Last Update : 02-May-2012, Wednesday

 

અમદાવાદના નરોડા રોડ પરના એપાર્ટમેન્ટમાં
પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક

હાલ અમેરિકા સ્થિત નિવૃત પ્રિન્સિપાલના એકના એક પુત્રએ પત્ની અને બાળકો સાથે કરેલી આત્મહત્યાથી ગ્રામજનો સ્તબ્ધ

અમરેલી, તા. ૧
અમરેલી તાલુકાના સાજીયાવદર ગામના વતની એવા પટેલ પરિવારે અમદાવાદમાં પોતાના રહેણાંક મકાનમાં કરેલી સામુહિક આત્મહત્યાને પગલે તેને ગામ સાજીયાવદરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
સાજીયાવદરના વતની મહેન્દ્રભાઇ કાછડીયા, તેમના પત્ની દિવ્યાબેન, પુત્રી દેવાંશી અને પુત્ર વ્રજ અમદાવાદમાં નિકોલ નરોડા રોડ ઉપર સુકેતુ એપાર્ટમેન્ટના એ ૨૩ નંબરના ફલેટમાં રહેતા હતા. આ પટેલ પરિવારે કરેલા સામૂહિક આપઘાત બાદ તેના ગામ સાજીયાવદરમાં ગમગીની પ્રસરી છે. મહેન્દ્રભાઇ તેમના પિતા બાલુભાઇ હીરજીભાઇ કાછડીયાના એકના એક પુત્ર અને બે બહેનોનો એકનો એક ભાઇ હોઇ મહેન્દ્રભાઇના અવસાનથી તેમના પર આભ તૂટી પડયું છે. પિતા બાબુલાલ અને માતા સાજીયાવદર ગામ રહેતા. દિકરા- દિકરીના લગ્ન બાદ તેઓ અમેરીકા સ્થાઇ થઇ ગયા છે. અહિં ગામમાં તેની ખેતીની જમીન બાબુભાઇના નાનાભાઇ પરસોતમભાઇ ખેડીને ચલાવે છે. બાબુભાઇ ઢસા મુકામે એક શાળામાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા ત્યાંથી નિવૃતી બાદ સાજીયાવદર રહેવા આવ્યા હતા. મહેન્દ્રભાઇ અમદાવાદ મુકામે ફલેટ ખરીદી એલઆઇસી એજન્ટ અને કોમ્પ્યુટર સર્વીસનું કામ કરતા હતા. તેમના પિતરાઇ ભાઇ ધીરૃભાઇ કાછડીયાનો પુત્ર પંકજ હાલ સાજીયાવદર ગામે સરપંચ તરીકે કાર્યરત છે. આ ઘટનાથી તમામ પરિવારજનો અમદાવાદ દોડી ગયા છે. અને તેની અંતિમવિધી પણ ત્યાં જ રાખવામાં આવી છે. તેમની પાછળ સાજીયાવદર ગામમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved