બંગાળી 'ડર્ટી પિક્ચર'માં વીણા મલિક-રાખી સાવંતની જોડી જામશે?

 

 

 

-વિદ્યા બાલન કરતાં સારું કામ કરી બતાવવાનો રાખીનો દાવો

મુંબઇ તા.૧

 

બીગ બોસમાં સેક્સી નખરાં દ્વારા જાણીતી થયેલી પાકિસ્તાની મોડેલ વીણા મલિક અને પોતાના બહુ બોલકા સ્વભાવથી જાણીતી એવી રાખી સાવંત હવે ભેગાં થઇ રહ્યાં છે. સાઉથમાં અને ત્યારબાદ બંગાળીમાં બનનારા 'ધ ડર્ટી પિક્ચર'ના રૃપાંતરમાં આ બંનેની પસંદગી થઇ હોવાના અહેવાલો વહેતા થયા હતા.

 

જોકે બંનેએ હજુ પોતાની અભિનય ક્ષમતા પુરવાર કરી નથી. બંને સાવ જુદાં જ કારણોથી સતત મિડિયામાં ચમકતી રહી છે. આ વખતે પણ એવુંજ છે. રાખીએ પોતાની ટેવ પ્રમાણે ડંફાસ મારતાં કહ્યું, વિદ્યાએે ધ ડર્ટી પિક્ચરમાં કોઇ ધાડ નથી મારી. એના કરતાં હું સારું કામ કરી બતાવીશ. વીણાએ ટ્વીટર પર લખ્યું- સાઉથની ફિલ્મોમાં ચાન્સ મળ્યો. ધ ડર્ટી પિક્ચરના સાઉથના વર્ઝનમાં હીરોઇન છું. સુભાનલ્લાહ.