Last Update : 02-May-2012, Wednesday

 
નવસારીની ધુ્રતિએ આપઘાત જ કર્યા હોવાનો પોલીસનો નિષ્કર્ષ
બનાવના દિવસે દિવ્યેશે ધુ્રતિની મારપીટ કરી હતી ઃ જોકે, કેસ અંગે પોલીસનું હજી મૌન

નવસારી,
નવસારીનાં ચકચાર ભર્યા ધુ્રતિ અપમૃત્યુ કેસમાં પોલીસે આરોપી પતિ અને જેઠનાં મળેલાં સાત દિવસનાં રિમાન્ડમાં કરેલી ઝીણવટભરી તપાસ અંતે ધુ્રતિએ પતિ અને સાસરીયાઓનાં શારિરીક માનસિક ત્રાસથી કંટાળી જઇને આપઘાત કરી લીધો હતો ! એવુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળે છે. બનાવનાં દિવસે ધુ્રતિને તેના પતિ દિવ્યેશે નજીવી બાબતમાં બોલાચાલી થતાં માર માર્યો હતો.
આધારભૂત સૂત્ર તરફથી જાણવા મળતી માહિતી મુજબ નવસારી સહીત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચાર મચાવનાર ધુ્રતિ અપમૃત્યુ કેસમાં પોલીસે નવસારી જીલ્લા સેશંન્સ કોર્ટમાંથી આરોપી પતિ દિવ્યેશ અને જેઠ હિરલનાં સાત દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા. ગત તા.૨૬-૦૪-૧૨નાં રોજ રિમાન્ડ પુરા થયા હતા. આ સમય દરમ્યાન પોલીસે બંને આરોપી ભાઇઓનું ક્રોસ ચેકીંગ કર્યુ હતું. બનાવવાળી જગ્યા ઉપર જઇ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યુ હતું. બનાવનાં સમયે ધુ્રતિનાં સાસરીયા પક્ષનાં લોકોની હાજરીનાં પુરાવાઓ મેળવ્યા હતા. આરોપીઓનાં મોબાઇલ લોકેશન કોલ્સ ડિટેઇલ્સ, પી.એમ.રિપોર્ટ, એફ.એસ.એલનો વિસેરા રીપોર્ટ, તથા સાંયોગિક પુરાવાઓ એકત્રિત કરી સમગ્ર તપાસ બાદ પોલીસે એવા નિષ્કર્ષ ઉપર પહોંચી છે કે ધુ્રતિએ પતિ અને સાસરીયાનાં શારિરીક-માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. ! એવું આધારભૂત સૂત્ર તરફથી જાણવા મળે છે.
જોકે તપાસમાં હજી પણ અમુક મુદ્દાઓ અંગે પોલીસને સંતોષકારક જવાબો મળી શક્યા નથી અને તે અંગેની કવાયત ચાલી રહી છે. પોલીસે મીડિયાને હજી સુધી સત્તાવાર રીતે ધુ્રતિનું મોત હત્યા કે તેણે આપઘાત કર્યો હતો ? તે જણાવ્યુ નથી. કોઇકને કોઇક કારણોસર માહિતી આપવાનું પોલીસ ટાળતી રહી છે. અને હાલમાં આરોપીઓનાં સેશન્સ કોર્ટમાં જામીન અરજી પર કેસ ચાલી રહ્યો હોવાથી ''સબજ્યુડીસમેટર'' હોવાનું જણાવી માહિતી આપવાનું ટાળવામાં આવી રહ્યું છે.
ધુ્રતિનાં પતિ દિવ્યેશે બનાવનાં દિવસે તેને નજીવી બાબતમાં મારપીટ કરી હતી. દિવ્યેશ અનેક સ્ત્રી મિત્રો ધરાવતો હતો. અને તેના આવા મિજાજથી ધુ્રતિ દુભાયેલી હતી. ધુ્રતિએ પોતાના મોત અગાઉ દિવ્યેશની ગર્લફ્રેન્ડ ભૂમિકા ઉર્ફે ભૂમિ સાથે ૯ મિનિટ સુધી પોતાના મોબાઇલ પરથી લાંબી વાતચીત કરી હતી. ! ત્યારબાદ દિવ્યેશે સાડાચાર મિનિટ સુધી ઘરમાં જ હોવા છતાં ધુ્રતિ સાથે લાંબીવાત કરી હતી.અને પછી તુરંત ધુ્રતિનું શંકાસ્પદ મોત થયુ હતું.! દિવ્યેશે પોતે કરેલા ત્રણ એસ.એમ.એસ. ડીલીટ કરી નાંખ્યા હતા ! આમ પોલીસની પ્રારંભિક ઢીલી તપાસ દરમ્યાન પુરાવાઓનો નાશ થઇ ગયો હતો ! ચકચારી ધુ્રતિ અપમૃત્યુ કેસમાં પોલીસ સત્તાવાર રીતે ઉકેલી લીધો હોવાની જાહેર કરશે ત્યારે સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે.

 

ધુ્રતિ કેસે પોલીસ તંત્રમાં પણ ભારે ઉથલપાથલ મચાવી છે
નવસારી,
ધુ્રતિ અપમૃત્યુ કેસમાં પોલીસની આબરૃનું ભારે ધોવાણ થયું છે. પ્રારંભમાં હે.કો. પ્રદીપ મોરે તપાસ અધિકારી તરીકે નિમાયાના બીજા દિવસે ટાઉન પો.સ.ઇ. યુ.જે. શ્રીમાળી અને ત્યારબાદ ટાઉન પી.આઇ. ભાગર્વ પંડયાને તપાસનો હવાલો સોંપાયો હતો. પરંતુ પોલીસની કામગીરી સામે સૌથી વધુ આક્ષેપો ડીવાયએસપી બી.એન. ચાવડા તપાસ કરતાં હતા ત્યારે થયા હતા. આથી તત્કાલીન ઇ.ચા. ડીએસપી પિયુષ પટેલે ધુ્રતિ કેસની તપાસ જલાલપોર પી.આઇ. એમ.આર. ચાવડાને સોંપી હતી. પરંતુ નવસારી જીલ્લા સેશન્સ કોર્ટે પોલીસ કામગીરીની કડક ટીકા કરી તપાસ અધિકારીને બદલવા ઇચ્છનીય હોવાનું જણાવતાં આ કેસ એચ.ક્યુ. ડીવાયએસપી એમ.એ. ચૌહાણ પાસે આવ્યો છે. જેમાં એલ.સી.બી. પી.આઇ. કે.એન. પટેલ અને જલાલપોર પી.આઇ. એમ.આર. ચાવડા તપાસમાં મદદ કરી રહ્યા છે. પોલીસમાં પણ આ કેસ મુદ્દે ભારે ઉથલપાથલ થઇ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved