રજનીપુત્રી સૌંદર્યા અને દીપિકા વચ્ચે ગાઢ આત્મીયતા

 

-રજનીકાંતને પરદા પર દીપિકા પ્રેમ કરશે

 

ચેન્નાઇ તા.૨

 

દીપિકા પાદુકોણ અને દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી સૌંદર્યા અશ્વિન વચ્ચે ગજબનાં બહેનપણાં સ્થપાયાં હોવાની છાપ પડે છે.

 

રજનીકાંતની આગામી ફિલ્મ ‘કોચાદૈયાં’નું નિર્દેશન સૌંદર્યા કરવાની છે અને દીપિકા એની હીરોઇન છે. આ ફિલ્મમાં જેના ગાલ પર ખંજન પડે છે એવી ડિમ્પલ ગર્લ દીપિકા જેને અપ્પા (પિતા) કહીને બોલાવે છે એવા રજનીકાંતને પ્રેમ કરતી દેખાશે.

 

દીપિકા અને સૈંાદર્યા બંનેએ ટ્‌વીટર પર એકબીજાને અભિનંદન આપતાં સંદેશા લખ્યા હતા હતા. બંને સતત એકબીજાને બિરદાવે છે એ જોતાં એમ લાગે છે કે બંને વચ્ચેની દોસ્તી ગાઢ થતી જાય છે.