Last Update : 02-May-2012, Wednesday

 

ચાલુ ટ્રેન ઉપર યુવાન દોડ્યો અને...મોતને ભેટ્યો

-માંગરોળ તાલુકાના કોસંબા સ્ટેશને ફિલ્મી દ્રશ્યો

 

 

-બ્રાન્દ્રા-જામનગર ઇન્ટરસીટી એક કલાક ખોટકાઇ

૩૫ વર્ષનો પાગલ જેવો દેખાતો યુવાન સુરતથી ટ્રેનના બીજા ડબ્બા પર બેસી ગયો હતોઃ ગંભીર રીતે દાઝી જતાં મોત

તરસાડી, મંગળવાર
માંગરોળ તાલુકાના કોસંબા રેલ્વે સ્ટેશન નજીક બ્રાન્દ્રા-જામનગર ઇન્ટરસીટી ટ્રેન પર કોઇક ફિલ્મનું શુટીંગ ચાલતું હોય તેવી ઘટના બની હતી. સુરતથી ટ્રેનના બીજા ડબ્બા પર બેસી ગયેલા પાગલ જેવા દેખાતા યુવાને ટ્રેન ધીમી પડતાં ડબ્બા ઉપર દોડવાનું શરૃ કરી દીધું છે. યુવાન દોડીને એન્જીન તરફ ભાગતા તે એન્જીનના પેન્ટોગ્રાફ (એન્જીને હાઇટેન્શન વીજતાર સાથે જોડતા એંગલ)માં ફસાઇ ગયો હતો. જેને પગલે એન્જીનનો વીજપ્રવાહ બંધ થઇ જતાં ટ્રેન એક કલાક સુધી ખોટકાઇ હતી. પેન્ટોગ્રાફમાં ફસાયેલો યુવાન ગંભીર રીતે દાઝી જતાં તેનું શરીર કાળું પડી ગયું હતું. જો કે, ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.
રેલ્વે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સુરતથી ઉપડેલી બાન્દ્રા-જામનગર ઇન્ટરસીટી એક્સપ્રેસ ટ્રેનના બીજા ડબ્બા પર એક પાગલ જેવો દેખાતો યુવાન (ઉ.વ. આશરે ૩૫) બેસી ગયો હતો. આ ટ્રેન સુરતથી ઉપડી કોસંબા રેલ્વે સ્ટેશન પાસે પહોંચતાં તેની સ્પીડ ધીમી પડી હતી ત્યારે અચાનક બપોરે ૨.૧૦ કલાકે પછીના બીજા ડબ્બા પર બેઠેલો યુવાન ડબ્બા પર ઊભો થઇ ગયો હતો અને કોઇક ફિલ્મનું શુટીંગ ચાલતું હોય તેમ ટ્રેન પર દોડવા માંડયો હતો. યુવાન બીજા ડબ્બા પરથી દોડી સીધો એન્જીન પર પહોંચી ગયો હતો. એન્જીન પર દોડવામાં યુવાન એન્જીનના પેન્ટોગ્રાફ (એન્જીનને ૨૫ હજાર વોલ્ટની હાઇટેન્શન લાઇન સાથે જોડતા એંગલ)માં ફસાઇ ગયો હતો. યુવાન પેન્ટોગ્રાફમાં ફસાતા તરતજ એન્જીનનો વીજ સપ્લાય ઓટોમેટીક બંધ થઇ ગયો હતો. જેને પગલે ટ્રેન થંભી ગઇ હતી.
ટ્રેનમાં ખામી સર્જાતા તરત જ ટ્રેનના ડ્રાઇવરે તપાસ કરતાં ઉપર યુવાન ફસાયેલો નજરે પડયો હતો. આ બનાવની જાણ થતાં જ કોસંબાના સ્ટેશન માસ્ટર, આરપીએફ, જીઆરપીએફ અને ઓએચઇનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મેઇન લાઇનનો વીજ સપ્લાય બંધ કરાવી દીધો હતો. બાદમાં ભારે જહેમત ઉઠાવી પેન્ટોગ્રાફમાં ફસાયેલા યુવાનને નીચે ઉતારવાની કાર્યવાહી હાથ ધરી હતી. યુવાન શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો પણ સદ્નસીબે તે બચી જતાં તરત ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનનું શરીર કાળું પડી ગયું હતું અને તેના શરીરના કેટલાક ભાગો પરથી ચામડી બળી ગઇ હતી. આ યુવાનનું ટુંકી સારવાર બાદ સુરત સિવિલમાં મોત થયું હતું.
યુવાનની આ હરકતને પગલે બાન્દ્રા-જામનગર ઇન્ટરસીટી એક કલાક સુધી થંભી ગઇ હતી. જેને પગલે મુસાફરોએ હાલાકી વેઠવી પડી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved