Last Update : 02-May-2012, Wednesday

 

શેઠ એક, પત્ની ચાર! પછી?

ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી

માણસમાંથી ડહાપણ ખૂટતું જાય, માણસમાં જ્યારે અસ્વસ્થતા વધતી જાય ત્યારે હું માનું છું કે તેણે દ્રષ્ટાંતકથાઓ કે કાલ્પનિક નીતિકથાઓ વાંચવી જોઇએ. હું તો આગળ વધીને એવો મત પણ પ્રકટ કરું છું કે આજના શિક્ષણમાં પણ આવી કથાઓને સ્થાન આપવું જોઇએ. સંવેદનશીલતાની કટોકટીના આજના સમયમાં બોધકથાઓનું જગત ઘણું ઉપયોગી પુરવાર થઇ શકે તેમ છે. દાદા-દાદીના મુખે કહેવાતી વાર્તાઓ આજે સમણું બની ગઇ છે. તેનાથી - તેના અભાવે માનવીય સંબંધો વચ્ચે તો અંતર વઘ્યું જ છે પણ જીવનસમજના પ્રશ્નો પણ ગંભીર બનતા ગયા છે. પેરબલ તરફ, દ્રષ્ટાંતકથા તરફ, વળવું તે આપણા મૂળ તરફ વળવા બરાબર છે.
વાચક મિત્રોને આવી એક દ્રષ્ટાંત કથા આજે કહેવી છે. સૌને એનો અર્થ પોતપોતાની રીતે કાઢવાની છૂટ છે. પણ તેમાં આત્માની થઇ રહેલી અવજ્ઞાની જે વાત છે તેનો તો સૌએ સ્વીકાર કરવો જ રહ્યો.
કોઇ એક નગરમાં એક પૈસાદાર વહેપારી વસતો હતો. ભારે સુખસાહ્યબી વચ્ચે તેનું જીવન પસાર થઇ રહ્યું હતું. તેને ચાર પત્નીઓ હતી. એ ચારમાં જે ચોથા ક્રમની પત્ની હતી તેને તે ખૂબ ચાહતો હતો. મોંઘાં કપડાં અને દરદાગીનાથી તે તેને શણગારતો રહેતો. તેની સાથેનું તેનું વર્તન પણ મૃદુ-મઘુર રહેતું. કહો કે તે બધી વાતે તેની કાળજી રાખતો અને કોઇ પણ વાતે એને ઓછું આવવા દેતો નહિ.
તે વહેપારી તેની ત્રીજા ક્રમની પત્નીને પણ ઘણું ચાહતો. એટલું જ નહિ તે તેના વિશે સદા ગર્વ પણ લેતો. તેના મિત્રો વચ્ચે પણ તે તેની સદા તારીફ કર્યા કરતો. આમ છતાં વહેપારીને ઊંડે ઊંડે એવો ભય હતો કે તેની આ ત્રીજી પત્ની ક્યારેક કોઇ બીજા પુરુષની સાથે ભાગી જશે.
તે તેમની બીજા ક્રમની પત્નીને પણ પ્રેમ કરતો હતો. તે ઘણી વિવેકી હતી. હંમેશા તે શાંત રહેતી. કદી ધીરજ ખોતી નહોતી. કહો કે વહેપારી પતિની તે પરમ શ્રઘ્ધા હતી. વહેપારી ક્યારેક મુશ્કેલીમાં મુકાતો, કોઇ સમસ્યા તેની સામે આવીને ઊભી રહેતી ત્યારે તે અચૂક આ બીજા ક્રમની પત્ની પાસે જતો. તેવે વખતે આ વિવેકી પત્ની તેને સહાય કરતી અને મુશીબતના સમયમાં કોઇપણ રીતે વહેપારીને ઉગારી લેતી.
આ વહેપારીની પ્રથમ પત્ની પણ ઘણી વફાદાર હતી. એટલું જ નહિ સહધર્મચાલિણી તરીકે તે પોતાના વહેપારી પતિની સંપત્તિને તેના ધંધાને ટકાવી રાખવા બધા પ્રકારે સહયોગ આપતી. સાથે સાથે ઘરની પણ નાની મોટી તમામ બાબતોનું તે ઘ્યાન રાખતી. આમ છતાં આ પ્રથમ પત્નીને તેનો વહેપારી પતિ ચાહતો નહોતો. સામે આ પ્રથમ પત્ની પતિને ઊંડેથી પ્રેમ કરતી હતી! આગળ વધીને કહીએ તો વહેપારી પતિ પોતાની આ પત્ની તરફ લક્ષ જ આપતો નહોતો.
વહેપારીની ઉંમર વધતાં તેનો સમય પણ થોડો બદલાય છે. એક દિવસે તે માંદો પડે છે. માંદગી ઉત્તરોત્તર ખેંચાતા તેને લાગ્યું કે હવે મોત હાથવેંતમાં જ છે. તેણે માંદગીના બિછાનેથી પોતાના વૈભવી જીવન વિશે વિચારો આવવા લાગ્યા, અને પોતાની જાતને એ કહેવા લાગ્યો ઃ ‘મારે, મારી સાથે ચાર પત્નીઓ છે. પણ હું મૃત્યુ પામીશ ત્યારે તો એકલો જ હોઇશ. અરે, હું કેવો સાવ એકાકી હોઇશ!’
વહેપારીએ આવું તેવું વિચારતાં વિચારતાં પોતાની ચોથા ક્રમની પત્નીને પૂછ્‌યું, ‘હું તને ખૂબ ચાહું છું. તને સુંદર વસ્ત્રો અને ઘરેણાં આદિથી હંમેશાં સજાવતો આવ્યો છું. તારી સારસંભાળ પણ રાખતો આવ્યો છું. હવે હું જ્યારે મરી રહ્યો છું ત્યારે શું તું મારી સંગાથે ચાલી આવશે?’ અને આ સાંભળીને ઘડીના ય વિલંબ વિના આ ચોથા ક્રમની પત્નીએ કહ્યું, ‘જરા પણ નહિ’ અને આગળ એક પણ શબ્દ બોલ્યા વિના તે ત્યાંથી ચાલી ગઇ.
વહેપારી ચોથા ક્રમની પત્નીના ચપ્પુની તીણી ધાર જેવા આવા જવાબથી ખૂબ આઘાત પામ્યો અને હૃદય દુઃખથી ભરાઇ ગયું. દુઃખી વહેપારીએ તેથી ત્રીજા ક્રમે આવતી પત્નીને બોલીવીને પૂછ્‌યું ઃ ‘મેં તને આખી જંિદગી ખૂબ પ્રેમ કર્યો છે. હવે હું જ્યારે મરણ પથારીએ પડ્યો છું ત્યારે શું તું મારી સાથે ચાલી નીકળીને મને સાથ આપશે?’ અને એ સાંભળીને ત્રીજા ક્રમની આ પત્નીએ ઉત્તર આપતાં કહ્યું ઃ ‘ના.’ ‘અરે, આ જંિદગી એટલી સરસ છે કે તમે મૃત્યુ પામશો એટલે હું તરત જ બીજું લગ્ન કરીશ!’ વહેપારી તો આ ઉત્તર સાંભળીને ઠંડોગાર થઇ ગયો. તેની છાતીનાં પાટિયાં જ બેસી ગયાં.
વહેપારીએ પછી બીજા ક્રમની પત્નીને પૂછ્‌યું ઃ ‘જ્યારે જ્યારે તારી મદદની જરૂર પડી છે ત્યારે તેં મને મદદ કરી જ છે. હવે ફરી મારે તારી મદદની જરૂર ઊભી થઇ છે. જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારેતું મને અનુસરીને સંગાથે આવશે?’ અને આ બીજા ક્રમની પત્નીએ ઉત્તર આપતાં કહ્યું ઃ ‘હું દિલગીર છું. હું તને આ વખતે મદદ નહિ કરી શકું.’ ‘વઘુમાં વઘુ હું તારી કબર સુધી તારી સાથે આવું. પછી તો નહિ જ.’ વહેપારીને આ ઉત્તર સાંભળીને કડાકાભડાકા સાથે વીજળી તૂટી પડવા જેવું, બઘું તિતરબિતર થઇ જતું લાગ્યું. અને પછી એક અવાજ સંભળાયો ઃ ‘હું પ્રાણાન્તે તારી સાથે રહીશ. તું ગમે ત્યાં જશે હું તને જ સતત અનુસરીશ.’ વહેપારીએ જોયું તો એની પ્રથમ ક્રમની પત્નીનો એ અવાજ હતો. આ પત્ની સાવ સુકલકડી થઇ ગઇ હતી. અપૂરતા આહારને કારણે શરીર નંખાઇ ગયું હતું. તે ખૂબ દુઃખી જણાતી હતી. વહેપારીએ તેને સાંભળતા- જોતાં કહ્યું ઃ ‘અરે, ખરેખરતો મારે તારી વઘુ સંભાળ-કાળજી રાખવી જોઇતી હતી- મારે જે કરવું જોઇતું હતું તે કશું ન કરી શક્યો!’
વાત તો છેવટે આ છે. આપણા સૌના જીવનમાં દરેકને આવી ચાર પત્નીઓ હોય છે.
(૧) ચોથા ક્રમની પત્ની આપણું શરીર છે. આપણે તેનું ગમેતેટલું લાલનપાલન કરીએ, તેની કાળજી રાખીએ પણ મરણ પામતાં તેનો સાથ છૂટી જ જાય છે.
(૨) ત્રીજા ક્રમની પત્ની? પેલી અધિકાર ભાવના છે. મોભો-મરતબો સંપત્તિ. મરણ પામીએ છીએ ત્યારે તે બીજા માણસની જ થઇને રહે છે.
(૩) બીજા ક્રમની પત્ની આપણું કુટુંબ અને મિત્રો છે. આપણે જીવતા હોઇએ છીએ ત્યારે જરૂર તે આપણી નિકટ હોય છે. પણ મરણ પામીએ છીએ ત્યારે તેમનો સાથ કબર કે સ્મશાન સુધી જ હોય છે.
(૪) પ્રથમ ક્રમની પત્ની એ આપણો આત્મા છે. ભૌતિક સુખ- સંપત્તિ અને ઈન્દ્રિયભોગો- આનંદોમાં આપણે તેની વારંવાર ઉપેક્ષા કરી હોય છે. પણ છેલ્લે સુધીનો સાથ તો આત્મા જ આપે છે.
આને દ્રષ્ટાંતકથા કહીશું કે જીવનકથા?

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved