Last Update : 02-May-2012, Wednesday

 

એક સાવ પ્રામાણિક, એક સાવ ભ્રષ્ટ
રાજકારણના સિક્કાની બે બાજુ ઃ પરીકર-માયાવતી

ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર

- બોફોર્સ કૌભાંડ કોંગ્રેસની ઉંઘ હરામ કરે છે ઃ ઢાંકપિછોડાનો પ્રયાસ

ભારતના રાજકારણમાં ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પરિકર અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતી બંને ઉત્તર ઘુ્રવ-દક્ષિણ ઘુ્રવ સમાન છે. એક જણ આઈઆઈટી એન્જીનીયર છે જેણે નોકરી છોડીને જાહેર સેવામાં ઝંપલાવ્યું છે જ્યારે બીજા માઘ્યમિક સ્કૂલના ટીચર હતા અને કાંશીરામે તેમને વારસદાર તરીકે સ્વીકાર્યા પછી રાજકારણમાં આવ્યા. રાજકારણમાં આવતા પહેલાં તે ખુબ ગરીબ હતા. હવે તેમની પાસે અઢળક સંપત્તિ છે. પરિકર એ સામાન્ય મઘ્યવર્ગમાંથી આવે છે. તેમની પાસે આડેધડ વપરાય એવો પૈસો નથી. એક એકદમ પ્રમાણિક છે તો બીજા એકદમ ભ્રષ્ટ છે. ભાજપની ટીકીટ પર જીત્યા પછી એક જણ કેથોલીક ક્રિશ્ચયનનું વિશેષ ઘ્યાન રાખે છે જ્યારે બીજા ચૂંટણી લાભો ઉઠાવવા વર્ગભેદ અને જાતિભેદને મહત્વ આપે છે. એક જણ ગોવાની અંદર અને બહાર સિક્યોરીટી વગર ફરે છે જ્યારે બીજા જ્યાં જાય છે ત્યાં કારનો કાફલો અને ભરી બંદુકે સિક્યોરીટી ગાર્ડ સાથે રાખે છે. એકને સિક્યોરીટી વિના ચાલતું નથી તો બીજાને સિક્યોરીટી સાથે ફરવું ગમતું નથી.
આ બંને રાજકારણીઓ વચ્ચેની કામ કરવાની સ્ટાઈલમાં પણ ઘણો ફર્ક છે. ગોવાના મુખ્ય પ્રધાન પરીકર ગોવા સરકારના હેલિકોપ્ટરનો ઉપયોગ નથી કરતા, તે કોમર્શીયલ ફ્‌લાઈટના કોમન ક્લાસમાં પ્રવાસ કરે છે. આ ઉપરાંત આગળની સીટ કે જ્યાં પગ લંબાવવાની પૂરતી જગ્યા હોય તે સીટ મેળવવા પણ તે ક્યારેય આગ્રહ નથી કરતા. તે તેમના કપડાંની નાની બેગ સાથે લઈ જાય છે અને અન્ય પ્રવાસીઓની સાથે એરપોર્ટ બસમાં બેસે છે. વિમાન મથકે પણ તેમને આવકારવા કોઈ અધિકારીઓ કે ચમચાઓ નથી હોતા. તેનાથી વિરૂદ્ધ માયાવતી વિમાન સુધીપોતાની બુલેટ પ્રુફ કારમાં જવાનું પસંદ કરે છે, તેમજ કોઈપણ સિક્યોરીટી ચેકઅપમાંથી પસાર થયા વિના આગળ વધે છે. જોકે માયા એ માયા છે પરંતુ પરિકરે હકીકતે પ્રજાની સેવા કરવી શરૂ કરી છે.
બોફોર્સ કેસના પોપડાં
બોફોર્સ લાંચ કેસ બંધ થવાનું નામ જ લેતો નથી. દરેક વખતે તેને દબાવી દેવાનો પ્રયાસ થયો છે. પરંતુ કોણ જાણે કેમ તે આશ્ચર્યજનક રીતે માથું ઉંચકે છે અને જ્યારે માથું ઉંચકે છે ત્યારે કોંગ્રેસની ઉંઘ હરામ થઈ જાય છે. છાસવારે ઘૂણતા બોફોર્સ કૌભાંડથી પ્રજા પણ નારાજ છે કે શા માટે સત્તાવાળાઓ કડક પગલાં આ કેસમાં નથી ભરતા. બોફોર્સ કૌભાંડમાં છેલ્લો ઘટસ્ફોટ એવો છે કે આઝાદ ભારતના ઇતિહાસમાં કૌભાંડ પર ઢાંકપિછોડો આ કેસમાં મોટા પાયે થયો હતો જેના પ્રણેતા રાજીવ ગાંધી હતા. જ્યારે ક્વોટ્રોચી વડાપ્રધાનની ઇટાલીયન પત્ની સાથે સંબંધો રાખતા હતા ત્યારે તેમના નાણાકીય હીતો સચવાય તે જોવાય તે સ્વાભાવિક બની જાય છે.
રાજીવ ગાંધી સાથેની મિત્રતાના કારણે તેમને કેટલાક સોદા આસાનીથી મળતા હતા. સ્વીડીશ બોફોર્સ તોપનો સોદો એટલા માટે આગળ વધારાયો હતો કે તેમાં ક્વોટ્રોચીનું હીત સંકળાયેલું હતું. દિલ્હીમાં રહેતા ક્વોટ્રોચીએ કેટલાક સોદાઓમાં કમીશન લીઘું હતું, જે ઓવરઓલ તો ગાંધી કુટુંબને આભારી હતું.
એપ્રિલ-૧૯૮૭માં સ્વિડનના રેડિયો એ બોફોર્સ કૌભાંડનો ઉલ્લેખ કરીને ખળભળાટ મચાવ્યો હતો. સ્વિડનના પોલીસ વડા સ્ટીન લીન્ડ સ્ટોર્મે ગોટાળા અંગે ઉલ્લેખ કર્યો હતો. ભારતમાંથી તપાસ માટે ઉચ્ચસ્તરીય સીબીઆઈની ટીમ સ્વીડન પણ ગઈ હતી પરંતુ લીન્ડસ્ટોર્મને મળી નહોતી !! લીન્ડસ્ટોર્મ રાહ જોઈને બેસી રહ્યા હતા પરંતુ પ્રજાના ટેક્સના પૈસે સ્વીડન જઈને તપાસ ટીમ પાછી આવી ગઈ હતી.
આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે લીન્ડસ્ટોર્મે પોતાની તપાસ ટીમ સ્વીડનથી દિલ્હી મોકલી ત્યારે સીબીઆઈનો કોઈ અધિકારી કે સરકારનો કોઈ અધિકારી તેમને મળવા આગળ નહોતો આવ્યો.
સ્વીડનની તપાસ ટીમ ભારતના અધિકારીઓને મળ્યા વગર પાછી ફરી હતી.
નવી દિલ્હીમાં જ્યારે ફરી કોંગ્રેસની સત્તા આવી ત્યારે ક્વોટ્રોચીને દેશ છોડીને ભાગી જવા દેવાયો હતો. એનાથી પણ મોટી કમનસીબીની વાત તો એ છે કે ક્વોટ્રોચીએ લાંચના પૈસા જે બેંકમાં રાખ્યા તા તે ખાતુ ફરી ચાલુ કરવા અધિકારીને લંડન મોકલ્યા હતા. સરકારે ઢાંકપિછોડાના ઘણાં પ્રયાસો છતાં બોફોર્સનું ભૂત વારંવાર ઘૂણે છે જે કોંગ્રેસને બદનામ કરે છે.
સંિઘવી અને સેક્સ સીડી
અભિષેક મનુ સંિઘવી સામેની સમસ્યાઓનો કોઈ અંત આવતો હોય તેમ દેખાતું નથી. કોંગ્રેસના હાજર જવાબી પ્રવક્તા સેક્સ સીડી કાંડના વિવાદમાં બરાબરના ફસાયા છે. હવે રાજ્યસભામાંથઈ તેમનું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પક્ષના ટોચના નેતાઓએ તેમને દુર હડસેલી દીધા છે. તેમના અને કોંગ્રેસના અન્ય વકીલ સભ્યો વચ્ચે જાણે કોઈ સંબંધ નથી એમ દેખાઈ રહ્યું છે. કેટલાક તો સંિઘવી સામેની નારાજગી છુપાવતા પણ નથી.
જોકે સીડી વિવાદથી વિરોધપક્ષ દુર છે એમ પણ માનવાની જરૂર નથી કેમ કે વિરોધ પક્ષ આ સેક્સ સીડીનો મુદ્દો સંસદમાં ઉઠાવશે.
માનનીય સાંસદ સચીન...
રાજ્યસભામાં સચીન તેંડુલકરના નોમીનેશનનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા અનુસાર પોતાની આઈપીએલ ટીમ ધરાવતા મુંબઈના એક પાવરફૂલ ઉદ્યોગપતિએ સચિન તેંડુલકર માટે યોગ્ય જગ્યાએ (એહમદ પટેલને) રજૂઆત કરતાં નોમીનેશન થયું હતું. કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો તે મહારાષ્ટ્રમાં સત્તા પર કબજો જમાવી રાખવા માગે છે. જોકે સચિન આવો કોઈ રાજકીય લાભ ઉભો કરે એવો નથી. બીજી તરફ સચિનના સમર્થકો આ નોમીનેશનનો વિરોધ કરી રહ્યા છે. તે સાંસદ તરીકે કોઈ ખાસ કામગીરી કરી શકે એમ નથી એવું તેના સમર્થકો માને છે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved