાટભર્યો સીનો અને મારું શરીર જોઈને એ ખચકાઈ જતા અને મને નહિ, પણ હું જેને વાતોમાં પલોટતો હતો તેના કરકમળમાં ફૂટપટ્ટીની પ્રસાદી આપતા.’
નવનીતલાલ સાથે મારે ઓળખાણ મારી મોટી ઉંમરે થઈ હતી. એમનાં લગ્નજીવન વિશે હું કશું જાણતો નહોતો.
મેં એકવાર બાંકડા પર જ ઘૃષ્ટતા કરી ઃ ‘તમે એકલા કેમ છો? તમારા ઘરમાં...’
‘છેને?’ એમ કહી બોખે મોઢે પણ એ ખૂબ હસ્યાં ઃ ‘નવનીતા છેને?’
‘નવનીતા ? એ કોણ.’
‘અરે વાઈફ. રોજ નોકરીએ જતાં ટીફિનમાં ભાખરી શાક ભરી આપતી હતી. હવે તો નોકરી નથી, પણ ઘરનું કામકાજ એ જ કરે છે. માટલું ભરે, ભાખરી શેકે, ખીચડી પકાવે...’ એમ કહેતાં ફરી એ હસી પડ્યો.
નવનીતલાલ પોતે ઘડાયેલા ‘સ્વયંસેવક’ હતા. સ્વયંપાકી હતા. નવનીતલાલની વાતોમાં નિરાશા નહિ, મોજથી જીવવાની વાતો હતી. મેં પૂછ્‌યું ઃ ‘અહીં બાંકડા પર બેસીને તમે કાયમ મુખ મલકાવતા હસતા હો છો. તમે કઈ વાતો પર હસો છો?’
‘આ નવી પેઢીનાં છોકરા છોકરીની ‘લીલાઓ’ જોઈને મરકમરક હસું છું.’
‘અમે તો કોરા રહી ગયા’ એમ કહેતાં એ ફરી બોખલે મોઢે મને ય થૂંક ઊડે તેવી રીતે હસ્યા ‘પણ છોકરા છોકરીનો નવા વાછરડા જેવો ઊછળતો પ્રેમ જોઈને મને હસવું આવે છે. ઘાસમાં કે બાંકડા પર એકબીજાને કેવો રોમાંચ અનુભવતા ભેળ કે આઈસ્ક્રીમ ખવડાવે છે? તાજો જન્કફૂડ લઈ આવે છે.’ હું તો દાકતરોની ગોળીઓ વિના હજી જીવતો રહ્યો છું. ગોળીઓ લીધી હોત તો કદાચ... કહીને પાછા હસી પડ્યા. મને કહેઃ ‘નવા વાછરડાંની કૂદાકૂદ જોઈ મલકું છું.’

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved