Last Update : 02-May-2012, Wednesday

 

બસ સ્ટેન્ડ પર માત્ર ત્રીસ મિનિટ માટે મળેલી છોકરીને યુવક ભૂલી શકતો નથી... ને અજંપાની આગમાં શેકાયા કરે છે...!

અસમંજસ - જોબન પંડિત
- કૃષ્ણ, તું એ છોકરી કૃષ્ણાની નજીક જવા માગતો હતો તો એણે સૂચવેલી બસમાં કેમ ન બેઠો ?
- છોકરી છોકરા પર ત્યારે જ ઓળઘોળ થાય છે કે જ્યારે તેની પ્રેમમય પ્રતિભાનો એ સ્વીકાર કરે છે !

પંડિતજી,
મારું નામ કૃષ્ણ છે. હું કોલેજના લાસ્ટ યરમાં અભ્યાસ કરું છું, પણ એક પ્રસંગ એવો બન્યો કે હું મારી જંિદગીનું ચેન ખોઈ બેઠો છું. દિવસો અજંપામાં પસાર થાય છે ને રાતની નંિદ હરામ થઈ ગઈ છે. પંડિતજી, મને આશા છે કે તમે જ આ બાબતમાં સાચી સલાહ આપી મને યોગ્ય માર્ગ બતાવશો.
પંડિતજી, દિવાળી વેકેશનમાં હું મારા મામાને ત્યાં સાવરકુંડલા ગયો હતો. બે દિવસ મામાને ત્યાં રોકાઈને હું રવિવારે પાછો ફર્યો. ત્યારે મામા ખુદ મને બસ સ્ટેન્ડે મૂકવા આવ્યા હતા.. મામાના ચાલ્યા ગયા પછી હું ભાવનગરવાળી બસ આવતાં હું તેમાં બેઠો... ત્યારે જ એક અજબ ઘટના બની ગઈ. એ જ બસમાં એક યુવતીએ પ્રવેશ કર્યો. તે યુવતી પણ એ જ બસમાં ક્યાંક જઈ રહી હતી. તે બેઠી. ત્યાં જ અચાનક ડ્રાઇવરે જાહેરાત કરી કે આ બસ કેન્સલ થઈ છે, માટે સૌએ નીચે ઊતરી બીજી બસમાં બેસવું.
હું તથા તે યુવતી નીચે ઊતર્યાં.
અમે અડધો કલાક જેટલો સમય બસ સ્ટેન્ડે ગાળ્યો. થોડીવાર પછી મહુધા-રાજકોટવાળી બસ આવી. ત્યારે તે યુવતીએ મને કહ્યું, ‘અત્યારે આપણે અમરેલી પહોંચી જઈએ. ત્યાંથી આપણને જેતપુર-ભાવનગરની બસ મળી જશે.’ પણ હું ગુંચવાઈ ગયો. કારણ કે મારે મહુવામાં કામ હોવાથી ત્યાં થઈને જવું પડે તેમ હતું. તેથી હું તે બસમાં ન ચડ્યો. તે બસ ઊપડી. હું થોડુંક દોડ્યો ત્યારે નીચે ઊભેલા તેને મૂકવા આવેલ સગાએ તેને ‘કૃષ્ણા’ નામથી સંબોધી ઃ ‘ભાણી કૃષ્ણા આવજે !’
પછી તો ભાવનગર પહોંચતાં સુધી મને બસ, તે યુવતીના જ વિચારો આવ્યા કરતા હતા. હું બને તેટલી ઝડપે ભાવનગર પહોંચ્યો, ત્યારે જેતપુર-ભાવનગર બસ આવી પહોંચી હતી... પણ અફસોસ તે બસમાં કૃષ્ણા નહોતી. બસ, તે દિવસ મારો ભરપૂર ઉદાસીમાં ગયો. આખો દિવસ મને કશું જ ગમ્યું નહિ. અને એ પછી તો ઘણા બધા દિવસો પસાર થઈ ગયા છતાં હું તે યુવતીને ભૂલી શક્યો નથી. આજે તો નોકરી કરું છું છતાં મારું મન કશામાં લાગતું નથી. એનો ચહેરો યાદ આવે છે. બસ, એની જ યાદ મારા દિમાગ પર છવાયેલી રહે છે... તે દિવસે તે બસ છોડવાનો રંજ આજે પણ મારા મનમાંથી ઓછો થયો નથી. કોને ખબર કે આ અઘૂરી વાર્તા પૂરી થશે કે નહિ. જોકે હું આશા ખોઈ બેઠો નથી. ઊંડે ઊંડે આશા છે કે તે મને એકવાર જરૂર મળશે. પણ હાલ તો પંડિતજી, હું બેચેનીની આગમાં જલી રહ્યો છું. લગ્નની ઇચ્છા જ મરી ગઈ છે. હું શું કરું ?
- કૃષ્ણ (ભાવનગર)
માણસ તક ચૂકી જાય છે ને પછી અજંપાની આગમાં આજીવન શેકાયા કરે છે, તેનું જીવનં ઉદાહરણ તારી ઘટનાએ પુરું પાડ્યું છે. કૃષ્ણ, જંિદગીમાં આવું પણ ક્યારેક બની જાય છે ને તેનો વસવસો કાયમ માટે રહેતો હોય છે... પણ તારી આખીય ઘટનાને હું જરા જુદી રીતે વિચારું છું.
કૃષ્ણા સાથેનો તારો સંબંધ માંડ ત્રીસ મિનિટનો હતો.. ને બસની રાહ જોતાં મુસાફરો એક મેક સાથે સંવાદ કરે તે તદ્દન સાહજિક છે. પ્રથમ દ્રષ્ટિએ અજાણી યુવતી કૃષ્ણા તારા મનમાં વસી ગઈ એટલી વાત બરાબર છે, પણ કૃષ્ણાના મનમાં તું વસ્યો કે નહિ, એની કોઈ સાબિતી છે તારી પાસે ? દૂરના મુકામે જતાં બે પેસેન્જર, પછી તે યુવક અને યુવતી જ કેમ ન હોય, પણ સ્વાભાવિકપણે પોતાના શહેર કે ગામમાં જવા કઈ બસ ક્યાં થઈને જશે, ને કઈ બસ ક્યાંથી મળશે ? - એવી બધી સ્વયંસૂચના આપે એને જંિદગીભરનો અજંપો ઓઢી લેવા જેટલી ‘પ્રેમ’ની પ્રગાઢતા ગણી શકાય ખરી ? કૃષ્ણ, બે ઘડીના સંબંધો તો ક્યારેક જ મમળાવવાના હોય, એ બેચેની અને અજંપાના પર્યાય ન બનવા જોઈએ !
છતાં માન કે તું જેમ કૃષ્ણા ભણી ખેંચાઈ ગયો, તો પછી એની વઘુ નજીક જવા માટે એણે જે માર્ગ બતાવ્યો તે તેં કેમ ન અપનાવ્યો ? છોકરી પાણીના પાઉચની જેમ ગમે તેને દિલ આપી દેતી નથી... દિલ અને દિલના મિલન માટે તો ઘણાં બધાં પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે. માન કે તે દેખાવડી છે ને તું ય દેખાવડો છે... તો પછી સંગને તેં લાંબા સમય સુધી લંબાવ્યો કેમ નહિ ? ન તો એ તારા વિષે કશું જાણે છે, ન તો તું એના વિષે કશું જાણે છે. માત્ર થોડીક ક્ષણો સંગ સંગ બસ સ્ટેન્ડના બાંકડે પસાર કરી એટલું જ.... અને ત્રીસ મીનીટના સંબંધ પરથી કોઈ યુવતીના દિલના ઊંડાણનું માપ ન નીકળી શકે ! છોકરી છોકરા પર ઓળઘોળ તો ત્યારે જ થાય છે કે તેના વિષે બઘું જ જાણ્યા પછી તેની પ્રેમમય પ્રતિભાનો એ સ્વીકાર કરે છે. તમારા બંનેની ઘટનામાં તો આવું કશું જ બન્યું નથી. તારે એનો મોબાઈલ નંબર કે સરનામું પૂછવાની અને તારી વિગતો એને આપવાની જરૂર હતી... પછી તેની અને તેના મા બાપની કસોટીમાં તું ખરો ઉતરત તો શાદીની શરણાઈઓ જરૂર ગૂંજી ઊઠત ! પણ કૃષ્ણ, આમ પળ-બે પળના ટાઈમપાસ સંબંધ ખાતર ન પરણવાની જીદે ચડવું કે અજંપાની સળગતી સગડીમાં શેકાતા રહેવાનું મને યોગ્ય લાગતું નથી. એ તારા કિસ્મતમાં લખી હશે તો તને જરૂર મળશે. હાલ પૂરતું તો તેને ખોઈ બેઠાના દુઃખની આગ પીવા કરતાં, એની મીઠી યાદોને સંભારીને, નવજીવન માટે કટિબદ્ધ થવાની જરૂર છે.. છોડ બધી ઝંઝટ... ને કોઈ સારું પાત્ર શોધીને જંિદગીના છેડા જોડી દેવાનો ઉત્સવ માંડી દે, કૃષ્ણ ! કદાચ એય તને મળે... અથવા એનાથી ય કોઈ સવાઈ મળે...

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved