ચિત્રાંગદા મલ્ટિફેસેટેડ કલાકાર છે ઃ ફૅશન મેગેઝિન ‘વોગે વખાણ કર્યા

 

-મેગેઝિન ‘વોગ’ના મેના અંકની કવર ગર્લ છ

 

મુંબઇ તા.૨

 

 

‘ચિત્રાંગદા એક મલ્ટિફેસેટેડ (બહુમુખી પ્રતિભા ધરાવનારી) એક્ટ્રેસ છે. એ પહેલીવાર રૂપેરી પરદે ચમકી ત્યારે જ અમે એની ટેલેન્ટ પારખી લીધી હતી અને યોગ્ય સમયે એને અમારી કવર ગર્લ બનાવવા અમે ઉત્સુક હતા’ એમ ટોચના ફૅશન મેગેઝિન ‘વોગ’ના તંત્રી પ્રિયા તન્નાએે કહ્યું હતું.

 

સોમવારે મુંબઇના કેમ્પ્સ કોર્નર પર આવેલા ક્રોસવર્ડ સ્ટોરમાં ચિત્રાંગદા અને પ્રિયાએે વોગના લેટેસ્ટ અંકને ઔપચારિક રીતે બજારમાં મૂક્યો હતો. આ અંકમાં ચિત્રાંગદા કવર ગર્લ છે. એનો એક ખાસ ઇન્ટરવ્યૂ પણ આ અંકમાં પ્રગટ કરવામાં આવ્યો હતો. ખુદ પ્રિયા તન્નાએે આ ઇન્ટરવ્યૂ લીધો હતો. એમાં ચિત્રાંગદાને અભિનય ઉપરાંત એના રસના બીજા વિષયો અંગે પણ વિગતવાર પૂછવામાં આવ્યું હતું. ચિત્રાંગદામાં રહેલી એક અનોખી વ્યક્તિને એના ફેન્સ સમક્ષ રજૂ કરવાનો આ ઇન્ટરવ્યૂમાં પ્રયાસ કરવામાં આવ્યો છે એમ પ્રિયાએ કહ્યું હતું.