Last Update : 02-May-2012, Wednesday

 

શિવસેનાને માસ્ટર બ્લાસ્ટરનો જવાબ
હું રાજ્યસભામાં ગયા પછી ખેલાડી જ રહીશ રાજકારણી નહીં બનું ઃ સચિન

સોમી સદીના વિક્રમ બદલ પુણેમાં મહાન ક્રિકેટરનું બહુમાન ઃ રમતગમત ક્ષેત્ર માટે કંઈક કરી છૂટવાની મહેચ્છા

(પ્રતિનિધિ દ્વારા/પીટીઆઈ) પુણે,તા.૧
માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરની રાજ્યસભામાં નિમણૂકને મુદ્દે શિવસેનાએ કરેલી આડકતરી ટીકાનો જવાબ વાળતો હોય એમ તેણે આજે જણાવ્યું હતું કે રાજ્યસભામાં ગયા પછી પણ હું ખેલાડી જ રહીશ, રાજકારણી નહી બનું.
રાજ્યસભામાં નોમિનેટ થવા બદલ મહારાષ્ટ્રના આ પનોતા પુત્રનું મહારાષ્ટ્ર દિન નિમિત્તે પુણેમાં સન્માન થયું હતું. સન્માન પૂર્વે સ્પોર્ટ્સ રિપોર્ટ દ્વારા મંચ પર સચિનને સવાલો પૂછવામાં આવ્યાં હતા. રાજ્યસભામાં જવા અંગે પૂછાયેલા સવાલને બાઉન્સર ગણાવતા માસ્ટર બ્લાસ્ટરે કહ્યું હતું કે જુદા જુદા ક્ષેત્રમાં ઉલ્લેખનિય કામગીરી બજાવી હોય તેમની રાજ્યસભામાં નિમણૂંક કરીને તેમનાં યોગદાનની કદર કરવામાં આવે છે. અગાઉ પૃથ્વીરાજ કપૂર, લતાદીદી (લતા મંગેશકર) જેવી સન્માનનિય હસ્તીઓ રાજ્યસભાનું સભ્યપદ શોભાવી ચૂકી છે.
સચિનની રાજ્યસભામાં થયેલી નિમણૂંકને શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેએ કોંગ્રેસની મેલી રમત ગણાવી હતી અને કહ્યું હતું કે આ 'ડર્ટી પિક્ચર' છે.
સચિન તેન્ડુલકરે આજે જણાવ્યું હતું કે માનનિય રાષ્ટ્રપતિએ રાજ્યસભા માટે મારા નામની ભલામણ કરી એને હું મારૃં સન્માન ગણું છું. પરંતુ ફરી હું સ્પષ્ટતા કરવા માગું છું હું સ્પોર્ટ્સમેન છું અને કાયમ સ્પોર્ટ્સમેન જ રહેવાનો છું, પોલિટિક્સમાં જોડાવાનો કોઈ ઈરાદો નથી. રાજ્યસભામાં ગયા પછી ખેલકૂદ ક્ષેત્ર માટે મારાથી જે કંઈ થઈ શકશે એ ચોક્કસ કરી છૂટીશ.
૨૬મી એપ્રિલે રાજ્યસભામાં નિયુક્ત થયા પછી આજે પહેલી જ વાર જાહેરમાં વક્તવ્ય આપતા સચિનિ તેન્ડુલકરે કહ્યું હતું કે ક્રિકેટ મારૃં જીવન છે, ક્રિકેટ છોડીને રાજકારણમાં નહી જાઊં. બે વર્ષ પહેલાં ઈન્ડિયન એરફોર્સ તરફતી મને માનદ્ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એટલે કંઈ હું પ્લેન ઊડાડતા નથી શીખી ગયો. એવી જ રીતે રાજ્યસભામાં ગયા પછી હું રાજકારણી બની જઈશ એવું માનવું યોગ્ય નથી.
સચિનનો રાજ્યસભામાં નિમણૂંક થઈ એની સામે રાજકારણીઓ અને ખેલાડીઓએ મિશ્ર પ્રત્યાઘાતો વ્યક્ત કર્યા હતાં. અમુકે સરકારના આ નિર્ણયને બિરદાવ્યો હતો તો અમુકે શંકા વ્યક્ત કરી હતી કે રાજ્યસભામાં ગયા પછી માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટ તરફ ધ્યાન આપી શકશે કે નહીં?
રાજ્યસભાનું સભ્યપદ મેળવવા બદલ તેમ જ ૧૦૦ સેન્ચુરીના વિક્રમ બદલ પુણેમાં સચિનનું સન્માન કરવામાં આવ્યું હતું.
સોમી સદી ફટકારવા સંબંધે પૂછાયેલા સવાલના જવાબમાં સચિને કહ્યું હતું કે વિશ્વ કપ જીતવાનું સ્વપ્ન મેં બાવીસ વર્ષથી સેવ્યું હતું. આ સપનું સાકાર થતા મારી ખુશીની કોઈ સીમા નહોતી રહી. એક વખતના કોચ જોન રાઈટે ૨૦૦૩માં મને કહ્યું હતું કે હું ૧૦૦ સદી ફટકારવાનો વિક્રમ નોંધવવામાં સફળ થઈશ. માણસે સ્વપ્ન સિદ્ધ ન થાય ત્યાં સુધી સતત પ્રયાસ કરતા રહેવું પડે છે. ઘણી વાર સફળતા હાથવેંતમાં જ હોય છે. વ્યક્તિએ બસ એક વધારાનું ડગલું ભરવાની જ જરૃર હોય છે.
ગયા વર્ષે ભારતીય ટીમે વર્લ્ડ જીત્યો ત્યારે દેશભરમાં જોરશોરથી થયેલી ઉજવણીને યાદ કરતા સચિને કહ્યું હતું કે મારો ડ્રાઈવર દોડતો આવ્યો હતો અને કહ્યું કે ક્રિકેટના ચાહકો મારી કાર ઊપર ચડીને નાચે છે શું કરૃં? મેં એને કહ્યું કે ભલે નાચે, ભલે કારમાં ગોબા પાડી જાય પણ કોઈને નીચે ઊતારતો નહી. વિશ્વ-કપની જીતને લીધે આખો દેશ ખુશાલી મનાવી રહ્યો હતો એ મારા જીવનનો સૌથી મહાન દિવસ હતો. વિશ્વ-કપની જીતે આખા દેશને જાણે ખુશાલીના એક તાંતણે બાંધી દીધો હતો.
ક્રિકેટના મેદાનમાં બેટીંગ કરતી વખતે ભૂતકાળમાં ઉભી થયેલી મુશ્કેલી ભૂલી વર્તમાન ક્ષણ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. એવું જણાવતા સચિને કહ્યું હતું કે સામેથી ફેંકાતા બોલનો સામનો કઈ રીતે કરવો એ અડધી સેકન્ડમાં વિચારી લેવું પડે છે. ક્રિકેટરે મગજ એકદમ ખાલી અને હૃદયના ધબકારા વધે નહીં તેનું ધ્યાન રાખીને યોગ્ય નિર્ણય કરવાનો હોય છે.
સકારાત્મક વિચારના મહત્ત્વ ઉપર ભાર મૂકવાના મહત્ત્વ વિશે તેણે કહ્યું હતું કે ૨૦૦૩ના વર્લ્ડ કપ વખતે પાકિસ્તાન સામે ટાઈ થઈ હતી તેને હું મોટામાં મોટી અને સૌથી મહત્ત્વની મેચ ગણું છું. આ મેચમાં સચિને સહેવાગ સાથે જબરજસ્ત પ્રદર્શન કરીને ૯૮ રને રન-આઉટ થયા પહેલાં પાકિસ્તાન બેકફૂટ પર મૂકી દીધું હતું.
સફળતા કે નિષ્ફળતા જીરવવાની તેની કાબેલિયત વિશે સચિને કહ્યું હતું કે મારા પરિવાર પાસેથી મને આ શીખવા મળ્યું છે કે કઈ રીતે કોઈ પણ પરિસ્થિતિમાં મગજ પર કાબૂ રાખવો. જ્યારે હું સ્કૂલ અને ક્લબ ક્રિકેટ રમતો ત્યારે પણ નિયમ હતો કે જે મેચ રમાઈ ગઈ એને વિશે ચર્ચા કરવાને બદલે નવી મેચ માટે સજ્જ થઈ જવું. આજ સુધી આ નિયમ પાળ્યો છે. જે થઈ ગયું છે એ કોઈ ફેરવી નથી શકવાનું, પછી એ સફળતા હોય કે નિષ્ફળતા. જ્યારે હું સફળતા મેળવું છું ત્યારે માતાના હસ્તે ભગવાનને પ્રસાદ ધરૃં છું, આ જ મારી ઊજવણીની રીત છે.
સચિન તેન્ડુલકર કોઈ પણ જાતની પ્રસિદ્ધિની પરવા કર્યા વિના સેવાકાર્ય કરે છે આ વિશે પૂછવામાં આવતા તેણે કહ્યું હતું કે અત્યારે લગભગ ૪૦૦ જરૃરિયાતમંદ બાળકોના શિક્ષણનો ખર્ચ ઊઠાવું છું. ઘણા વર્ષોથી અપનાલય સેન્ટર સાથે જોડાયેલો છું. પરંતુ આ કાર્ય હું અંગત સંતોષ માટે કરૃં છું. મને કોઈ પ્રસિદ્ધિની જરૃર નથી.
આજના કાર્યક્રમમાં હાજર યુવાનોને સચિને જણાવ્યું હતું કે સારા ઈન્સાન બનવા માટે ભણતર જરૃરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved