Last Update : 02-May-2012, Wednesday

 

ડિઝલના ભાવની અંકુશમુક્તિથી ઊભો થતો સવાલ
આંગણે ગાડી જોઈએ કે ભાણામાં રોટલી જોઈએ?

અલ્પવિરામ - ધૈવત ત્રિવેદી
- ઈરાન-અમેરિકા વચ્ચે તંગદીલી પછી ખનીજતેલના બેરલ દીઠ ભાવમાં ૨૦ ડોલરનો વધારો થયો છે

કવિ કાન્તના યાદગાર કાવ્ય ‘અતિજ્ઞાન’માં સહદેવની જે મનોસ્થિતિ હતી એ જ હાલત અત્યારે વડાપ્રધાન મનમોહન સંિહની હોવી ઘટે. એક દાયકા પૂર્વે ૨૦૦૩માં તેમણે બજેટ પછીની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, ખનીજતેલ અંગે આપણું શોપંિગ બિલ જે ઝડપે વધતું જાય છે એ જોતાં આર્થિક વિકાસ દરની ઝડપ હજુ પણ અપૂરતી છે. સળંગ બે વર્ષ આર્થિક વિકાસદર નબળો રહેશે ત્યારે પેટ્રોલિયમ પેદાશોની આયાત અર્થતંત્ર ખોરવી શકે છે.
આજે શનિવારે આ લખાઈ રહ્યું છે ત્યારે ભટંિડા ખાતે લક્ષ્મી મિત્તલની રિફાઈનરીના આરંભે વડાપ્રધાને એ જ વાત દોહરાવી છે અને તેમના એ સંબોધનના બેકડ્રોપમાં પેટ્રોલ પછી ડિઝલ (અને સંભવિતપણે રાંધણગેસ) પણ અંકૂશમુક્ત થવાના પડઘમ વાગી રહ્યા છે. વાસ્તવમાં ગત અઠવાડિયે રાજ્યકક્ષાના કેન્દ્રિય નાણામંત્રી નમોનારાયણ મીણાએ ડિઝલના ભાવ પણ પેટ્રોલની માફક અંકૂશમુક્ત કરવા વિચારણા ચાલી રહી હોવાની જાહેરાત કરી એથી ય પહેલાં એ કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. હવે ફક્ત સરકાર કઈ રીતે આ અનિવાર્ય છતાં કડવી યોજના અમલમાં મૂકે છે એ જ જોવાનું રહે છે.
સરકાર માટે આ કદમ આર્થિક છેડા ભેગા રાખવા માટે અનિવાર્ય પણ છે અને આ પગલું પહેલેથી જ મોંઘવારીના બેરહેમ ચકરડાં વચ્ચે પિસાઈ રહેલી પ્રજાને વઘુ હાલાકીમાં મૂકવાનું કારણ પણ બની રહેશે. પેટ્રોલિયમ પ્રોડક્ટનો ભાવવધારો સાવ અકારણ કે સાવ ખોટુ પગલું તો કહી શકાય તેમ નથી. આપણે ખનીજતેલના વપરાશમાં સ્હેજપણ આત્મનિર્ભર નથી અને કુલ વપરાશના ૮૦ ટકા જેટલું પેટ્રોલ, ડિઝલ આપણે આયાત કરવું પડે છે.
સ્વાભાવિક રીતે જ, પેટ્રો પ્રોડક્ટ્‌સ પર આંતરરાષ્ટ્રીય બજારોનું નિયંત્રણ હોય ત્યાં સરકાર પાસે તેના ભાવો અંકૂશમાં રાખવા સબસીડી આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચે નહિ. સબસીડીનું ભારણ સ્વયં સરકાર માટે ય કમરતોડ છે ત્યારે સરકારે ઓઈલ વિતરક કંપનીઓને પણ ભાવ વધારવા પર અંકુશમાં રાખી છે. અત્યારે સ્થિતિ એવી થઈ છે કે સતત ખોટ ખાઈને બેવડી વળી ગયેલી ઓઈલ કંપનીઓ હવે સડક પર ઉતરી આવવા અને સમૂળો કારોબાર જ બંધ કરી દેવા બેબાકળી બની ગઈ છે. આ સંજોગોમાં હવે સરકારે તેમને આંતરરાષ્ટ્રીય તરલતા મુજબ ભાવ વધારો કરવાની મંજૂરી આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી.
સામા પક્ષે ડિઝલના ભાવને પેટ્રોલની માફક અંકુશમુક્ત કરીને તરલ બનાવવાથી દેશભરમાં તમામ ક્ષેત્રે મોંઘવારીનો માર બેવડાશે એ પણ હકીકત છે. પેટ્રોલના ભાવવધારાથી ઊભી થતી મોંઘવારીની માત્રા ઓછી અને સિમિતવર્ગને જ અસર કરતી હોય છે જ્યારે ડિઝલના ભાવવધારાનો ડામ દરેક ક્ષેત્રમાં મોંઘવારીની આગ ભડકાવે છે. ભારતની કુલ પેટ્રોલિયમ આયાતમાં ડિઝલનો હિસ્સો ૬૦ ટકા જેટલો છે. માલવાહક વાહનોથી માંડીને ખેતરોમાં કૂવા પર લગાવેલા પમ્પ અને રેલવેથી માંડીને ફેક્ટરીઓના એન્જિન સહિત બધે ડિઝલનો વ્યાપક વપરાશ હોય ત્યારે ડિઝલમાં થતો ભાવવધારો જીવનજરૂરી દરેક ચીજોના ભાવને અસર કરે. એમાં પણ હવે જ્યારે ડિઝલના ભાવને આંતરરાષ્ટ્રીય ભાવ સામે તરલ બનાવવાની વેતરણ થતી હોય ત્યારે મોંઘવારીનો દર ક્યાં પહોંચે તેનું અનુમાન પણ હાજાં ગગડાવવા પૂરતું ગણાય.
ડિઝલના ભાવ સાથે થતી છેડછાડ એ શાંત જળમાં પથ્થર ફેંકવા જેવું છે. એક વમળ બીજા અનેક વમળ ખડાં કરે અને પછી આખા તળાવમાં એ ખલેલ ફરી વળે. સરકારની લાચારી એ છે કે આ સ્થિતિને પહોંચી વળવા હાલ કશું થઈ શકે તેમ નથી. ડિઝલના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સતત ભાવવધારો થઈ રહ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ગત મહિને તોફાની નિવેદનો થયા પછી કાચા ખનીજતેલના બેરલ દીઠ ભાવમાં ૨૦ ડોલરનો વધારો એક જ મહિનામાં થઈ ચૂક્યો છે. સરકારના નિયંત્રણ હેઠળની ઓઈલ વિતરક કંપનીઓએ હજુ સુધી આ ભાવવધારો ગ્રાહક પર ઝંિકવાને બદલે પોતાના બરડા પર ખાવાનું (ફરજિયાત લાદવામાં આવેલું) વલણ જારી રાખ્યું છે પરંતુ માર ખમવાની બરડાની ય એક તાકાત હોય. એ હદથી વઘુ ફટકા પડતા રહે તો બરડો તૂટી જાય. સરકારના અંકુશ હેઠળની ઓઈલ વિતરક કંપનીઓનો બરડો ફાટી તો ક્યારનો ગયો છે અને હવે તૂટવાના આરે છે.
નુકસાનીના બોજથી ફસકાઈ પડેલી આ કંપનીઓએ હવે ક્રમશઃ ડિઝલના વેચાણ પર કાપ મૂકવાનું શરૂ કરી દીઘું છે જેને પગલે હવે દેશમાં કેટલાંક વિસ્તારોમાં તો ડિઝલની તંગી પણ સર્જાવા લાગી છે. ઓઈલ કંપનીઓનું નુકસાન ઘટે, સરકાર પર સબસીડીનો બોજ ઘટે અને ગ્રાહકોને મોંઘવારીનો માર થોડો ઓછો લાગે તેવા કેટલાંક રસ્તાઓ છે. જેમ કે, ડિઝલ વાપરતા માલવાહક વાહનો, રેલવે વગેરેને લીધે સરકાર ડિઝલને સબસીડી આપે છે પરંતુ એ જ સબસિડાઈઝ્‌ડ ડિઝલ પાંચ-પચ્ચીશ લાખની મોંઘીદાટ ગાડીઓમાં ય વપરાય છે. મોબાઈલ ટાવર્સના સર્વર્સના કૂલન્ટ તરીકે પણ એ જ ડિઝલ વપરાય છે અને ઈન્ડસ્ટ્રીઝમાં પણ વપરાય છે. સરકાર સામે એક પ્રસ્તાવ એવો હતો કે આવા નોન પર્પઝ્‌ડ યુઝર્સને મળતાં ડિઝલને અંકુશમુક્ત કરવામાં આવે અને એ સિવાયના ઉપયોગમાં આવતાં ડિઝલ પર સબસીડી જારી રાખવામાં આવે. પરંતુ સરકાર એ કદમ ઊઠાવવામાં હજુ ય ગેંગેંફેંફેં થાય છે.
નાણામંત્રી પ્રણવ મુખર્જીએ સંસદના શિયાળુ સત્રમાં આવી વિચારણા હોવાનું કહ્યા પછી ફેરવી તોળ્યું હતું કે કેરોસિન કે રાંધણગેસની માફક ડિઝલમાં કલર કોડંિગ મુશ્કેલ છે. કેરોસિન તેમજ રાંધણગેસના ઔદ્યોગિક વપરાશમાં પૂરતી કંિમત વસૂલવા તેને કલર કોડંિગ આપવામાં આવ્યું. કેરોસિનમાં બ્લ્યૂ કલર ઉમેરાયો અને રાંધણગેસના બાટલાના રંગ બદલવામાં આવ્યા. આ રીતે ડિઝલનું કલર કોડંિગ ટેક્‌નિકલી મુશ્કેલ હોવાનું કહેવાય છે તો બીજો વિકલ્પ એ છે કે, ડિઝલ એન્જિન ધરાવતી ગાડીઓ પર એડવાન્સ્ડમાં જ લક્ઝરી ટેક્સ વસૂલી લેવામાં આવે, જે એક ગાડી તેની આવરદા દરમિયાન વાપરી શકતાં ડિઝલ અને તેમાં વપરાતી સબસીડી જેટલો હોય. આ વિકલ્પથી સરકારને ડિઝલ પર અપાતી સબસીડીનો અમૂક હિસ્સો વસૂલવાની તક મળે છે.
એ જ રીતે જ્યાં ડિઝલનો વપરાશ અનિવાર્ય મનાય છે તેવા મોબાઈલ ટાવર સહિતના ઔદ્યોગિક હેતુઓમાં પણ સરચાર્જ વસૂલી શકાય અને જે ઉદ્યોગ સરચાર્જ ચૂકવવાનો ઈનકાર કરે તે ડિઝલ ન વાપરવાની બાંહેધારી આપે. આ વિકલ્પમાં આપણી પ્રકૃતિ મુજબ, ભ્રષ્ટાચારનું વઘુ એક દ્વાર ખૂલવાના આસાર રહેલા છે પરંતુ ખાંડણિયામાં માથું હોય ત્યારે ધીમે ધીમે ફટકા ખાવાના ન હોય. ત્યારે તો એક ઘાને બે કટકાનો જ ખેલ હોઈ શકે. સરકાર આ દરેક વિકલ્પો અજમાવીને આમજનતાને મોંઘવારીનો ભીષણ માર ખાવામાં થોડીક રાહત આપી શકે તેમ છે. ડિઝલને અંકૂશમુક્ત કરતાં પહેલાં સરકાર આવા પગલાં લેશે એવી ગણતરી મૂકાતી પણ હતી.
પેટ્રોલિયમ પેદાશોની તંગી સામે દેશની તિજોરીને પડતી ખેંચ વિશે નાણા મંત્રાલય દ્વારા ગત ડિસેમ્બરમાં એક સઘન અભ્યાસ હાથ ધરાયો હતો, જેમાં આયાતને લીધે ખર્ચાતા વિદેશી હુંડિયામણ, સબસીડી પછી અન્ય રીતે વાળવો પડતો કરબોજ દરેક બાબતોને ઘ્યાનમાં લીધા પછી નાણામંત્રાલયની સમિતિએ કાર પરના લક્ઝરી ટેક્સને હાલ પૂરતો વ્યવહારુ ઉકેલ ગણાવ્યો હતો. એ વિશે હજુ આગળ કંઈ વિચારણા થાય અને એ વિકલ્પ અમલમાં આવે એ પહેલાં તો કાર ઉત્પાદકો અને વિક્રેતાઓએ બૂમરાણ મચાવી દીધી અને કારના વેચાણ પર ગંભીર અસર પડવાની શક્યતા દર્શાવતા મસમોટા આંકડાઓ, તેને લીધે ઊભી થતી બેરોજગારી અને મૂડીરોકાણ પર થતી અસરોના બિહામણા ચિત્રોની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. જાન્યુઆરી, ફેબુ્રઆરીના અખબારો, સામયિકો, ચેનલો તપાસો. દરેકમાં ક્યાંક ઓટોમોબાઈલ સેક્ટરમાં આવી શકતી મંદી વિશે અચૂક ચર્ચા થઈ હશે. એ પછી કોઈક ભેદી કારણથી ડિઝલ કાર પર લક્ઝરી ટેક્સ લાદવાની વિચારણાનું બાષ્પીભવન થઈ ગયું છે.
પાયાનો સવાલ હવે એ ખડો થાય છે કે, ધારો કે ગાડીઓનું વેચાણ ઘટી જાય તો પણ મહત્ત્વનું શું છે, તમારા ઘરમાં ગાડી હોય એ કે ભાણામાં રોટલી હોય એ? તમારા આંગણે ગાડી હોય એ કે પર્સમાં છોકરાની ટ્યૂશન ફી હોય એ? શહેરના રસ્તાઓ પર ગાડી દોડતી હોય એ કે ખેડૂતના કૂવે પમ્પ ચાલતો હોય એ?
આંગળી પર ગૂમડું થાય ત્યારે ગૂમડાંનો ઈલાજ કરવાને બદલે આંગળી જ કાપી કાઢવાનો સરકારી ઉપક્રમ કાયમનો છે. પણ આ મામલે તો આપણે જ્યાં ગૂમડું થયું છે એ આંગળીને બદલે ક્યાંક બાજુની આંગળી કાપી રહ્યા છીએ.
- અને એ સરકારના વડાપ્રધાન ટોચના અર્થશાસ્ત્રી છે!!!!

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved