Last Update : 02-May-2012, Wednesday

 

સ્ત્રીઓને હાર્ટ એટેક આવે ? ના આવે માટે શું કરવું જોઈએ ?

હેલ્થ ટીટબીટ્સ

 

આજ સુધી એમ માનવામાં આવતું હતું કે પુરૂષોને માનસિક તનાવ (સ્ટ્રેસ) હોવાને કારણે સ્ત્રીઓની સરખામણીમાં ૩૦ વર્ષ પછી હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે હોય અને સ્ત્રીઓને જ્યારે મેનોપોઝ આવે ત્યાર પછી એટલે કે ૪૫ થી ૫૦ વર્ષે જ્યારે ‘ઇસ્ટ્રોજન’ શરીરમાંથી નીકળતું બંધ થાય ત્યારે હાર્ટ એટેક આવે. હવે આજના વેગવાળા અને જ્યાં વસ્તી વધારો છે અને સ્પર્ધા છે ત્યાં હવે એવું કોઈ બંધન હાર્ટ એટેક માટે રહ્યું નથી. પુરૂષો અને સ્ત્રીઓ સૌને ૩૦ થી ૪૦ વર્ષે હાર્ટ એટેક આવવાના ચાન્સ છે. ફરક એટલો કે સ્ત્રીઓના હાર્ટએટેકનાં લક્ષણો જુદા છે.
હાર્ટ એટેકના સંભવિત કારણો (જે સ્ત્રીઓ અને પુરૂષો બંનેને લાગુ પડે છે)
૧. વધારે વજન ૨. ડાયાબીટીસ ૩. બી.પી. ૪. વારસાગત ૫. કસરત કે શ્રમનો અભાવ ૬. કોલેસ્ટ્રોલનું વઘુ પડતું પ્રમાણ ૭. સ્ટ્રેસ ૮. દારૂ તમાકુની ટેવ
હાર્ટ એટેકના લક્ષણો કયાં ?
અમેરિકામાં એક લાખ વ્યક્તિઓ જેમને હાર્ટ એટેક આવ્યો હતો તેમનો અભ્યાસ કરતાં સંશોધકોએ સ્ત્રીઓની હાર્ટ એટેકના આટલા લક્ષણો ગણાવ્યા છે. ૧. છાતીમાં ડાબા ભાગમાં સ્તનની નીચે સાધારણ દુઃખે. પુરૂષોની માફક આ દુખાવો સખત ના હોય. તેમજ સહન ના થાય તેવો પણ ના હોય. આ દુખાવા સાથે દબાણ થતું હોય તેમ લાગે તે પણ સાધારણ જ લાગે. ૨. આ સાથે ડોક, ખભા અને પીઠના ઉપરના ભાગમાં થોડોક જ દુખાવો કે અનઈઝીનેસ જેવું લાગે. ૩. શ્વાસની ગતી વધે એટલે કે તમારે ઝડપથી શ્વાસ લેવો પડે. ૪. ઉબકા આવે. ૫ ઉલટી પણ થાય. ૬. પરસેવો થાય. ૭. મગજ ખાલી થઈ ગયું હોય તેવું લાગે. ૮. ચક્કર આવે. ૯. કારણ વગર સખત થાક લાગે. ૧૦. શું કરવું તે સુઝે નહીં. આ બધા લક્ષણો સામાન્ય હોય. પુરૂષોની માફક બ્રેસ્ટ બોન (છાતીનું આગળનું હાડકું) ની નીચે પેટના ભાગમાં ન સહન થાય તેવો દુખાવો જેમાં દરદી બુમો પાડે એવો અથવા એવા પ્રકારનો દુખાવો સ્ત્રીઓમાં થાય નહીં. સંશોધકોએ સ્ત્રીઓ અને પુરૂષોના હાર્ટ એટેકમા ંઆવો ફરક કેમ છે તેનું કારણ પણ જણાવ્યું છે; પુરૂષોને મોટી નળીઓમાં બ્લોક (ક્લોટ) હોવાથી તેમને દુખાવો પુષ્કળ વધારે પ્રમાણમાં હોય છે જ્યારે સ્ત્રીઓમાં મોટી આર્ટરી સાથે નાની નાની આર્ટરીમાં બ્લોક હોય છે માટે જ તેમના હાર્ટ એટેકને ‘સ્મોલ વેસલ હાર્ટડીસીઝ’ એવું નામ આપેલું છે. આમાં ગરબડ એટલી કે પુરૂષોને ગંભીર (સીવીયર) લક્ષણો હોય છે માટે તેમને તાત્કાલીક હોસ્પિટલની કે ફર્સ્ટ એઈડની મદદ મળે છે જ્યારે સ્ત્રીઓને જ્યારે તેમને થયેલા હાર્ટ એટેક માટે હોસ્પિટલમાં લાવવામાં આવે છે ત્યારે તેમના હાર્ટને ઘણું નુકશાન થઈ ગયું હોય છે. આ માટે જ્યારે જ્યારે સ્ત્રીઓમાં આગળ બતાવેલા સામાન્ય લક્ષણો થાય ત્યારે પણ તાત્કાલીક હાર્ટ સ્પેશ્યાલીસ્ટ (કાર્ડીઓલોજીસ્ટ)ને બતાવવું સલાહભર્યું છે. ખાસ યાદ રાખો. સ્ત્રીઓ મોટે ભાગે સામાન્ય લક્ષણોને ગણકારતી નથી પણ નીચેના મુખ્ય લક્ષણો જો સ્ત્રીઓમાં દેખાય તો વિના વિલંબે હોસ્પિટલમાં દાખલ કરી દેવા જોઈએ. ૧. ખૂબ થાક લાગે. ૨. શ્વાસ પુરતો લેવાય નહીં. ૩. ખોરાકનું પાચન ના તાય. ઉલટી ને ઉબકા આવે. ૪. જડબામાં અને ગળામાં દુખે ૫. ડાબો હાથ દુઃખે. અમેરિકાના પ્રખ્યાત કાર્ડીઓલોજીસ્ટ અને અમેરિકન હાર્ટ એસોસીએશન (લોસ એન્જલસ)ના પ્રેસીડેન્ટ ડૉ. મેગલીઆટોએ સ્ત્રીઓના હાર્ટ એટેકના સંશોધન પછી એટલું જણાવ્યું છે કે સ્ત્રીઓએ હાર્ટ એટેકથી બચવું હોય તો ખુબ અગત્યની આટલી વાતો ઘ્યાનમાં લે ૧. કોઈપણ રીતે વજન ઓછું કરે અને આના કરતાં પણ અગત્યની વાત ૨. નિયમિત કસરત કરે. આ ઉપરાંત વારસાગત ડાયાબીટીસને કંટ્રોલમાં રાખે. ૩. આજના જમાનામાં ફક્ત પુરૂષોને જ સ્ટ્રેસ હોય તેવું નથી. સ્ત્રીઓને ઘરની જવાબદારી, બાળકોનું ઘ્યાન અને તેમાં પણ વર્કીંગ વુમન એટલે કે નોકરી કે બીઝનેસ કરતી સ્ત્રીઓમાં ંપુરૂષો કરતાં સ્ટ્રેસ વધારે હોય છે. આ માટે સ્ત્રીઓએ થોડું મેડીટેશન કરવું અને યોગામાં પણ ભાગ લેવો જોઈએ. ૪૦ વર્ષ પછી બી.પી. ડાયાબીટીસ અને હાર્ટ એટેક માટે ખાસ દર વર્ષે મેડીકલ ચેકઅપ પણ જરૂરી છે. ડોક્ટરોએ સ્ત્રીઓ માટે એક અગત્યની વાત પણ જણાવી છે જેને ‘મેટાબોલીક સિન્ડ્રોમ’ નામ આપેલ છે. મેટાબોલીક સિન્ડ્રોમ એટલે ૧. પેટ ઉપર વધારે પડતી ચરબી ૨.. હાઈ બ્લડપ્રેશર ૩. હાઈ બ્લડસુગર ૪. હાઈ ટ્રાઈગ્લીસરાઈડઝ જેને આ ચાર વસ્તુ (મેટાબોલીક સિન્ડ્રોમ) હોય અને તે ઉપરાંત આગળ જણાવ્યા પ્રમાણે સ્ટ્રેસ (માનસિક તનાવ) અને ડીપ્રેશન હોય તેને હાર્ટ એટેક આવવાની શક્યતા (ખાસ કરીને મેનોપોઝ પછી) ૧૦૦ ટકા છે. આખી વાતને ટુંકાણમાં જણાવું તો,
૧. સ્ત્રીઓને હાર્ટ એટેક આવવાની શક્યતા પૂરેપુરી છે.
૨. સામાન્ય ફરિયાદ હોય ત્યારે પણ કાર્ડીઓલોજીસ્ટ પાસે જવું જરૂરી છે.
૩. નિયમિત કસરત કરવી ખૂબ જરૂરી છે.
૪. વજન અને ખાસ કરીને પેટની ચરબી ઓછી થાય તેવો પ્રયત્ન ખોરાકનું ઘ્યાન રાખી કરવો જોઈએ.
૫. બી.પી. અને ડાયાબીટીસ વધે નહીં તેનો ખ્યાલ રાખવો જોઈએ. આ માટેની દવાઓ અને પરેજી પાળવી જોઈએ.
૬. માનસિક તનાવ માટે મેડીટેશન અને યોગાઘ્યાન કરવું જોઈએ.
૭. ઉપરની બધી વાતોનું મેનોપોઝ પછી ખાસ ઘ્યાન રાખવું જોઈએ.
- મુકુન્દ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved