Last Update : 02-May-2012, Wednesday

 

હિંમતનગરમાંથી મળી આવેલ લાશનો ભેદ ઉકેલાયો
પત્નીની હત્યા કરનાર પતિએ જીવન ટૂંકાવ્યું

રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં પતિએ ટ્રેન નીચે પડતું મૂકી દીધું ઃ મહિલાની હત્યાનું રહસ્ય અકબંધ

હિંમતનગર, તા. ૧
હિંમતનગર શહેરના બસસ્ટેન્ડ વિસ્તાર બાજુ દસેક દિવસ અગાઉ સવારના સમયે એક મહિલાની ઘાતકી હત્યા કરી ફરાર થઈ જનારા પતિએ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં રેલ્વે નીચે પડતુ મુકીને આત્મહત્યા કરી લેતાં આ હત્યાનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.
દસેક દિવસ અગાઉ હિંમતનગરમાં બનેલ આ ચકચારી ઘટનાને પગલે પોલિસને પતિએજ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી આ હત્યારા પતિને ઝડપી પાડવા પોલિસે રાત-દિવસ બરાબરની કસરત આદરી હતી.
હિંમતનગર પોલીસે તપાસમાં મદદરૃપ થાય તેવી બાબતો અંકે કરી લીધી હતી. અને તેને આધારે તપાસ આગળ ધપાવી હત્યા સમયે જ મૃત મહિલાનો પતિ રતનસિંહ વર્ધીસિંહ ચૌહાણ (ઉંમર વર્ષ આશરે ૩૫) મુળ રહેવાસી જાલોકી મંદાર, તા. શ્રીનાથપુરા, જિ. રાજસમન્દને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. હિંમતનગરના ડી.વાય.એસ.પી. ગેલોટ પાસેથી જાણવા મળ્યા પ્રમાણે રતનસિંહ ચૌહાણે ગઈકાલે રાત્રી દરમ્યાન રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના ફત્તેહનગર નજીકમાં જ રાણાવતચોકી સાદડીના ફાટક નજીક રેલ્વે નીચે પડતું મુકી સ્વયં આત્મહત્યા કરી હતી.
ફાટકમેનની નજર પડતાં તેણે અકોલા પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની જાણ કરી હતી અને તેના થેલામાંથી નામઠામ વગરની માહિતી મળી આવતા સગાસ્નેહીજનોને જાણ કરતાં આત્મ હત્યા કરનાર ઈસમ તેની પત્નિની હત્યા કરીને ફરાર થઈ ગયો હોવાનું ખુલતાં હેડ કોન્સ્ટેબલ ભગવતીપ્રસાદે હિંમતનગર ડી.વાય.એસ.પી. પી.આર. ગેલોટનો સંપર્ક કરી આ સંદર્ભની જાણ કરી હતી.
રતનસિંહ તેમજ તેનો જ એક ભાઈ નાગેજી હત્યા સમયે સાથે હોવાના મળી આવેલ સાંયોગીક પુરાવા તથા બેંક પાસબુક સહિતના કાગળો વગેરે પોલીસે કબ્જે લીધા હતા.
પોલિસને પાકી ખાત્રી થઈ હતી કે મહિલાની હત્યા તેના પતિએ જ કરી હોવાના શંકા પાકી થતાં જ પોલીસે પીઆઈના માર્ગદર્શન હેઠળ તપાસ આગળ વધારી હતી જ્યારે હત્યારા પતિએ સ્વયં પોતેજ જીવન સંકેલી લેતાં આત્મહત્યા કરતાં તમામ રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved