ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રીવરફ્રન્ટ ખાતે રાષ્ટ્રીય પુસ્તક મેળાનો દીપ પ્રાગટ્ય કરીને શુભઆરંભ કરાવ્યો હતો. આ પુસ્તક પ્રદર્શનમાં ૨૦૦ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે અને દેશભરના પ્રકાશકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો છે. મે ૭ સુધી ચાલનારા આવા અનોખા પુસ્તક પ્રદર્શનમાં રોજ સાંજે જુદા જુદા સાંસ્કૃતિક અને સાહિત્યસભર કાર્યક્રમો યોજાશે. આમાં લેખનનો પણ કાર્યક્રમ છે. ''વાંચે ગુજરાત''ની પણ આ પ્રદર્શનની થીમ છે. સંસ્કારી સાહિત્યના સ્ટોલ્સ પણ આવા મેગા પુસ્તક પ્રદર્શનમાં છે.(તસ્વીર ઃ ગૌતમ મહેતા)