Last Update : 02-May-2012, Wednesday

 

એહમદભાઈ પટેલના યોગદાનને બિરદાવતા આગેવાનો
કેન્દ્રે ગુજરાતમાં નવા માર્ગો માટે રૃા.૨૩૯૫૮ કરોડ ફાળવ્યા

નર્મદા નદી પર રૃા.૫૫૦ કરોડના ખર્ચે બધાનારા નવા ફોરલેન બ્રિજનો શિલાન્યાસ

ભરૃચ,તા.૧
ગુજરાતમાં હાલ જે માર્ગો બનાવવામાં આવી રહ્યા છે, તેમાં કેન્દ્ર સરકારનો પણ સહકાર રહ્યો છે. ગુજરાતમાં ૧૩૦૪ કિમી નવા માર્ગો માટે કેન્દ્ર સરકારે રૃા.૨૩૯૫૮ કરોડની ફાળવણી કરી હોવાનું કેન્દ્રીય પરિવહન પ્રધાન ડો. સી.પી. જોશીએ જણાવ્યું હતું.
વડોદરા - સુરત વચ્ચે સિક્સલેન રોડ માટે ભરૃચના ઝાડેશ્વર સ્થિત નર્મદા નદી પર સરદારબ્રિજ પાસે રૃા.૫૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ફોર લેન બ્રિજનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદભાઈ પટેલના પ્રયાસો અને યોગદાનને બિરદાવતા જોશીએ કહ્યું હતું કે રોજ ૨૦ કિમી રોડ બને તેવો ધ્યેય રાખી આગામી દિવસોમાં ૨૦,૦૦૦ કિમીનું કામ ભાવિ આયોજન હેઠળ હોવાનું તેમણે કહ્યું હતું.
કેન્દ્રના પરિવહન પ્રધાન ડો. સી.પી. જોશીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, કેન્દ્રની યુ.પી.એ સરકાર ધ્વારા કેટલીક નીતિઓમાં આમૂલ પરિવર્તન કરી આંતર માળખાકીય સુવિધા માટે નાણાંકીય ભંડોળ મેળવવામાં આવતા આ ક્ષેત્રે કામગીરીને વેગ મળ્યો છે. આઝાદી પૂર્વે અને ત્યારબાદ પણ આ વિઝન હતું પણ નાણાંકીય જોગવાઈના કારણે તે શક્ય બનતું ન હતું. હવે આનો શ્રેય સોનિયા ગાંધી અને એહમદભાઈ પટેલને જાય છે. એહમદભાઈ પટેલે સરદારબ્રીજ પર સર્જાતી ટ્રાફીક જામની સમસ્યા અને તેના નિવારણ માટે સરકાર સમક્ષ રજુઆત કરતા રહ્યા હતા અને તે અંગેની કાર્યવાહીથી થઈ તેની સતત પૃચ્છા કરતા રહેતા હતા. રાજ્ય સરકાર ધ્વારા જે માર્ગો બનાવવામાં આવી રહ્યા છે તે સારી વાત છે અને તેમાં કેન્દ્રનો પણ સહકાર રહેલો છે.
વર્તમાન કેન્દ્ર સરકારે કરેલા આધારભૂત પરિવર્તનના કારણે રાષ્ટ્રનો જીડીપી દર વધ્યો છે તેથી આર્થિક સમૃધ્ધિ વધી છે. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવી જોઈએ તેવી શીખામણ આપવા સાથે તેમણે ટકોર કરી હતી કે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર સાથે જો બે કદમ મેળવીને ચાલશે તો કેન્દ્ર સરકાર પણ ચાર કદમ આગળ વધવા તૈયાર છે. કેમકે દેશના વિકાસ સાથે ગુજરાતનો વિકાસ પણ સંકળાયેલો છે.
આ પ્રસંગે ગુજરાતના માર્ગ મકાન વિભાગના મંત્રીએ રાજ્ય સરકારની માળખાકીય સવલતો પ્રત્યે કાર્યરત હોવાનું જણાવીને કહ્યું હતું કે, રાજ્ય સરકારે ચોમાસામાં સંપર્ક વિહોણા થઈ જતા ૧૮૦૦ ગામડાઓ માટે મારુ વિલેજ યોજના હેઠળ બારમાસી માર્ગો બનાવ્યા છે તો ૧૫૩ નગરપાલિકાઓમાંથી પસાર થતા રસ્તાઓને ફોરલેન બનાવ્યા છે. ૧૮૦૦ ગામડાઓને શહેરો સાથે જોડાણ આપ્યુ છે. આ પ્રસંગે તેમણે મુલદથી ઝાડેશ્વર ચોકડીનો રોડ બનાવવાનો નિર્ણય સરકારે કર્યો હોવાની ઘોષણા કરી હતી.
ગુજરાત વિધાનસભાના વિપક્ષના કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહીલે એહમદભાઈ પટેલના ભરૃચ જિલ્લાના વિકાસમાં રહેલા યોગદાનને બિરદાવીને ગુજરાત સ્થાપના દિને રવિશંકર મહારાજના વાક્યોને ટાંકતા આયોજન એ.સી. ડોમમાં ન કરવા બદલ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થાપના સમયે પૂજ્ય રવિશંકર મહારાજે કહ્યું હતું કે, પ્રજાની તિજોરીનો એક પૈસો પણ ખોટી રીતે ન વપરાવો જોઈએ. ભાજપ અને કોંગ્રેસ આજે એક મંચ પર છે ત્યારે અહમ નહિ પરંતુ પ્યાર આવવો જોઈએ કારણ કે કોઈ અમર નથી અને જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, ત્યારે અભિમાન શું કામ રાખવું જોઈએ.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ દિનશા પટેલ, ડૉ. તુષાર ચૌધરી, વિધાનસભાના દંડક ઈકબાલ પટેલ, ઉપરાંત ભરૃચના સાંસદ મનસુખ વસાવાએ પણ ઉદ્દબોધન કર્યા હતા.
અત્રે એ નોંધનીય છે કે નેશનલ હાઈવે - ૮ ના વડોદરા - સુરત સેકશન વચ્ચેના ૧૯૨.૦૦ કિ.મી. થી ૧૯૮.૦૦ કિ.મી. સુધીના માર્ગને છ માર્ગીય બનાવવાના ભાગરૃપે ઝાડેશ્વરના સરદારબ્રીજ પાસે ૫૫૦ કરોડના ખર્ચે શિલાન્યાસ વિધિ ગુજરાત સ્થાપના દિને ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવના મંદિર પાસે યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ ભાજપના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા.

શુભેચ્છા સંદેશ
નવા બ્રિજથી ટ્રાફિક જામના પ્રશ્નો દૂર થશે ઃ એહમદ પટેલ
ભરૃચ,તા.૧
એહમદભાઇ પટેલના પ્રયાસોનાં ૫૫૦ કરોડનાં ખર્ચે નર્મદા નદી પર સરદારબ્રીજ પાસે નવા બ્રીજના શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત નહીં રહી શકતા અહમદભાઇ પટેલે શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.
વાગરાના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક ઇકબાલભાઇ પટેલે મંચ પરથી એહમદભાઇ પટેલે ભરૃચ જિલ્લાના વિકાસ માટે આપેલ યોગદાનને બિરદાવ્યું હતું. ૧૯૮૬માં દહેજ ખાતે સ્વ. રાજીવ ગાંધીનાં હસ્તે કરાયેલ આઇપીસીએલનું સ્મરણ કરીને ત્યારબાદ દહેજના પેટ્રો ઉદ્યોગ ક્ષેત્રે થયેલો વિકાસ, વિલાયત સ્પેશ્યલ ઇકોનોમી ઝોન, અંકલેશ્વર, રાજપીપળા તેમજ ભરૃચ- દહેજ બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ ઉપરાંત કબીરવડ અને માલસામોટ જેવા ધાર્મિક આસ્થાના સ્થળોના વિકાસ માટે રૃા.૫૦.૫૦ કરોડની ફાળવણી અંકલેશ્વર ખાતે રૃા.૧૦૪ કરોડના ખર્ચે ઇએસઆઇ હોસ્પિટલ જેવી સીમાચિન્હ રૃપ વિકાસની કામગીરી ગણાવીને એહમદભાઇ પટેલનો શુભેચ્છા સંદેશા વાંચી સંભળાવ્યો હતો.
એહમદભાઇ પટેલે આ સંદેશામાં જણાવ્યું હતું કે મને જાણીને અત્યંત આનંદ થાય છે. કે ભરૃચ જિલ્લામાંથી પસાર થઇ રહેલી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરના નેશનલ હાઇવે નં.૮ ઉપર ચાર લેનના નવા કેબલ સ્ટ્રેઇડ બ્રિજના નિર્માણ તથા સીક્સલેન રોડની ખાતમુહુર્ત વિધિ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી સી.પી. જોષીનાં વરહ હસ્તે યોજાઇ રહી છે.
હું એ વાતથી વાકેફ છું કે હાલનો પુલ નબળો બની જતા મુંબઇ અમદાવાદ ને જોડતા આ અતિ મહત્વનાં રસ્તા ઉપર ટ્રાફીકની સખત હાડમારી ઉભી થઇ રહી છે. અને મુસાફરોને ભો અગવડનો સામનો કરવો પડે છે. કેન્દ્રની યુપીએ સરકારે પ્રજાની આ હાડમારીને પીછાણી રૃા.૫૫૦ કરોડનો બ્રીજ તેમજ અન્ય માર્ગ સહિત અઢી વર્ષના ટુંકા ગાળામાં આ નવો અત્યાધુનિક બ્રીજ બનાવવાનો નિર્ણય કરી મારી રજુઆતોને યોગ્ય પ્રતિસાદ આપ્યો છે. તે બદલ હું પ્રધાનમંત્રી શ્રી, જોષીજી એમના સાથી ડો. તુષાર ચૌધરી તથા જીતીન પ્રસાદને આભાર ધન્યવાદ પાઠવું છું. આ નવા બ્રીજ થકી ભરૃચ શહેર જવાના ઝાડેશ્વર ચાર રસ્તા પરના ટ્રાફીક જામની સમસ્યા પણ દૂર થશે અને એ રીતે સ્થાનિક રહીશો તથા લાંબા અંતરનાં પ્રવાસીઓ એમ બંને વર્ગના વટેમાર્ગીઓને તથા માલ પરિવહન કરનાર ટ્રક ચાલકોની મુશ્કેલીઓનો અંત આવશે.
આ ભગીરથ કાર્ય સાથે સંકળાયેલા નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાનાં અધિકારીઓ કેન્દ્ર તથા રાજ્યસરકારના અધિકારીઓ, નિર્માણ કાર્ય કરનાર એજન્સી તથા સમારંભમાં ઉપસ્થિત સૌ કોઇને શુભેચ્છાઓ આપીને કાર્યક્રમની સફળતા ઇચ્છી હતી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved