Last Update : 02-May-2012, Wednesday

 
ભુજમાં ૪૨.૨ અને અમરેલીમાં ૪૨ ડિગ્રી તાપમાન
રાજ્ય ભરમાં રાજકોટ 'હોટ સીટી' ગરમાગરમ લૂ સાથે ૪૨.૩ ડિગ્રી

વૈશાખ મહિનાના બળબળતા બપોરે બજારોમાં જોવા મળતી સ્વૈચ્છીક સંચારબંધી; સુરેન્દ્રનગરમાં ૪૧.૮ અને જૂનાગઢમાં ૪૦ ડિગ્રી

રાજકોટ, મંગળવાર
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળો તેનો પ્રકોપ દેખાડી રહ્યો છે. ગગન જાણે અગન વરસાવી રહ્યું છે. વૈશાખી વાયરા લૂ ફુંકી રહ્યા છે. આજે રાજ્યમાં સૌથી વધુ ગરમ રાજકોટ રહ્યું છે. આજે શહેરમાં ૪૨.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ભુજ ૪૨.૨ ડિગ્રી સાથે બીજે ક્રમે તો અમરેલી ૪૨ ડિગ્રી સાથે ગરમીમાં ત્રીજે ક્રમે રહ્યું છે.
રાજકોટ આજે જાણે ભઠ્ઠીમાં તબદીલ થયું હોય તેવો ઉકળાટ દિવસભર અનુભવાયો હતો. આકરો તાપ તથા ભારે લૂ અનુભવાતા લોકો અકળાઈ ઉઠયા હતા. રાજ્યમાં આજે સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં ૪૨.૩ ડિગ્રી રહ્યું હતું. આજે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી રણ ઉપરથી સૂકા ગરમ પવનો ફુંકાતા ભેજનું પ્રમાણ ઘટવાની સાથે લૂ વર્ષા થઈ હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૫૨ ટકા જ્યારે સાંજે માત્ર ૭ ટકા નોંધાયુ હતું. જ્યારે પવનની ઝડપ ૧૪ કિ.મી.ની રહી હતી.
કચ્છમાં ભુજ ખાતે ૪૨.૩ ડિગ્રી, નલિયામાં ૩૬.૭, કંડલા પોર્ટમાં ૩૭ જ્યારે માંડવીમાં ૩૩.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ છે.
જ્યારે અમરેલી રાજ્યનું ત્રીજે ક્રમે ગરમ શહેર રહ્યું હતું. ૪૨ ડિગ્રી તાપમાન નોંધાતા દિવસભર લોકોએ તાપ સાથે લૂ અનુભવી હતી. સુરેન્દ્રનગરમાં ૪૧.૮, જૂનાગઢમાં ૪૦ ડિગ્રી, ભાવનગરમાં ૩૮.૪ જ્યારે મહુવામાં ૩૪.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ઉનાળાની બળબળતી બપોરે રાજકોટ ઉપરાંત ભુજ, અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં જાણે સ્વૈચ્છીક સંચારબંધી છવાઈ જતી હોવાના દ્રશ્યો જોવા મળે છે.
જ્યારે દરિયા કિનારાના સ્થળોએ અરબી સમુદ્ર ઉપરથી ફુંકાતા પવનો થકી ગરમીમાં થોડી રાહત મળી હતી. દ્વારકામાં ૩૧.૬ ડિગ્રી, ઓખામાં ૩૨.૫ ડિગ્રી, પોરબંદરમાં ૩૪.૫, વેરાવળમાં ૩૨.૬, દીવમાં ૩૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved