Last Update : 02-May-2012, Wednesday

 

સેક્સ્યુઅલ કન્ડીશનંિગ

અંગત અંગત- મુકુલ ચોક્સી

 

૨૫ વર્ષનો એક યુવાન મહિના પહેલા જ પરણ્યો હતો તેની સમસ્યા એ હતી કે તે લગ્નનો મહિનો થવા આવ્યો હોવા છતાં તેની પત્ની સાથે દેહસંબંધ બાંધી શકતો નહોતો. પતિ- પત્ની બંને વચ્ચે મેન્ટલ ટ્યુનંિગ પૂરેપૂરું હતું. યુવાનને કામેચ્છા પૂરતા પ્રમાણમાં જાગૃત થતી હતી તેના શિશ્નમાં ઇરેક્શન ઉર્ફે ઉત્થાન પણ પૂરતા પ્રમાણમાં આવતું હતું. સ્ત્રીને પણ ઇચ્છા તથા યોનિસ્રાવ પૂરતા પ્રમાણમાં થતા હતા. બંને વચ્ચે યોગ્ય માત્રામાં સંવનન- ફોરપ્લે આકાર લેતા હતા તેમ છતાં એ યુવાન જ્યારે સમાગમની શરુઆત કરવા જાય કે તરત શિશ્નોત્થાન ગુમાવી દેતો હતો. તેને પહેલા મહિના દરમિયાન સતત અનેકવાર સમાગમરત થવામાં નિષ્ફળતા સાંપડી ચૂકી હતી તેણે એકાદ- બે વાર દવાઓ વાપરી જોઈ તેમ છતાં સફળતા મળી નહોતી.
આ યુવકની વિગતે ડીટેઇલ્ટ હીસ્ટ્રી તપાસવામાં આવી તો એવું જાણવા મળ્યું કે લગ્ન પહેલા જ્યારે આ યુવાન હસ્તમૈથુન કરતો હતો ત્યારે તેને એક ચોક્કસ પ્રકારની ટેવ પડી ગઈ હતી તેને પોતાના પલંગ પર ઉંધા સૂઈ જઈને જનનાંગો ઉપર દબાણ, ઘર્ષણ આપીને હસ્તમૈથુન કરવાની ટેવ હતી. આ ટેવમાં તે એટલો ચોક્કસ હતો કે તેની પરિકલ્પનાઓ, સમય, સ્થળ, વાતાવરણ બધા પરિબળો ચોક્કસ રીતે નિયત કર્યા મુજબના જ હતા. તેને હસ્તમૈથુનને અંતે સ્ખલન ત્યારે જ થતું જ્યારે ઉપરોક્ત સ્થળ, વાતાવરણ વગેરે બિલકુલ આ પ્રમાણે જ હોય ! હવે જ્યારે લગ્ન બાદ તેણે પહેલવહેલીવાર કામસમાગમનો પ્રસંગ પાર પાડવાનો આવ્યો ત્યારે આમાંનું કશું જ નહોતું. તેની પાસે પરિકલ્પનાઓને બદલે જીવતી જાગતી વ્યક્તિ હતી અને પોતાની જૂની-પુરાણી આદત મુજબ પથારી પર ઉંધા સૂઈને શિશ્નને ઉત્તેજિત કરવાનું શક્ય નહોતું. આ યુવાન પત્ની સાથે અનેક પ્રયત્નો બાદ પણ નિષ્ફળ જ રહ્યો.
આ યુવાનને જાણે કે એક ‘મેન્ટલ ફીક્સેશન’ થઈ ગયું હતું. તે પોતાની તદ્દન આગવી અલાયદી શૈલી પ્રયોજે તો જ તે ઉત્થાનિત થઈ શકતો હતો તેની કામલઢણ બિલકુલ ચોક્કસ ફોર્મેટમાં શૈલીબદ્ધ થઈ ગઈ હતી.
આ દ્રઢીભૂત ઉત્થાનશૈલીથી તેને બીજી કોઈ પણ રીતે ઉત્તેજીત થવામાં અવરોધરૂપ બનતી હતી. જે આખરે તેની દાંપત્યની શરૂ શરૂની કામજીવન નિષ્ફળતાનું કારણ બની ગઈ.
આવા અનેક પ્રકારના કિસ્સાઓ જોવા મળે છે. એક યુવકને બાથરૂમમાં પાણીના ફોર્સફુલ પ્રવાહની સામે શિશ્ન ધરીને ઉત્તેજીત કરવાની ટેવ હતી પછી એ આદત એને વ્યસન બની ગઈ. હવે તે અન્ય કોઈ પણ રીતે ઉત્તેજીત થઈ શકતો નથી. યુવતીઓમાં પણ આવા કિસ્સાઓ અચૂક મળી આવે છે. જેમાં યુવતી કોઈ એક નિયત, ફીકસ્ડ પેટર્ન મુજબ એકસાઇટ થવાની ટેવ વિકસાવે અને પછી એ ટેવ તેની મર્યાદા બની જાય તે યુવતી ત્યારબાદ જે તે નિર્ધારિત પેટર્ન મુજબ જ ઉત્તેજીત થઈ શકે અને અન્ય બીજી કોઈ રીતે નહીં જ થઈ શકે ?
શું છે આ સેક્સ્યુઅલ ફ્રીક્સેશન ? કે જેમાં વ્યક્તિ અને એક અને માત્ર એક જ પ્રકારે કામોત્તેજિત થઈ શકે ? ઘણાના જીવનને અસર કરતી આ બાબત લાંબી વિચારણા માંગી લે છે.
બિહેવિયરોલોજી વિજ્ઞાનમાં એક સિદ્ધાંત છે જેને કન્ડીશનંિગ કહેવાય છે તેના બે પ્રકાર છે. પહેલું ‘ક્લાસિકલ કન્ડીશનંિગ’ જેના પ્રણેતા રશિયન વર્તનશાસ્ત્રી ‘પાવલોવ’ હતા અને બીજું ‘ઓપરેશન્ટ કન્ડીશનંિગ’ જે ‘સ્કીનર’ દ્વારા પ્રચલિત કરવામાં આવ્યું જેને ‘કન્ડીશનંિગ’ દરમિયાન વ્યક્તિ (યા પ્રાણી) જેમાંથી આનંદ મેળવે છે (યા પીડા દૂર થાય છે) તે ક્રિયા વારંવાર કરે છે અને તેની સાથે જોડાયેલ એસોસીએટ ચીજો પણ એ જ રીતે સંકળાય છે. આ નિયમ મુજબ જીવનના કામોત્તેજના તદ્દન શરુ શરુના તરૂણાવસ્થા દરમિયાનના પ્રસંગોમાં યુવક જે રીતે હસ્તમૈથુન કરે છે તેને તે તેની ફીકસ્ડ પેટર્ન બનાવી લે છે. આ દસ- વીસ શરુઆતના કામ પ્રસંગો તેની જીવનપર્યંતની કામલઢણ બની રહે છે.
ઉપરોક્ત કિસ્સામાં યુવકે કોઈ એબનોર્મલ પ્રવૃત્તિ નહોતી કરી, પણ રીપીટેડ, સીમીલર પુનરાવર્તિત પ્રસંગોથી તેનું ‘સેક્સ્યુઅલ કન્ડિશનંિગ’ થઈ ગયું હતું. અપવાદરૂપ કિસ્સાઓમાં એબનોર્મલ વસ્તુઓ સાથેનું સહઅસ્તિત્વ પણ જો ‘કન્ડીશન્ડ’ થાય તો વ્યક્તિમાં વિચિત્ર કામતરાહો જન્માવી શકે છે. જેમ કે એક યુવક જીવનમાં શરૂશરૂમાં હસ્તમૈથુન કરતો હતો ત્યારે તેને નજીકમાં રહેતી પરિચિત સ્ત્રીની મોજડીઓ જોવા મળી. આ એસોસીએશન યા સહઅસ્તિત્વ તેના મનમાં એવું ઘર કરી ગયું કે પછી તેને ક્યાંય પણ મોજડીઓ જોવા મળે તો તરત જાતીય ઇચ્છાઓ જન્મવા માંડતી હતી. ‘ફેટીશીઝમ’ નામની આ ‘પેરાફીલીક’ તરીકે ઓળખાતી સમસ્યાનું મૂળ પણ તારૂણ્યના એક ‘ફોલ્ટી સેક્સ્યુઅલ કન્ડીશનંિગ’માં જ હોવાનું મનાય છે.
આમ જ, આ જ રીતે, આ જ પરિસ્થિતિમાં આવું હોય તો જ, આમ બને તો જ અને માત્ર તો જ, તો જ સ્ખલન થાય યા આનંદ આવે એ તમામ બાબતો સ્પેસીફીક કન્ડિશનંિગની પ્રોડક્ટ છે. કેટલાકને ચોક્કસ વિઝ્‌યુઅલ્સ, શબ્દો, કલ્પનાઓ, પોઝીશન્સ વગેરેની જે આદત પડી ગઈ હોય છે તે આદત અર્લીએસ્ટ સેક્સ્યુઅલ એક્સ્પીરીયન્સીસ તથા તેના પરિણામરૂપ કન્ડીશનંિગને લીધે હોય છે. ઘણીવાર સેક્સ્યુઅલ ચોઇસીસ, પ્રેફરન્સીસ, પરવરજન્સ તથા એડીક્શન માટે પણ કન્ડીશનંિગ જવાબદાર હોય છે.
આમ થતું ટાળવા માટે કામાનુભવોને એક જ પેટર્ન પૂરતા મર્યાદિત ન રાખવા જરૂરી છે. કામાનંદ પોતે નિયત કરેલા અનુભવોથી બંધાઈ ન જાય એ જોવાવું જરૂરી છે. કમનસીબે આવા કન્ડીશનંિગ જીવનની એકદમ શરુઆતમાં એટલે કે ચૌદ- પંદર વર્ષની ઉંમરે થઈ જતા હોવાથી વ્યક્તિ અજાણ હોઇ એમાં કશું કરી શકતી નથી. તેને જ્યારે ખબર પડે છે અને આનુષંગિક કોમ્પલીકેશન્સ ઊભા થાય છે ત્યારે તો તેની આ પેટર્ન ફીક્સનેસ, કમ્પલ્ઝન યા એડીક્શન બની ચૂકી હોય છે.
કન્ડીશનંિગ માત્ર જાતીય નહીં પરંતુ જીવનના તમામ ક્ષેત્રે સક્રિયપણે પ્રવર્તતું હોય છે. તે માનવ સહજ છે તેને સમજવું જરૂરી છે સેક્સ્યુઅલ ફીક્સેશનમાંથી પણ ડીકન્ડીશનંિગ દ્વારા બહાર આવી શકાય છે તે માટે પૂરા કમિટમેન્ટ સહિત બદલાવ માટે અથાક પ્રયત્નો કરી ધીરજ રાખવી જરૂરી છે.
‘સેક્સ્યુઅલ કન્ડીશનંિગ’ કેવળ આ બધી જ નહિ પરંતુ સજાતીયતા તથા ટ્રાન્સેકસ્યુઅલીઝમ જેવી કેટલીક મનોજાતિય પરિસ્થિતિઓ માટે પણ જવાબદાર હોય છે. ખૂબ જ નાની કુમળી ઉમંરે જો સજાતીય સંસર્ગમાં બાળક આવે તો તેના પુખ્તવયે સજાતિય બની રહેવાના સંજોગો વધી જાય છે અને ‘બાળકી’ને જો વડીલો ‘બાળક’ તરીકે (પુરુષ હોય એ રીતે) ઉછેેરે તો તે દીકરી ભવિષ્યમા ‘દીકરા’ તરીકે કન્ડીશન્ડ થઈને છેવટે પોતે પુરુષ બનવા માંગે છે એવી માગણી લઈને આવી શકે છે. આ બાબત જો વઘુ તીવ્રતાથી ઘટે તો ‘સેક્સ ચેઇન્જ’ની નોબત પણ સાવ આવી શકે છે. કન્ડીશનંિગ અસરો વ્યાપક હોય છે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved