Last Update : 02-May-2012, Wednesday

 
બે રીઢા ચેઈન સ્નેચર સાથે પકડાયા ને એક જ દિવસે ભાગ્યા
પોલીસ જમવા બેઠી ને પાસાનો કેદી પ્રેમિકા સાથે 'રફૂચક્કર'

ધીરજ ગુપ્તાને સાથે જાપ્તા પાર્ટી વસ્ત્રાલ જમવા માટે ગયેલી 'ડોન' શિવશંકર ગીતામંદિરની હોટલમાં જમીને પલાયન

અમદાવાદ, મંગળવાર
અમદાવાદ શહેરમાંથી ૩૪થી વધુ અછોડા તોડનારા બે કુખ્યાત ચેઇન સ્નેચર્સને પાસા બોર્ડમાં હાજર કરાયા બાદ પોલીસને થાપ આપી નાસી છુટયા છે. નર્મદાનાં રાજપીપળાની પોલીસ બે પૈકીનાં એક આરોપીને થોડા ઘણા રૃપિયા માટે તેની કહેવાતી બહેનનાં ઘરે લઇ ગઇ હતી, જ્યાંથી તે તેની પ્રેમીકા સાથે નાસી છુટયો હતો. જ્યારે તેનો મિત્ર એસ.ટી સ્ટેન્ડ નજીક આવેલી રિલિફ હોટલમાંથી હાથ ધોવાના બહાને બહાર નીકળી બે બાઇક સવાર સાથે નાસી છુટયો હતો. પોલીસનું માનવું છે કે બન્ને આરોપી મિત્રોની બે મહિના અગાઉ ધરપકડ બાદ તેમને સોમવારે પાસાબોર્ડમાં હાજર કરાયા હતા, જ્યાં તેમણે ભાગવાનો પ્લાન ઘડયો હોવાની શંકા છે.
પોલીસ સુત્રોનું કહેવું છે કે બે મહિના અગાઉ ખોખરા પોલીસે ચેઇન સ્નચીંગનાં અલગ અલગ ૩૪ ગુનામાં ધિરજ સુરેશભાઇ ગુપ્તા (રહે. ગોકુલ નગર, વસ્ત્રાલ) તથા શિવશંકર ઉર્ફે શંકર ઉર્ફે ડોનને પકડયા હતા. બન્નેને પાસા હેઠળ અનુક્રમે રાજપીપળા અને છોટા ઉદેપુર મોકલી અપાયા હતા.
સોમવારે પાસા બોર્ડમાં હાજર કરવા બન્ને આરોપીઓને લાવ્યાં હતા. બપોરે પાસાબોર્ડમાં હાજર કર્યા બાદ ધિરજ ગુપ્તાને લઇને રાજપીપળાનાં કોન્સ્ટેબલ નટવરલાલ, મણીલાલ તથા અમરસિંહ નીકળ્યા હતા. દરમિયાન નટવરલાલ અન્ય એક પાસાનાં આરોપીને લઇને જતાં રહેતા મણીલાલ અને અમરસિંહ ધિરજને લઇને તેની ઓઢવની તક્ષશીલા સ્કૂલ પાસેના શ્રીનાથ બંગલોમાં રહેતી બહેનનાં ઘરે ગયા હતા. રાતે ૯ વાગ્યાનાં અરસામાં બન્ને કોન્સ્ટબેલો ધિરજની બહેનનાં ઘરમાં જમી રહ્યા હતા, ત્યારે નિધિ નામની ધિરજની એક પ્રેમીકા આવતા કોન્સ્ટેબલોએ તને નિધિને મળવા જવા દિધો હતો. જ્યાંથી તે પ્રેમીકાને લઇને નાસી છુટયો હતો. આ ઘટનાની તપાસ હાલ રામોલ પોલીસ કરી રહી છે.
બીજી તરફ છોટા ઉદેપુરની પોલીસ આરોપી શિવશંકર ઉર્ફે ડોનને લઇને એસ.ટી સ્ટેન્ડની રિલિફ હોટલમાં રોકાઇ હતી. જ્યાં રાતે ૯.૧૫ વાગ્યાનાં અરસામાં કોન્સ્ટેબલો અને આરોપી સાથે જમવા બેઠા હતા. જમ્યા બાદ શંકર હાથ ધોવાનાં બહાને હોટલમાંથી બહાર નીકળ્યો હતો અને બહાર પહેલેથી રાહ જોઇને ઉભેલા તેના બે બાઇક સવાર મિત્રોની પાછળ બેસી રફુચક્કર થઇ ગયો હતો. આ ઘટનાની ફરિયાદ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં થઇ છે.

૩૪ અછોડા તોડનાર બે આરોપીની જુગલબંધી!
* ધીરજ ગુપ્તા અને શિવશંકર ઉર્ફે ડોને જુગલબંધી રચીને ૩૪ અછોડા તોડીને હાહાકાર મચાવી દીધો હતો. ખોખરા પોલીસે પકડયા પછી બન્નેને અનુક્રમે રાજપીપળા અને છોટા ઉદેપૂરની અલગ અલગ જેલમાં મોકલાયા હતા. 'પાસા' જેવી કડક કાર્યવાહી છતાં આયોજન કરી બે ચેઈનસ્નેચરો એક જ દિવસે અલગ અલગ વિસ્તારમાંથી પલાયન થયાં છે. અમદાવાદ પોલીસ 'અછોડાતોડ બેલડી'ની જુગલબંધીથી પરેશાન છે.

ધરપકડથી બચવા કોન્સ્ટેબલોએ પણ ખોટો કંટ્રોલ મેસેજ કર્યૌ
* ધિરજનાં ભાગ્યા બાદ તેને રૃપિયાની લાલચમાં ઘરે લઇ જનારા કોન્સ્ટેબલોએ ખોટી સ્ટોરી ઘડી કાઢી હતી. તેમણે ગીતામંદિર આવ્યા પછી કંટ્રોલ મેસેજ કરી કહ્યું હતુ કે ધિરજ નામનો આરોપી લઘુશંકાએ જવાના બહાને પ્લેટફોર્મ નંબર ૩-૪ નજીકથી નાસી છુટયો છે. જે અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ કરતા આરોપી તેની બહેનનાં ઘરેથી ભાગ્યો હોવાનું જાણવા મળતા બન્ને કોન્સ્ટેબલો વિરૃધ્ધ ગુનો નોંધી તપાસ રામોલ પોલીસને સોંપાઇ છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved