Last Update : 02-May-2012, Wednesday

 

રાષ્ટ્રપતિની ચૂંટણી મુદ્દે
એનડીએમાં તિરાડ ઃ કલામને ટેકો આપતા જનતા દળે ટીકા કરી

યુપીએનાં અધ્યક્ષા સોનિયા મમતાને મળશે સપા મુસ્લિમ ઉમેદવારની તરફેણમાં

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧
રાષ્ટ્રપતિની ચુંટણી સંદર્ભે ગતિવિધી તેજ બની રહી છે. જેમાં કેન્દ્રીય સ્તરે બન્ને રાજકીય મંચ યુપીએ અને એનડીએ પૈકી એનડીએમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ટેકો આપવા મુદ્દે મતમતાંતર સપાટી પર ડોકાયા છે. જેમાં કોંગ્રેસના કોઈપણ ઉમેદવાર પ્રણવ મુખર્જી કે અન્સારીને અમે ટેકો નહી આપીએ તેવા સુષ્મા સ્વરાજના નિવેદને બળતામાં ઘી હોમવાનું કાર્ય કર્યું છે. જ્યારે સામે પક્ષે યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ ૩ અથવા ૪ થી મે ના રોજ તૃણમુલના વડા મમતા બેનરજીને મળીને આ મુદ્દે ચર્ચા કરવાનું નક્કી કર્યાનું જણાઈ રહ્યું છે.
મુલાયમસિંહ યાદવની સમાજવાદી પાર્ટીએ એક નવું જ પરીબળ ઉમેર્યું છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ અન્સારી સહીતના કોીપણ મુસ્લીમ ઉમેદવારને ટેકો આપશે. જ્યારે સુષ્માના કોંગ્રેસના ઉમેદવારને ટેકો નહી જ આપીએ તેવા નિવેદનથી સ્તબ્ધ થઈ ગયેલા જે.ડી. (યુ) એ નોખો સુર કાઢ્યો છે. તેમણે આ મુદ્દે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેનાથી થતા નુકસાનને ટાળવા ભાજપે સ્પષ્ટતા કરી હતી કે સુષ્મા સ્વરાજે જે નિવેદન આપ્યું તે ભાજપના મંચ પરથી રજુ કરાયું હતું. એન.ડી.એ. વતી નહી.
ભાજપના સુષ્મા સ્વરાજના મતથી ચોંકેલા જે.ડી.યુ.ના નેતા અને એનડીએના સંયોજક શરદ યાદવે મત વ્યક્ત કર્યો હતો કે સુષ્મા સ્વરાજે જે કંઈ પણ કહ્યું છે તે ભાજપનો મત છે તે અમારા પક્ષનું મંતવ્ય નથી. આ મુદ્દો એનડીએની કોઈ બેઠકમાં ચર્ચાયો નથી. તેમણે ઉમેર્યું હતું કે દેશ અત્યારે ખુબ ખરાબ સ્થિતિમાં છે તે સંજોગોમાં દરેક વ્યક્તિએ આ મુદ્દે સાવચેત રહેવાની જરૃર છે. યાદવે, શિરોમણી અકાલી દળના નેતા સુખબીરસિંઘ બાદલના નિવેદનને પણ ટાંક્યું હતું. બાદલે પણ આ મુદ્દો એનડીએની બેઠકમાં ચર્ચાયો ન હોવાનું તાજેતરમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એનડીએની બેઠકમાં હજી આ મુદ્દો ચર્ચાયો નથી તે સંજોગોમાં હું આ અંગે કોઈ મત વ્યક્ત કરવા માંગતો નથી.
દરમિયાન વરીષ્ઠ નેતા રાજીવ પ્રતાપ રૃડીએ પણ એવો મત વ્યક્ત કર્યો છે કે સ્વરાજે આપેલો મત ભાજપ વતી અપાયેલો છે. એનડીએ વતી નહી. પત્રકારો સાથેની ચર્ચામાં ડાબેરી પક્ષો વતી મત વ્યક્ત કરતા પ્રકાશ કરાતે અમે અન્ય પક્ષો સાથે આ મુદ્દે સહમતી સાધવા અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને નક્કી કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. તેમ જણાવ્યુ ંહતું. જોકે ડાબેરી પક્ષના અંતરંગ સુત્રોનું કહેવું છે કે જો કોંગ્રેસ હમીદ અન્સારીના નામ સાથે આગળ વધે તો ડાબેરીઓ ટેકો આપે તેવી શક્યતા નહીવત છે. જ્યારે સીપીઆઈ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી. રાજાએ કહ્યું હતું કે ચારે પક્ષો આ મુદ્દે પ્રાથમિક બેઠક યોજીને સહમતિ સાધવા પ્રયાસ કરશે. લાલૂ પ્રસાદ યાદવે અન્સારીને ટેકો આપવા જણાવ્યું છે જ્યારે સમાજવાદી પાર્ટીના કમાલ ફારૃકીએ મુસ્લીમ ઉમેદવારને રાષ્ટ્રપતિ ચુંટવાથી તેનો સકારાત્મક સંદેશ દેશમાં જશે તેવો મત વ્યક્ત કર્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved