Last Update : 02-May-2012, Wednesday

 

ચીઠ્ઠી, ચોપડીને મોબાઇલ ફોનના આધારે લખાયા પેપર
સજ્જતા કસોટીમાં નીતિ-નિયમોને નેવે મુકી શિક્ષકો દ્વારા બેફામ ચોરી

પ્રાથમિક શિક્ષકોનું સુપરવિઝન હોવાથી માધ્યમિક શાળાના શિક્ષકોને મોકળુ મેદાન મળી ગયું, ફારસરૃપ બની રહી પરીક્ષા

રાજકોટ, મંગળવાર
માધ્યમિક શાળાના શિક્ષકો માટેની સજ્જતા કસોટીનું ભલે પરિણામ જાહેર નથી પરંતુ આ પરીક્ષામાં પણ પોતાનું અજ્ઞાાન ઢાંકવા માટે અનેક સેન્ટરોમાં ધૂમ ચોરી થયાની ફરિયાદો ઉઠી છે. મોટી ઉંમરના શિક્ષકો પાસે વર્તમાન પાઠય-પુસ્તકોનું સાચુ જ્ઞાાન નહીં હોવાને કારણે આ પરીક્ષામાં સારા માર્કસની લાલચે ખુલ્લં ખુલ્લાં ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી છે.
તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.૨૮ના રોજ રાજ્યભરમાં ધો.૯ અને ધો.૧૦ના માધ્યમિક સ્કુલના શિક્ષકો માટેની સજ્જતા કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર અને જિલ્લામાં આ પરીક્ષામાં ગ્રાન્ટેડ સ્કુલોના અંદાજે ૨૭૦૦ જેટલા શિક્ષકોએ આ પરીક્ષા આપી હતી. સૌરાષ્ટ્રના જુદા જુદા ૪૫૦ જેટલા કેન્દ્રોમાં આ પરીક્ષા ૮૦૦૦થી વધુ શિક્ષકોએ આપી હતી. આ પરીક્ષા ઓ.એમ.આર. પધ્ધતિ મુજબ લેવામાં આવી હતી. જેમાં મોટાભાગના શિક્ષકોને પોતાના વિષયનું પુરતું જ્ઞાાન ન હોય તે રીતે પરીક્ષા ખંડમાં પુછતાછ કરતા રહ્યા હતા. કેટલાકે વળી મોબાઇલ ફોન ઘુમાવીને પ્રશ્નોના સાચા જવાબો બારોબારથી મેળવી લીધા હતા. આ પરીક્ષામાં પ્રાથમિક શાળાનાં શિક્ષકોનું સુપરવિઝન હોવાથી કોઇ સુવરવાઇઝરોને ગાઠતું ન્હોતું. ૪૫ વર્ષથી મોટી વય ધરાવતા શિક્ષકો જાણે પોતાનું ભણતર ભુલી ગયા હોય તેમ ખાં-ખાં ખોળા કરી ચિઠ્ઠી-ચપાટી અને ચોપડીઓના જોરે પરીક્ષામાં ચોરી કરતા રહ્યા હતા. આ મુદ્દે આજે રાજકોટ જિલ્લામાં પરીક્ષાની જવાબદારી સંભાળતા સુત્રોએ જણાવ્યું હતું કે શિક્ષકોની પરીક્ષામાં સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. પરંતુ કોપીકેસ ક્યાયં થયા નથી. શિક્ષકોની સજ્જતા માટે લેવામાં આ પરીક્ષામાં ક્ષમતાની દ્રષ્ટિએ અભણ પુરવાર થાય તેવા શિક્ષકોની પરીક્ષામાં ચોરી જોઇ સુપરવાઇઝરોના માથા શરમથી ઝુકી ગયા હતા. આ પ્રકારે પરીક્ષામાં ચોરીનું દુષણ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં પણ જોવા મળ્યું હતું. પરંતુ દરેક કેન્દ્રોમાં સબ સલામતની રેકર્ડ વાગતી રહી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved