Last Update : 02-May-2012, Wednesday

 

તમે ૩૪૫-પટેલને ઓળખો છો ?

બુધવારની બપોરે - અશોક દવે


સિક્સર
આ યોગાનુયોગ હશે, પણ છાપામાં છેલ્લા પાને છપાતા બેસણાંના ફોટાઓમાં એકે યનું મોઢું કદી હસતું જોયું ?
- અર્થ સ્પષ્ટ છે..... આવો ફોટો જલ્દી ન છપાવવો હોય તો મોઢું હસતું રાખો !

 

આપણે ત્યાં કે કોઇને ત્યાં, હજી સુધી માણસો કે ઢોરોના નામ જ પાડવામાં આવે છે, નંબરો નહિ. કોઇનું નામ ‘‘૩૪૫-પટેલ’’ સાભળ્યું ?અમારી વહાલસોયી દીકરી ૨૫૬-ના શુભ લગ્ન પોરબંદરના શ્રીમાન ૨૮,૯૮,૫૬૪ના સુપુત્ર ‘‘ ૩૬-કુમાર સાથે યોજાયા છે...’’ અમિતાભવાળી રેખાએ એની બિલ્લીનું નામ ‘પિસ્તી’ રાખ્યું હતું, પિસ્તાળીસ-નહિ. બચ્ચનને તો અમથો ય નંબર અપાય એવું નહતું. રેખાને એમ કાંઇ બચ્ચનનો નંબર કેટલામો છે, તે કાંઇ યાદ ન આવે.
દુનિયા મારૂં સૂચન સ્વીકારશે તો ભવિષ્યમાં નામને બદલે આવા નંબરો પડશે. ‘‘ડો.- ગુણ્યા - ૧૭ ભાગ્યા - ૨૩૫ = ઝૂનઝૂનવાલા’’
પાળેલા ડોગી (કૂતરાઓ)ના નામો ‘સુમો’, ‘ભરતકુમાર’ કે ‘મેડોના’ રખાય છે. નવરંગપુરાની એક મહિલાનો કૂતરો ભસતા-ભસતા ય શરમાતો હતો, તો એનું નામ ‘કરણ જોહર’ પાડ્યું છે, પણ આજ સુધી કોઇ ડોગીના નામને બદલે નંબર રાખીને, ‘‘આ તમારો ૩૬-૩૬ તો ગમે તેને - ગમે ત્યાં બચકું તોડી લે છે.... જરા સારા સંસ્કાર આપો.’’ એવું સાંભળ્યું નથી. અહીં એવું ન કહી શકાય કે, ‘‘૩૫-માં હોય તો ૩૬-માં આવે ને....?’’ એટલે કે, કૂવામાં હોય તો હવાડામાં આવે ને ?
મહાન સંગીતકાર નૌશાદ સાથે બીજા એવા જ જીનીયસ સંગીતકાર સજ્જાદ હુસેનને ઊભે ય બનતું નહિ, એટલે એમની ઉપર રોજ ઝેર ઓકવા સજ્જાદે પોતાના કૂતરાનું નામ ‘નૌશાદ’ રાખ્યું હતું. ‘‘બેટે નૌશાદ, આ ....જરા મેરે જૂતે ચાટ લે!’’
ઇન ફેક્ટ, બહુ ઓછાઓને પોતાનું નામ ગમતું હોય છે, કારણે કે એ પોતે પાડ્યું નથી ને? અમે કોલેજમાં હતા ત્યારે (હા....હવે! એટલું તો ભણ્યા હોઇએ ને ? ....જવાબઃ તમને જોઇ-સાંભળીને લાગતું તો નથી ! જવાબ પૂરો) ખાસ કરીને ઉત્તર ગુજરાત બાજુથી આવનારાઓ ઇંગ્લિશમેનો જ હોય. કોઇ ‘આર.કે’ તો કોઇ સી.એમ. તો કોઇ ‘સીસી’. પહેલા તો ફક્ત નામ સાંભળ્યું હોય કે સ્પોટ્‌ર્સ-રૂમમાં કોઇ આર.કે. ટેબલ-ટેનિસ સારૂં રમે છે. આર.કે. એટલે આપણને તો એમ કે, હશે કોઇ રાજ કપૂરના ખાનદાનનો કે એના જેવો દેખાતો હશે. એ તો નંદુની કિટલી પર ખબર પડે કે, ભ’ઇનું મૂળ નામ ‘રૂઘનાથભ’ઇ ખોડાભ’ઇ છે, એનું આર.કે. કર્યું છે. સી.સી. એટલે ‘ચંપક ચણીબોર’. ‘સી.એમ.’ એટલે ચીફ મિનિસ્ટર નહિ.... ચિરાગ મણીલાલ.
નવાઇઓ એ વાતની લાગે કે, કાં તો કોઇએ પાડ્યા ન હોય એવા નામ પાડવા અથવા તો સદીઓથી ચાલ્યા આવતા નામો પાડી દેવામાં આપણી બે જ્ઞાતિઓ મશહૂર છે. નાગરોએ પાડેલા નામોના અર્થ.... જરૂરી નથી કે, જગતની કોઇ પણ ભાષામાં નીકળતા હોય. ઘૂન એક જ કે, કોઇએ ન પાડ્યું હોય એવું નામ પાડવું. બીજી બાજુ, પટેલોને માણસોમાં રસ એટલો એમના નામકામમાં નહિ, એટલે આખી દુનીયાની અડધી વસ્તી જેટલા તો ‘રમેશ પટેલો’ છે. મારા મોબાઇલમાં બઘુ મળીને ૧૮-તો ભરત પટેલો નીકળે. લોહાણામાં બાળક જન્મ્યું હોય, એટલે બીજી કોઇ તપાસ જ નહિ કરવાની, છોકરાનું નામ તો ‘ઘનશ્યામ’જ પાડવાનું. ઉપર પહોંચી ચૂકેલાઓનો આંકડો ય લઇએ તો, દુનિયાભરમાં ૮૦૦-કરોડ તો એકલા ‘ભરત ઠક્કરો’ છે. નવાઇ જૈનોની લાગે કે, આમ પોતાને હંિદુ ગણવાના નહિ અને પોતાના ભગવાન માટે મુસલમાનોના ખુદા જેવું ઝનૂન, છતાં હજારો જૈનોનું નામ ક્યા મેળનું ‘મહેશ શાહ’ રખાય છે, તેની ખબર નથી.
હવે હિસાબ તપાસો, તો એ જ લોકો બધા વર્ષોથી અમેરિકા સેટલ થયા છે. ત્યાં ‘મહેશ’નો ‘મૅક્સ અને જયેશનો’ ‘જેક્સ’ થઇ ગયો છે, એમાં પાકી ખબર નથી કે સુરેશનો ‘સેક્સ’ને ફાલ્ગુનનો ‘ફેક્સ’ થયો છે કે નહિ.
આમે ય અમારા કાઠીયાવાડમાં કે એ લોકોના ઉત્તર ગુજરાતમાં કોઇએ ‘શ’ શુઘ્ધ રહેવા જ દીધો નથી. (આઇ મીન.....‘સ’ ‘સુઘ્ધ’ રહેવા દીધો નથી!) હું ગામમાં કહેતો ફરૂં કે, ભાષા અને ઉચ્ચારો શુઘ્ધ હોવા જોઇએ, પણ મારા ઘેરથી જ મને ‘અસોક’ કહેવામાં આવે છે અને તે ય જામનગરી ઉચ્ચાર મુજબ, ‘અ’ સળંગનો બે વાર બોલાય.... ‘અઅસોક....’ તારી ભલી થાય ચમના.... વાઇફૂં દેખાવમાં ગમે એવીઓ હાલે, પણ ઉચ્ચારમાં તો હરખીની લાવવી જોઇ કે નય....? મોટા લેખકું થઇને હાલી નીકર્યા છો, તી ?
અ બન્ને પ્રદેશો ‘શ’ની જેમ ‘ળ’ પણ સ્વીકારતા નથી.....‘નરમાં પાણી આવતું નથી....!’ વળી સૌરાષ્ટ્રમાં મરદો તો ઘણા, પણ બોલવા-ચાલવામાં નાન્યતર જાતિનો મહિમા ઘણો ઊંચો. ‘તીયાં બઘ્ધાં સબદોનું રૂપાંતર નાનીયતર ઝાતિમાં થઇ જાય!’ આજકાલની કોલેજું ને સ્કુલુંમાં ભણાવાય છે જ કિયાં ? બાળકુમાં શારા શન્શકારૂં (સંસ્કારો) દેવા હોય, તો જાવું કિયાં ? ત્યાં તો ‘મરદ’નું બહુવચન પણ નાન્યતરમાં.....‘‘બેશણામાં ઘણા મરદું આઇવા’તા......!!’’ ભલભલા મરદ માણહને વચલી જાતિમાં ફક્ત અમારૂં કાઠીયાવાડ જ મૂકે....!
વર્ષો પહેલા અમદાવાદમાં ‘દૂરદર્શન’ શરૂ થયું, ત્યારે એક હીરોને ‘શ’ બોલવામાં તકલીફ. ડાયરેક્ટર એની સામે હન્ટર લઇને ઊભો રહે, તો ય એ ‘શ’ નો ઉચ્ચાર ‘ફ’ જ કરે. ‘‘આ નાટક અફોક દવેએ લખ્યું છે.... ફિલ્મ ‘ફોલે’માં ‘ફંજીવકુમારનું કામ એક્ફેલન્ટ છે, બોલો. પણ ફિલ્મ ‘ફિલફિલા’માં’ બચ્ચન પાસે ફફી કપૂર જામતો નથી’’.
ડાયરેક્ટર દીપક બાવસ્કરના ય દિવસો ભરાઇ ગયા હશે કે, શિક્ષણના એક કાર્યક્રમમાં આને બોલાવ્યો. હીરોએ શરૂ કર્યું, ‘‘આજકાલ ફિક્ફણમાં દમ નથી. બાળકોને હજી ‘ફાતડે-ફાતડે ફિત્યોતેર’ અને ‘બે ફાતડા-ફિત્યોતેર’ જ બોલાવાય છે.....!’’
મુંબઇવાળા મહારાષ્ટ્રીયનો આપણાં કરતા ઇંગ્લિશ વધારે સારૂં બોલે છે અને એમનો ભાષાપ્રેમ મને ગમે છે. ભારતમાં બંગાળીઓ અને મરાઠીઓએ જ પોતાની માતૃભાષાનું ગૌરવ જાળવ્યું છે. વ્હી. શાંતારામનો ‘વ્હી’ એટલે ‘રાજારામ વાનકુદ્રે શાંતારામ’, પણ ઇંગ્લિશ અક્ષર પ નો મરાઠીમાં ઉચ્ચાર ‘ર્ભંફ’ કેવી રીતે થઇ શકે, એ તો લોકો જ જાણે! છતાં, આજની તારીખે મરાઠીઓ પોતાના ઘરની બહાર નેઇમ - પ્લેટ ઇંગ્લિશમાં લખવાને બદલે માતૃભાષામાં લખે છે. ‘કિશોર’ કે ‘ણ.ભ. ્‌ચસરચહી’ને બદલે એ લોકો મરાઠી લિપીમાં ‘દ્વફ.ટ્ટછ.ઽ્‌ર્ઈંંઙ્ઘય લખશે. શ્ન.હ્લઢ.દ્વ્‌લ્ય કે હ્લઢ.લ્.યૈ્‌હ્લ્‌છક્નય.
આપણા દેસીઓ અમેરિકામાં સેટ થઇને પોતાના નામો અમેરિકનાઇઝ્‌ડ કરી નાંખીને દાવો કરે છે કે, આપણા ગુજરાતી નામો એ લોકોને બોલતા ફાવતા નથી, માટે અમારે ‘મહેશ’નું મૅક્સ’ કરવું પડે છે. આ હિસાબે દેસીઓ જગતમાં ભાઇચારાની કેવી ઉન્મત્ત ભાવના ફેલાવી રહ્યા છે... વાહ! ઇન્ડિયનોને એ લોકોના નામો બોલતા ન ફાવે, એ મજબુરી ઘ્યાનમાં રાખીને હજી સુધી એકે ય ધોળીયાને પોતાનું નામ ‘શ્વોર્ઝેનેગર’માંથી ‘સુબોધચંદ્ર’ કર્યું નથી. ર્ઘર્િારઅ ’ નું ‘દમયંતિ’ ક્યાંય સાંભળ્યું ? આપણી દમયંતિઓ ત્યાં જઇને ‘ડેમ’ થઇ ગઇ છે, એ જુદી વાત છે.
શેક્સપીયર ગમે તે કહી ગયો હોય, પણ જે કાંઇ હોય, તે બઘું નામમાં જ છે. ચીજ પોતાની હોવા છતાં આપણે જ બોલી/વાપરી શકતા નથી, તે આપણું નામ.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved