Last Update : 02-May-2012, Wednesday

 

દુકાનમાં CCTV નહીં લગાડનાર નવસારીના ૪ જ્વેલર્સ ભેરવાયા

કલેકટરનું જાહેરનામું છતાં રાધિકા, શામળાબાપા, એશીયાટીક અને પ્રમુખ જ્વેલર્સમાં કેમેરા નહીં લગાડનાર માલિકોની ધરપકડ

નવસારી, મંગળવાર
નવસારીમાં કલેકટરના જાહેર નામાના ભંગ બદલ પોલીસે ચાર જ્વેલર્સ સામે કાયદેસરની કાર્યવાહી કરતાં ચકચાર મચી છે. નવસારીના મધુમતિ વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં સંચાલકે સીસીટીવી કેમેરા નહીં ગોઠવેલા હોવાથી એલસીબી પોલીસે લાલ આંખ કરી ચારેય જ્વેલર્સની ધરપકડ કરી હતી.
નવસારી જિલ્લામાં ધાડ, લૂંટ અને ચોરી જેવા ગુનાઓ અટકાવવા માટે ધંધાના સ્થળો જેવા કે બેંકો નાણાકીય સંસ્થાઓ, આંગડીયા પેઢીઓ, સોના-ચાંદી- ડાયમંડ જ્વેલર્સના શોપીંગ મોલ, હોટેલ, ગેસ્ટ હાઉસો, થીયેટરો, ધર્મશાળા, અતિથિગૃહો, પેટ્રોલ પંપ વિગેરે સ્થળો ઉપર ગુનેગારોને ઓળખવા માટે ફરજીયાત સીસી ટીવી કેમેરા મૂકવા માટે નવસારી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામાના અમલ માટે નવસારી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે નવસારીના મોટા બજાર મધુમતી વિસ્તારમાં આવેલી વિવિધ જ્વેલર્સોની દુકાનોમાં સીસી ટીવી કેમેરાની ચકાસણી હાથ ધરી હતી.
જેમાં ચાર જ્વેલર્સોની દુકાનોમાં કલેકટરના જાહેરનામાનો ભંગ થયો હોવાનું બહાર આવ્યું હતું. આ જવેલર્સોએ દુકાનમાં સીસી ટીવી કેમેરા લગાડયા ન હતા. જેથી પોલીસે ચારેય જ્વેલર્સોના માલિકોની ધરપકડ કરતાં ચકચાર મચી છે. પોલીસે રાધિકા જ્વેલર્સના માલિક વિરાજ રમેશભાઇ ગાયકવાડ (રહે. રાજતારા એપાર્ટમેન્ટ, મધુમતી, નવસારી), શામળાબાપા જ્વેલર્સના માલિક ભાવેશભાઇ ભરતભાઇ ચૌહાણ (રહે. પ્રિયા એપાર્ટમેન્ટ શાંતાદેવી રોડ, નવસારી), એશીયાટીક જ્વેલર્સના માલિક ગુંજનભાઇ સુરેશભાઇ ગાયકવાડ (રહે. તારા નિવાસ, મધુમતિ, નવસારી) અને પ્રમુખ જવેલર્સના માલિક પ્રવિણભાઇ હિમ્મતલાલ સોની (રહે. ૧૭ શિવશક્તિ સોસાયટી, શાંતાદેવી રોડ, નવસારી) સો જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેને પગલે અન્ય જ્વેલર્સોમાં ભારે હલચલ મચી ગઇ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved