Last Update : 02-May-2012, Wednesday

 

જુનાગઢના માણાવદરના કતકપુરા ગામના જેવી જ કારમી ઘટના
ત્રણ વર્ષીય અબુધ બાળકીને પારેવાની જેમ પીંખી નાંખનાર હવસખોર શયતાનની ફાંસીની સજા સુપ્રિમ કોર્ટે કાયમ રાખી

ક્રાઇમવોચ - જયદેવ પટેલ
- ખેતરના ખૂણામાં નગ્ન હાલતમાં બાળકીની લાશ પડી હતી ઃ છાતી-ગાલ તથા ખભા ઉપર બચકાં ભર્યા હતા ઃ નાક તથા મોંઢામાં લોહીના રેલા થીજી ગયા હતા ઃ ખુદ પરણિત એવા વાસનાભૂખ્યા વરૂએ દર્દનાક અત્યાચાર ગુજાર્યો
- બાળકીની અવદશાની વીતક કથા સાંભળીને કંપારી છૂટી જાય છે ઃ સુપ્રીમનો સખ્ત આક્રોશ

ગુજરાતના જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાનકડા એવા કતકપુરા ગામની ત્રણ વર્ષની અબુધ બાળકીને હોળીના રંગપર્વની આથમતી સંઘ્યાએ ઉઠાવી જઈને તેના ઉપર પાશવી બળાત્કાર ગુજારીને પારેવાની જેમ રહેંસી નાખનાર નરાધમને અદાલતે ગુનેગાર ઠરાવીને આજીવન કઠોર કારાવાસની સજા ફરમાવી હોવાની વ્યથા કથા ગત સપ્તાહમાં પ્રગટ થઈ હતી. આવી જ વઘુ એક દર્દનાક કથા આ લેખમાં પ્રસ્તુત કરી છે. જેમાં આવો જ અધમ અપરાધ આચરનાર હવસખોરને ટ્રાયલ કોર્ટે ફરમાવેલી ફાંસીની સજા સુપ્રિમ કોર્ટે કાયમ રાખી હતી.
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના આસરા ગામે સભ્ય સમાજમાં ખળભળાટ મચાવી મૂકે તેવી શરમજનક ઘટના બની હતી. આસરા ગામની સીમના ખેતરમાં ત્રણ વર્ષની બાળકીની નગ્ન હાલતમાં લાશ પડી હોવાની વાત આંધીની જેમ ફરી વળી ત્યારે ગામલોકોનું થોકબંધ ટોળું ખેતરાં દોડી આવ્યું હતું. ફૂલ જેવી નાજુક તથા કોમળ બાળકીની હૈયુ કંપાવી મૂકે તેવી લાશની અવદશા નિહાળીને ટોળામાં કમકમાટી પ્રસરી ગઈ હતી. નગ્ન હાલતમાં પડેલી બાળકીનીલાશ ઉપર કોઈ વાસના ભૂખ્યા વરૂએ તેની કેવી હાલત બનાવી દીધી હતી તેની નિશાની જોવા મળી હતી. બાળકીની છાતી-ખભા અને ગાલ ઉપર ઝનૂની બનેલા નરાધમે બચકા ભર્યા હતા. બાળકીના ગુપ્તાંગ તથા મોં અને નાકમાંથી વહી રહેલા લોહીના રેલા થીજી ગયા હતા. ત્રણ વર્ષની બાળકી ઉપર અમાનવીય બળાત્કાર ગુજારનાર હવસખોરે બાળકીનું ગળું દબાવીને તેને પરલોકમાં પહોંચાડી દીધી હતી. રાક્ષસી બળાત્કાર તથા કાળજુ કંપાવી મૂકે તેવી હત્યાની આ ઘટના જોવા એકઠી થયેલી લોકોની ભીડમાં પ્રચંડ રોષ ભભૂકીઊઠ્યો હતો. ‘‘હરામી કૂત્તે કો કાટ ડાલો... સાલે કો જીંદા જલા ડાલો...!!’’ જેવા લોકોના પોકારોથી વાતાવરણ ખળભળી ઊઠ્યું હતું.
બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ મથકના અધિકારી પોલીસનો કાફલો લઈને ખેતરમાં દોડી આવ્યા હતા. મહાપ્રયાસે ટોળાને શાંત પાડ્યા બાદ બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રવાનાકરી હતી. તેમજ બળાત્કાર તથા ખુનનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે સહુપ્રથમ તો આ અબુધ બાળકીને છેલ્લા જીવિત કોણે જોઈ હતી તેને આધારરૂપ ગણીનેઆ વ્યક્તિની ભાળ મેળવવાની કવાયત શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે - આ બાળકીના પિતાની દુકાને નોકર તરીકેકામ કરતા રાજેન્દ્ર પ્રહલ્લાદ વાસનિક નામના ૩૧ વર્ષીય યુવકને આસરા ગામના કેટલાક લોકોએ બાળકીને સાયકલ ઉપર બેસાડીને લઈ જતા જોયો હતો. બસઆટલી માહિતી પોલીસ માટે પર્યાપ્ત હતી. ઘડીની પણ રાહ જોયા વગર તપાસ અધિકારીએ રાજેન્દ્ર વાસનિકને ઝડપી લીધો હતો અને પોલીસ મથકમાં લાવીને ‘થર્ડ ડીગ્રી’ અજમાવીને પૂછપરછ શરૂ કરી ત્યારે આખીયે કરૂણ ઘટનાની કડીબદ્ધ કહાણી પ્રકાશમાં આવી હતી.
રાજેન્દ્ર વાસનિક પરણિત હોવા છતાં તેના તનબદનમાં વાસનાની આગ ભડભડ ભડકતી હતી. એક દિવસે તેણે આ બાળકીને બિસ્કીટ અપાવવાની લાલચ આપીને પોતાની સાથે લીધી હતી. વળી બાળકી પણ રાજેન્દ્ર તેના પિતાની દુકાને નોકરી કરતો હોવાથી તેનાથી પરિચિત હતી. આથી ‘અંકલ’નો હાથ પકડીને બિસ્કીટની લાલચમાં તેની સાયકલ ઉપર બેસી ગઈ હતી. ત્યારબાદ નરાધમે આ ગભરુ બાળકીનો કેવો દર્દનાક આખરી અંજામ લાવી દીધો હતો તેનો શબ્દશઃ ચિતાર પોલીસ સમક્ષ રજુ કર્યો હતો.
નાગપુર જિલ્લાની સેશનસ અદાલતે આ ચકચારભર્યા ખૂન કેસના આરોપી રાજેન્દ્ર વાસનિકને ગુનેગાર ઠરાવીને ફાંસીની સજા ફરમાવતો ચૂકાદો આપ્યો હતો.
ટ્રાયલ કોર્ટે ફરમાવેલી ફાંસીની સજાને મુંબઈ હાઈકોર્ટે પણ કાયમ રાખી હતી. આથી ફાંસીના ફંદામાંથી બચવા આ નરાધમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
સુપ્રિમ કોર્ટના ન્યાયમુર્તિ એ. કે.પટનાયક તથા ન્યાયમુર્તિ સ્વતંત્રકુમારની ડીવીઝન બેન્ચ સમક્ષ આ અપીલની આખરી સુનાવણી નીકળી હતી. સુનાવણી દરમ્યાન આ હવસખોર અપરાધીએ આચરેલા ભયાનક અપરાધની દર્દનાક કથા સાંભળીને ન્યાયમુર્તિઓએ ઘડીભર માટે આઘાત અનુભવ્યો હતો. આવા વાસના ભૂખ્યા વરૂઓને સભ્ય તથા સંસ્કૃતસમાજમાં છૂટા ફરતા રાખવામાં આવે તો તે સમાજ માટે હંિસક બની જાય તેવી દહેશત વ્યક્ત કરીને આરોપીની અપીલ ફગાવી દઈને ફાંસીની સજાનો હુકમ કાયમ રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ન્યાયમુર્તિઓએ ચૂકાદામાં તીવ્ર આક્રોશ વ્યક્ત કરતાં નોંઘ્યું હતું કે - ‘‘એક ગભરૂ-અબુધ બાળકી ઉપર આ હેવાન નરાધમે જે ભયાનક અત્યાચાર આચર્યો છે તેને ક્યારેય માફ કરી શકાય નહીં. ૩૧ વર્ષીય અપરાધી કે જે ખુદ પરણિત છે છતાંયે હવસખોર હેવાન બનીને આ બાળકીન સૂમસામ ખેતરના ખૂણામાં જે રીતે પીંખી નાંખી હતી તેની હકીકત જાણ્યા પછી કંપારી છૂટી જાય છે. આવા હંિસક વરૂને તેના કરતૂતો માટે ક્યારેય માફ કરી શકાય નહીં. આ ભયાનક આદમખોરે એક અબુધ બાળકીની બેરહમીપૂર્વક અવદશા કરીને તેને પીંખી નાંખી હતી તેની વાત જાણીને પણ કંપારી છૂટી જાય છે.’’
સુપ્રિમ કોર્ટે ચૂકાદામાં વઘુમાં નોંઘ્યું હતું કે - આ ભયાનક નરાધમે આચરેલા અઘોર અત્યાચારનો ચિતાર જ તેની વાસનાની ભૂખ કેવી હંિસક બની ગઈ હતી તેનો નિર્દેશ પૂરો પાડે છે. ન્યાયમૂર્તિ સ્વતંત્રકુમારે વઘુમાં નોંઘ્યું હતું કે - ‘‘એક નાદાન-નાસમજ બાળકી કે જેને હજુ તો આ દુનિયાનું દર્શન કરવાનું બાકી હતું ત્યાં જ તેને શયતાને મોતની ગોદમાં સુવાડી દીધી છે. આ ગભરુ બાળકી ઉપર ભૂખ્યા જાનવરની જેમ તૂટી પડેલા આ આદમખોરે બાળકીની છાતી-ગાલ તથા ખભાના ભાગે ક્રૂરતાપૂર્વક જે બચકા ભર્યા હતા તેની હાલતની કલ્પના કરતાં યે કંપારી છૂટી જાય છે. આ ઘડીએ આ બાળકીએ જે કોઈ યાતના ભોગવી હશે તેની વીતક માટે શબ્દો શોઘ્યા પણ જડે નહીં તેવી આ કારમી કરૂણ કથા છે.’’
સુપ્રીમ કોર્ટની ડીવીઝન બેન્ચના ન્યાયમૂર્તિઓએ મુંબઈ હાઈકોર્ટની મંજુરીની અપેક્ષાએ ટ્રાયલ કોર્ટે ફરમાવેલી ફાંસીની સજાને કાયમ રાખતો ચૂકાદો આપતાં છેલ્લે નોંઘ્યું હતું કે - આવા ભયાનક અપરાધીને ક્યારેય માફ કરી શકાય નહીં. આ કેસ ‘રેરેસ્ટ ઓફ રેર’ના અપરાધની વ્યાખ્યામાં આવે છે. સ્વચ્છતથા સભ્ય સમાજમાં પણ વાસના ભૂખ્યા હવસખોર માનવીઓ ક્યારેક કેવો ભયાનક અપરાધ આચરે છે તેની વાસ્તવિક હકિકત આ કેસમાં તાદ્રશ્ય જોવા મળી છે...!! વિકૃત માનસિકતા ધરાવતો માનવી ક્યારેક કમનસીબ - શરમજનક એવો ગુનો કરે છે તેનો નિર્દેશ આ કેસમાં પૂરેપૂરો જોવા મળ્યો છે. આ સંજોગોમાં અપરાધીને ફરમાવાયેલી ફાંસીની સજા કાયમ રાખવામાં જ સભ્ય સમાજની સલામતી જળવાઈ રહેશે...!!

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved