Last Update : 02-May-2012, Wednesday

 

અપ્રમાણસર સંપત્તિના કેસમાં માયાવતીની અરજી પર સુપ્રીમનો ચુકાદો અનામત

પોતાની સામે કાર્યવાહી અટકાવવા માયાવતીએ અરજી કરેલી છે
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧
સુપ્રીમ કોર્ટે સી.બી.આઇ.ની તપાસને પડકારતી માયાવતીની અરજી પર તેમનો ચુકાદો મુલત્વી રાખ્યો હતો. સી.બી.આઇ. માયાવતીની બેસુમાર સંપત્તિ અંગે તપાસ કરી રહી છે માયાવતીએ આ તપાસ અટકાવવા સુપ્રીમમાં માગ કરી છે.
ન્યાયમૂર્તિ પી. સત્યશિવમ્ની ખંડપીઠે આ ચુકાદો મુલતવી રાખ્યો તે પુર્વે આ મામલાની બે કલાક સુધી સુનાવણી હાથ ધરાઇ હતી. આ સુનાવણી દરમ્યાન માયાવતી પક્ષે એવી રજુઆત કરી હતી કે સી.બી.આઇ.એ તેમની સામે પૂર્વગ્રહયુક્ત વલણ સાથે બેસુમાર સંપતિ (ડી.એ.) કેસ કરવામાં આવ્યો છે. માયાવતીએ વર્ષ ૨૦૦૮ના મે મહિનામાં સુપ્રીમમાં કેસ દાખલ કરીને સી.બી.આઇ. દ્વારા આઠ વર્ષ પૂર્વે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તે કાઢી નાંખવા વિનંતી કરી હતી. તેમણે અરજીમાં આક્ષેપ કર્યો હતો કે આ કેસ તેમની સામે રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવ્યો છે.
માયાવતીના વકીલે કોર્ટનું એ બાબતે ધ્યાન દોર્યું હતું કે ઇન્કમટેક્સ ટ્રીબન્યુનલે એ બાબત કબુલી છે કે તેમની આવક પ્રમાણિક અને વાસ્તવિક છે. દિલ્હી હાઇકોર્ટે પણ તે હુકમને વ્યાજબી ગણીને માન્ય રાખેલો છે. તે સંજોગોમાં સુપ્રીમે સી.બી.આઇ.ને ટ્રીબ્યુનલ તેમજ દિલ્હી હાઇકોર્ટે કરેલા હુકમને ધ્યાને લેવાનો હુકમ કરવો જોઇએ.
સી.બી.આઇ.એ તેમની અગાઉની સુનાવણી દરમ્યાન જણાવ્યું હતું કે માયાવતી પાસે તેના આવકના જાણીતા સાધનોના પ્રમાણમાં અર્નગળ સંપત્તિ છે જે અંગેના 'નક્કર પુરાવાઓ' પણ છે. જ્યારે માયાવતીએ દાવો કર્યો હતો કે તેમની પાસે જે સંપત્તિ છે તે પક્ષના કાર્યકરોએ આપેલા દાનમાંથી અર્જીત થયેલી છે.
સી.બી.આઇ.એ ઉલ્લેખ કર્યો હતો કે તેમણે જાહેર કરેલી સંપત્તિ વર્ષ ૨૦૦૩માં ૧ કરોડ હતી જે વર્ષ ૨૦૦૭માં ૫૦ કરોડો પહોંચી હતી. ૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ સી.બી.આઇ.એ દાખલ કરેલા એક સોગંદનામામાં જણાવાયું હતું કે માયાવતીના સંબંધીઓ સાથે માયાવતીનું ગુનાઇત જોડાણ છે. આ સંદર્ભે આવકવેરા વિભાગ એવા નિર્ણય પર આવ્યો છે કે માયાવતી સામે બેસુમાર સંપત્તિનો કેસ બંધ કરવો જોઇએ નહીં. સી.બી.આઇ.એ માયાવતીની એ દલીલ ફગાવી દીધી છે કે આવકવેરા વિભાગે તેની સંપત્તિ અંગેના 'એસેસમેન્ટ'નો સ્વિકાર કર્યો હોવાથી તેમની સામેનો કેસ બંધ કરી દેવો જોઇએ.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved