Last Update : 02-May-2012, Wednesday

 

ગુજરાત યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર અંગેના કેસમાં
પરિમલ ત્રિવેદી વિરૃધ્ધની તપાસ માટે વધુ ૪૯ દિવસનો સમય

રિપોર્ટ રજૂ કરવાની મુદત પૂરી થતી હોઇ અને તપાસમાં હજુ વધુ સમય લાગે તેમ હોઇ સરકારે વધુ સમય માંગ્યો

અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પરિમલ ત્રિવેદી તથા અન્યો વિરૃધ્ધના ભ્રષ્ટાચારના કેસમાં ભદ્ર સેશન્સ કોર્ટના એસીબી કોર્ટના સ્પેશ્યલ જજ એમ.પી.શેઠે તપાસનીશ અધિકારીને તપાસ પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવા તા.૧૮મી જૂન સુધીનો વધુ ૪૯ દિવસનો સમય આપતો હુકમ કર્યો હતો. અગાઉ કોર્ટના હુકમ મુજબ, પોલીસે તપાસ કરી આજે રિપોર્ટ રજૂ કરવાનો હતો પરંતુ કેટલાક મુદ્દાઓ પરની તપાસ બાકી અને જરૃરી હોવાના કારણે સરકારપક્ષ તરફથી તપાસ પૂર્ણ કરવા માટે વધુ ૧૮૦ દિવસનો સમય આપવા અરજી કરાઇ હતી. જો કે, કોર્ટે ૪૯ દિવસનો સમય આપ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટસભ્ય પ્રદીપ પ્રજાપતિએ યુનિવર્સિટીના કુલપતિ પરિમલ ત્રિવેદી, મીનેષ એસ.શાહ, વૈશાલી એમ.પઢિયાર અને વિલ્સન પ્રિન્ટ સીટી પ્રા.લિ પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટની કલમ-૭ અને ૧૨ તેમ જ આઇપીસીની વિવિધ કલમો હેઠળ એસીબી કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં આજે મદદનીશ પોલીસ કમિશનર(બી-ડિવીઝન) બી.આર.પટેલ તરફથી અરજી કરી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આ કેસની તપાસમાં ફરિયાદી અને સાહેદનું નિવેદન લેવામાં આવ્યું છે. તપાસના ભાગરૃપે ૨૦૦૭થી ૨૦૧૦ સુધીનો યુનિવર્સિટીનો ઓડિટ રિપોર્ટ સ્થાનિક ભંડોળ હિસાબ શાખા પાસેથી મંગાવવામાં આવ્યો છે. જેમાં ૨૦૦૬-૦૭નો ઓડિટ રિપોર્ટ મોકલવાયો છે જયારે ૨૦૦૮થી ૨૦૧૦ના ઓડિટ પૂર્ણ થતાં હજુ ત્રણથી ચાર માસનો સમય લાગે તેમ છે. જેથી સંપૂર્ણ ઓડિટ રિપોર્ટ મેળવ્યા બાદ ફરિયાદીના આક્ષેપોની તપાસ કરવી પડે તેમ છે.
ઉપરાંત, ફરિયાદીના આક્ષેપો અનુસંધાનમાં રાજયની સંબંધિત સેલ્ફ ફાયનાન્સ કોલેજોના ટ્રસ્ટીઓ, યુનિવર્સિટીના સંબંધિત કર્મચારીઓ અને સાહેદોના નિવેદનો લેવાના બાકી છે. ઉત્તરવહીઓના આક્ષેપ સંદર્ભે નમૂનાની ઉત્તરવહીઓ ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવી છે. આ સિવાય એટ્રોસીટી એકટ હેઠળના કેસો અને અન્ય મહત્વના પોલીસ સ્ટેશનોના ગુનાઓની તપાસની જવાબદારી પણ તેમના શિરે હોઇ પ્રસ્તુત કેસની ઝીણવટભરી તપાસમાં વધારે સમય લાગે તેમ હોઇ વધુ ૧૮૦ દિવસનો સમય આપવા વિનંતી છે. ફરિયાદપક્ષ તરફથી સરકારપક્ષની અરજીનો વિરોધ કરાયો હતો. પક્ષકારોને સાંભળી કોર્ટે ઉપરમુજબ હુકમ કર્યો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved