Last Update : 02-May-2012, Wednesday

 
રાહુલ ગાંધીની નિકટ મનાતાં
કોંગી સાંસદ મીનાક્ષી નટરાજન મિડિયા પર કડક અંકુશો મૂકતું બિલ લાવશે

પ્રસારણ અટકાવવા સહિતની આકરી જોગવાઈઓ ઃ બિલથી કોંગ્રેસે હાથ ઝાટક્યા

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧
પ્રસાર માધ્યમો ઉપર વ્યાપક અંકૂશો મુકતું એક વિધેયક આજે કોંગ્રેસનાં એક સાંસદ લોકસભામાં રજૂ કરવા માગે છે. તો બીજી તરફ પોતાનાં જ સાંસદ મીનાક્ષી નટરાજને સૂચવેલાં આ વિધેયકથી કોંગ્રેસે દૂર ખસી જઈ તે સંબંધી પક્ષની જવાબદારી ખંખેરી નાખી છે અને જણાવ્યું છે કે આ તો તેઓનું (મીનાક્ષી નટરાજનનું) અંગત મંતવ્ય છે. પરંતુ, તે પણ સર્વવિદિત છે કે કુમારી નટરાજનને કોંગ્રેસ મહામંત્રી રાહુલ ગાંધીનાં નિકટવર્તી માનવામાં આવે છે.
આ વિધેયકમાં કોઈ પણ ઘટના કે કાર્યક્રમ જો રાષ્ટ્રીય સલામતીને માટે જોખમકારક લાગે તો તે વિષે વિદેશી કે આંતરિક સાધનો દ્વારા પણ તેની રજૂઆત થતી હોય તો પણ તેની ઉપર પ્રતિબંધ મુકવા કે વચ્ચેથી અટકાવી દેવાની સત્તા આપવાનું સૂચન કરાયું છે. સાથે તે પ્રસાર માધ્યમને રૃા. ૫૦ લાખ સુધીનો દંડ અને ૧૧ મહિના સુધી તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરવાની સત્તા આપવાની જોગવાઈ સૂચવાઈ છે. તો કેટલાક કિસ્સાઓમાં હંમેશ માટે લાઈસન્સ રદ્દ કરવાની પણ જોગવાઈ સૂચવવામાં આવી છે.
આ વિધેયક અંગે પત્રકારોએ પૂછેલા એક પ્રશ્નના ઉત્તરમાં કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા જનાર્દન દ્વિવેદીએ જણાવ્યું હતું કે આ વિધેયક તેઓનાં (નટરાજનનાં) અંગત મંતવ્યો ઉપર આધારિત છે. આ રાહુલ ગાંધીનું પણ મંતવ્ય નથી કે, આ વિધેયક સંબંધે તેઓએ તેમની અનુમતિ પણ લીધી ન હતી.
આ સંબંધે મિડીયામાં એવા અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા કે વાસ્તવમાં મીનાક્ષી નટરાજન્ ધ પ્રિન્ટ એન્ડ ઇલેકટ્રોનિક મિડીયા, સ્ટાન્ડર્ડ એન્ડ રેગ્યુલેશન બિલ ૨૦૧૨ ગત સપ્તાહે જ રજૂ કરવાનાં હતા પરંતુ જ્યારે તે વિધેયકની રજૂઆત અંગે અધ્યક્ષશ્રી તરફથી જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ ગૃહમાં હાજર નહીં હોવાથી તે વિધેયક રજૂ થઈ શક્યું ન હતું.
મધ્યપ્રદેશનાં મંદસોર લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં નટરાજન્ પહેલી જ વખત લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે અને તેઓ પક્ષને મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ રચેલી યુવા ટીમનાં સભ્ય છે તથા એઆઈસીસીનાં એક મહામંત્રી પણ છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved