Last Update : 02-May-2012, Wednesday

 

અમેરિકી ફોજના જવાનો વિકૃત મનોરોગી છે....

પ્રાઈમ ટાઈમ

જૂના રાજ-રજવાડાંના કોઇ મહેલની મુલાકાત લેવા મળી હોેય તો તમારા ઘ્યાનમાં એક વાત આવી હશે. વિકરાળ બેંગોલ ટાઇગરનો શિકાર કરીને, એ મરેલા જીવના બોડી પર પગ રાખીને મહારાજાએ રાયફલ સાથે ફોટો પડાવ્યો હશે. ક્યાંક વળી એ વિરાટ કદના વાઘના શરીરમાં ખાસ મસાલો ભરીને એને કાચની કેબિનમાં રાખ્યો હશેે. બોલિવૂડની કેટલીક સેલેબ્રિટીઝના બંગલામાં પણ આવા ફોટોગ્રાફ કે મસાલો ભરેલા વાઘ જોવા મળે. સંગીતકાર નૌશાદનાં સંભારણાંનું પુસ્તક લખતી વખતે નૌશાદના બંગલાના વિશાળ ડ્રોઇંગ રૂમમાં કાચની કેબિનમાં મસાલો ભરેલો બિહામણો વાઘ જોવા મળેલો. ખરેખર તો આ એક પ્રકારની માનસિક વિકૃતિ ગણાય. આ કંઇ જીવસટોસટની અને કુસ્તીના અખાડામાં કરેલી બાથંબાથી તો છે નહીં. અંધારી રાત્રે ઘટાદાર વૃક્ષ પર બાંધેલા માંચડાની નીચે મારણ અર્થાત્‌ છટકું ગોઠવીને વાઘને નજીક આવવા લલચાવીને તમે ઠાર કર્યો એમાં શી બહાદૂરી.
છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરના મિડિયામાં અમેરિકી લશ્કરના જવાનોની આવી પણ માંદલી મનોવૃત્તિ જોવા મળી. તમને યાદ હોય તો સદ્દામ હુસૈનને પકડવા ઇરાક પર હુમલો કર્યો ત્યારે અમેરિકી સૈનિકોએ યુદ્ધકેદીઓ સાથે જે અમાનુષી વર્તાવ કર્યો હતો એ યુગાન્ડાના પાગલ સરમુખત્યાર ઇડી અમીનને યાદ કરાવે એવો હતો. નગ્ન કેદીઓને એક બીજા પર પછાડીને એમની પાસે ગંદી હરકતો કરાવવી કે નગ્ન કેદીને દિવાલભેર રાખીને એના પર આલ્સેશિયન કૂતરા છોડી મૂકવા એ આઘુનિક અમેરિકાની જંગાલિયતનો બોલતો પુરાવો હતો. ભારતમાં જમ્મુ કશ્મીરમાં કે શ્રીલંકામાં તમિળ ટાઇગર્સ સાથેની લડાઇ વખતે માનવ અધિકારનો ભંગ થયાની ગુલબાંગો મારતા અમેરિકાના ફૌજીઓની જે વિડિયો ફિલ્મો કે ફોટોગ્રાફ પ્રગટ થયા એ તમે પણ જોયા હશે. અને આવું ફક્ત ઇરાક કે ઇરાનમાં થાય છે એવું નથી. અત્યારે અફઘાનિસ્તાનમાં પણ એવી જંગાલિયતનું પુનરાવર્તન થઇ રહ્યું છે.
કોઇ પણ હથિયાર વિનાના સાવ સીધાસાદા નાગરિકોની હત્યા કરીને એમના મૃતદેહ પર પગ રાખીને ફોટા પડાવવામાં આવ્યા. જાણે મોટો શિકાર કર્યો હોય ! આવુંં વર્તન કરીને અમેરિકી સૈન્ય શું સાબિત કરવા માગતું હશે ? પોતાને જગત જમાદાર ગણતા અમેરિકાએ ખરેખર તો ઉત્કૃષ્ટ વર્તન દ્વારા માનવજાત સમક્ષ દાખલો બેસાડવો જોઇએ. એને બદલે એક પછી એક દેશમાં અમેરિકી સિપાહીઓ હીન અને લશ્કરી ગણવેશને શોભે નહીં એવું વર્તન કરી રહ્યા છે. હજારો માઇલ દૂર પત્ની-પરિવારથી વિખૂટા પડીને ફરજ બજાવતા સિપાહીઓ આટલી હદે નિષ્ઠુર કેમ બની જતાં હશે ? કોઇ પણ દેશના સિપાહીઓ ખરેખર તો આમ જનતાનાં જાનમાલના અને દેશના સીમાડા સાચવવા માટે નિયુક્ત કરવામાં આવે છે. તો પછી એ લોકો આટલી હદે પાશવી વર્તન કેવી રીતે કરી શકે ? ઇરાક વખતે તો અમેરિકી લશ્કરની મહિલા અધિકારીઓ પણ વિકૃત વર્તન કરતી દેખાડવામાં આવેલી. દુનિયાભરના દેશોેને પોતાની ધાકમાં રાખતા અને પોતાના શસ્ત્રોના ઉત્પાદનો વેચવા નાના-નાના દેશોને અંદર અંદર લડાવતા અમેરિકામાં સંસ્કાર જેવંુ કંઇ હશે કે નહીં ? આ સિપાહીઓના રાક્ષસી વર્તન માટે કોણ જવાબદાર ? અમેરિકી સિપાહીઓના આવા વર્તનની વિડિયો અને ફોટોગ્રાફ જોઇને જિહાદી ન હોય એવી સીધી સાદી વ્યક્તિનું પણ લોહી ઊકળી ઊઠે. આવી હરકતો જિહાદી આતંકવાદીઓને હીરો બનાવી દે એમાં શી નવાઇ !
એકાદ વખત માણસને પરપીડન કરતાં કદાચ આનંદ આવે તો સમજી શકાય. પરંતુ અમેરિકન લશ્કરની બાબતમાં તો આવી નિર્લજ્જ હરકતો સતત ફરી ફરીને થયા કરે છે. કદાચ અમેરિકન લશ્કર મિથ્યા સુપિરિયોરિટી કોમ્પલેક્સ (ગુરુતાગ્રંથિ)થી પીડાતું લાગે છે. અમારા સિવાયના બીજા બધા મગતરાં કે કીડા-મંકોડા એવી મેન્ટાલિટી એ લોકોની હોય એવું લાગ્યા વિના રહેતું નથી. ભલે આખંુય લશ્કર કદાચ આવા વિકૃત જવાનોથી ભરેલું નહીં હોય. પરંતુ આવા થોડાક મનેખ બીજા શિસ્તબદ્ધ જવાનો પર ખરાબ અસર પાડે જ. આખરે તો માણસ પણ ટોળાવાદને અનુસરનારો છે. સડક પર એકાદ પાકિટમાર પકડાય અને ટોળું એને મારપીટ કરતું હોય ત્યારે જેનું પાકિટ કદી ન કપાયું હોય એ પણ એકાદ અડબોથ મારી દેતો હોય છે. એવું ક્વચિત્‌ અમેરિકી લશ્કરનું પણ બને ખરું. બાકી તો આપણે બધાં જાણીએ છીએ કે ઓસામા બિન લાદેનથી માંડીને બીજા ઘણા આતંકવાદીને લશ્કરી તાલીમ તો એક યા બીજા તબક્કે અમેરિકાએ જ આપી હતી. અમેરિકી લશ્કરની આવી જોહુકમી ક્યાં સુધી નાનકડા દેશો સહન કરશે ?
- અજિત પોપટ

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved