Last Update : 02-May-2012, Wednesday

 

વન મિનિટ પ્લીઝ...

રાષ્ટ્રીય

(1) ઇટાલીની સરકારે ભારતની સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે ભારતીય માછીમારોના પરિવારોને 'બ્લડ મની' ચુકવાયાં નથી. જે નાણાં અપાયા તે તો માનવતાના ધોરણે અપાયાં છે.
(2) કાશ્મીરમાં નેશનલ કૉન્ફરન્સના એક કાર્યકર, નામે હાજી મોહમ્મદ યુસૂફનું મોત થતાં વિવાદ થયો હતો. આ મોત માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દલ્લાનું નામ ઉછળ્યું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થયેલા આ વિવાદને તાજો કરવાનું કારણ એ કે મેજિસ્ટ્રેટ દ્વારા તપાસમાં ઓમર અબ્દુલ્લાને કિલનચિટ મળી છે.
(3) ૨૦૦૮ના 'કેશ ફોર વોટ' કૌભાંડનો ખટલો ચલાવતી કોર્ટે દિલ્હી પોલીસનો ઉઘડો લીધો હતો. કારણ કે તે આરોપીને સ્ટિંગ ઓપરેશનની સીડીની ટ્રાન્સિકટ પૂરી પાડવામાં ઢીલી રહી છે.
(4) નેપાળમાંથી ભારત આવવા પ્રયાસ કરતા ૪૦ જણાની ધરપકડ કરાઇ હતી. આ લોકો પાસે યોગ્ય દસ્તાવેજો ન હતા. આનાથી ઉત્તર પ્રદેશનું ઇન્ટેલિજન્સ યુનિટ સચેત થઇ ગયું છે. ઇન્ટેલિજન્સ યૂનિટના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું છે કે આ હિલચાલ સાધારણ ન હતી.
(5) ચીન અને ભારત વચ્ચેની સરહદી ચોકીઓ પૈકીની એક નાથુલાએ મંગળવારથી ફરી વેપાર શરૃ થયો છે.
(6) મહારાષ્ટ્રમાં ન્યાયિક પંચે તારણ આપ્યું છે કે આદર્શ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની જમીન સેનાની નહીં પણ સરકારી હતી. પરંતુ લશ્કરના વડા વી.કે. સિંહે દ્રઢતાપૂર્વક કહ્યું છે કે આ જમીન સેનાની જ છે. તેમણે ન્યાયિક પંચ વિશે કહ્યું છે કે તે કોર્ટ નથી.
(7) વધુ સામાન ઉંચકવામાં તો ભારે પડે જ, પણ મુસાફરીમાં ય 'ભારે' પડી શકે. પાઇલોટની તાલીમ લઇ રહેલા ૨૫ વર્ષીય વિનિશ વિન્સેન્ટ જયોર્જ નામના યુવાને વધુ સામાન હતો. તે ટોરન્ટોથી દિલ્હી આવતો હતો. તેની બે બેગ ઓવરવેઇટ ગણાવાતા, તે પોતાના ઘટતું કરવા આમથી તેમ ફર્યો. જયારે તે પાછો ફર્યો ત્યારે એર ઇન્ડિયાના સ્ટાફે કહી દીધું કે તેનો બોર્ડિંગ સમય પૂરો થઇ ગયો છે.

 

આંતર રાષ્ટ્રીય

(1) ઓસામા બિન લાદેન અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાની હત્યા કરાવવા માગતો હતો, પણ ઓબામા વહીવટીતંત્રના એક પૂર્વ અધિકારી કહે છે કે, તેની પ્રાથમિકતા આના કરતાંય વધુ હતી. તે અમેરિકા પર ૧૧ સપ્ટેમ્બર જેવો મોટો હુમલો કરવા માગતો હતો.
(2) ગેરકાયદે ફોન હેકિંગના મુદ્દે સાણસામાં આવેલા મિડિયા મોગલ રૃપર્ટ મુર્ડોક આટલી મોટી આંતરરાષ્ટ્રીય કંપની ચલાવવા માટે 'અનફિટ' છે તેમ બ્રિટનની એક શક્તિશાળી સંસદીય સમિતિએ કહ્યું છે. ફિટ નહીં હૈ બોસ!
(3) અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ચીનને તેનો માનવ અધિકારનો રેકર્ડ સુધારવા કહ્યું છે. જોકે 'અંકલ સેમે' ચીનના વકીલ ચેન ગુઆંગ ચેંગ જે ચીન સરકાર સામે મેદાને પડયા છે તેના વિશે બોલવાનું ટાળ્યું હતું.
(4) મ્યાનમારમાં વિપક્ષી નેતા આંગ સાન સુ કી સંસદનો બહિષ્કાર સમાપ્ત કરવા સંમત થયા છે. બુધવારે સુ કી સંસદમાં પ્રવેશશે.
(5) અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી વેગ પકડી રહી છે, તેમ એકબીજા પર આક્ષેપોનો મારો વધી રહ્યો છે. ઓબામાની છાવણીએ પ્રતિસ્પર્ધી મિટ્ટ રોમ્નીનો એક વિડિયો જાહેર કર્યો છે જેમાં રોમ્ની કહે છે કે એક જ વ્યક્તિ (લાદેન)ને પકડવા અબજો ડોલર ખર્ચવા યોગ્ય નથી. રોમ્નીએ આ વાત વર્ષો પહેલાં કહી હતી.
(6) અમેરિકાની ચૂંટણીની વાત નીકળી છે તો જાણી લો કે ઓબામા એક પગલું 'ફોરવર્ડ' વધ્યા છે. ના, આ કોઈ રીતે તેમના આગળ વધવાની વાત નથી, પણ તેમના સૂત્રની વાત છે. ગત ચૂંટણીમાં તેમનું સૂત્ર હતું, 'યસ વી કેન'. આ ચૂંટણીમાં તેમનું સૂત્ર હશે, 'ફોરવર્ડ'.
(7) અમેરિકાનાં વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન ભારત, ચીન અને બાંગ્લાદેશની મુલાકાતે મંગળવારે આવી રહ્યા છે. ચીનમાં તેઓ માનવ અધિકારનો મુદ્દો ઉઠાવે તેવી શક્યતા છે.
(8) અણ્ણા હઝારેની ભૂખ હડતાળને ભૂલી જાવ. (જોકે અણ્ણા ૭૫ વર્ષની ઉંમરે ૧૨ દિવસ સુધી ઉપવાસ પર બેઠા હતા.) બહરૈનમાં એક કેદીએ જાહેર કર્યું છે કે તે ૮૪ દિવસની ભૂખ હડતાળ ચાલુ રાખશે. આ કેદી અબ્દુલહદી અલ ખ્વાજા ૫૧ વર્ષના છે અને માનવ અધિકારો અને રાજકીય સુધારા માટે લડત આપી રહ્યા છે.
(9) પ્લીઝ, હસતા નહીં. પાકિસ્તાન સેનાના વડા જનરલ અશફાક પરવેઝ કાયાનીએ કહ્યું છે કે પાકિસ્તાન સેના 'મજબૂત લોકશાહી પ્રણાલિ'માં માને છે!

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved