Last Update : 02-May-2012, Wednesday

 
નવા નિકોલમાં સામુહિક આપઘાત અંગે FSIનું તારણ
સંતાનો, પત્નીના મોત પછી ૧૨ કલાક બાદ મહેન્દ્રભાઇએ ફાંસો ખાધો હતો !

માતા-પિતા દોઢ દાયકાથી અમેરિકામાં હોવા છતાં મહેન્દ્રભાઇના પરિવારની આર્થિક સ્થિતિ સામાન્યઃ આત્મહત્યાનું કારણ અકબંધ

અમદાવાદ, મંગળવાર
નવા નિકોલનાં સુકેતુ એપાર્ટમેન્ટમાં એક જ પરિવારનાં ચાર સભ્યોનાં સામુહિક આત્મહત્યા કેસનું કારણ ઘટનાનાં ૨૪ કલાક બાદ પણ અકબંધ છે. પરંતુ, એફ.એસ.એલનાં મંતવ્ય પ્રમાણે મૃતક મહેન્દ્રભાઇએ તેમના બે સંતાનો અને પત્નીનાં મોતનાં ૧૨ કલાક બાદ આપઘાત કર્યો છે. એટલે કે મહેન્દ્રભાઇએ બે બાળકો અને પત્નીની લાશ વચ્ચે ૧૨ કલાક સુધી રહ્યાં બાદ આપઘાત કર્યોની શંકા છે. બીજી તરફ આપઘાતનું કારણ શોધી રહેલી ઓઢવ પોલીસ એ વાતને લઇને પણ મુંઝવણમાં છે કે મહેન્દ્રભાઇનાં માતા-પિતા અને બે મોટી બહેનો દોઢ દાયકાથી અમેરિકામાં સ્થાયી થયા છે, છતાં મહેન્દ્રભાઇનાં ઘરની આર્થિક સ્થિતિ સામાન્ય કેમ?. જેથી આર્થિક કારણોસર પરિવારે આપઘાત કર્યાની શંકા વધુ છે, છતાં પોલીસ તમામ શક્યતાઓને ધ્યાનમાં લઇ તપાસ કરી રહી છે.
નવા નિકોલમાં રસપાન પાર્ટીપ્લોટ નજીક સુકેતુ એપાર્ટમેન્ટમાં રહેતા અને એલ.આઇ.સી એજન્ટ તરીકે કામ કરતા મહેન્દ્રભાઇ કાછડીયા અને તેમનાં પરિવારનાં સામુહિક આપઘાત કરવાનાં કારણને લઇને અનેક તર્કવિતર્ક વહેતા થયા છે, જો કે પોલીસ મૃતદેહો મળ્યાનાં ૨૪ કલાક બાદ પણ આપઘાત કરવાનું ચોક્કસ કારણ જાણી શકી નથી. આજે પોલીસે એફ.એસ.એલનાં અધિકારીઓ અને મહેન્દ્રભાઇનાં પરિચિત સાથે ઘરમાં તપાસ હાથ ધરી હતી.
ત્રણેક કલાકની શોધખોળ બાદ ઘરમાંથી આપઘાતનું કારણ સ્પષ્ટ થઇ શકે તેવી કોઇ વસ્તુ મળી આવી ન હતી. અત્યંત દુર્ગંધ મારતા ઘરમાં ટાઇલ્સ પર માત્ર લોહી અને દવા ઉપરાંત થોડો ઘણો વિખાયેલો સામાન જ હતો.
પોલીસે મહેન્દ્રભાઇનાં પાકીટ ઉપરાંત કબાટની પણ જીણવટભરી તપાસ હાથ ધરી હતી. મહેન્દ્રભાઇનાં પાકિટમાંથી માત્ર ૭૦૦ જેટલી રોકડ અને તિજોરીમાંથી અઢીથી ત્રણ હજારની રોકડ પોલીસને મળી હતી. ઘરમાંથી વધુ દાગીનાં પણ ન હોઇ પોલીસે શંકા વ્યક્ત કરી હતી કે મહેન્દ્રભાઇનાં માતા-પિતા દોઢ દાયકાથી અમેરિકામાં છે તેમ છતાં તેમની આર્થિક સ્થિતિ સામાન્ય કેમ છે? પોલીસ આ સંજોગોને જોતા મહેન્દ્રભાઇ અને તેમના પરિવારે આર્થિક કારણોસર આપઘાત કર્યો હોવાની શક્યતા વધુ હોવાનું કહી રહી છે, છતાં તેમના માતા-પિતા અને સંબંધીઓના નિવેદન બાદ ચોક્કસ કારણ જાણી શકાશે તેમ પોલીસનું કહેવું છે.
એફ.એસ.એલનાં અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતુ કે, મહેન્દ્રભાઇનું મોત તેમના બે સંતાનો અને પત્નીનાં મોતનાં ૧૨ કલાક પછી થયું છે. એટલે કે મહેન્દ્રભાઇએ તેમના સંતાનો અને પત્નીના મૃતદેહ વચ્ચે ૧૨ કલાક સુધી રહ્યા બાદ આપઘાત કર્યો હતો. પોલીસ એફ.એસ.એલનાં આ તથ્યોને પણ તપાસી રહી છે.

અત્યંત આધ્યાત્મિક્તા તરફ વળેલા મહેન્દ્રભાઇના ઘરમાંથી
સંખ્યાબંધ શેર સર્ટીફિકેટ્સ અને ૧૫ બેંક પાસબુક મળી
ત્રણ રૃપિયાની ખિલીનો હિસાબ ડાયરીમાં લખનારા મહેન્દ્રભાઇએ એપ્રિલનો હિસાબ કેમ ન લખ્યો?ઃ વધારે હિસાબો પૂજાવિધિનાં

અમદાવાદ, મંગળવાર
અત્યંત આધ્યાત્મિક્તા તરફ વળેલા મહેન્દ્રભાઇના ઘરની તપાસ દરમિયાન પોલીસને કેટલાક હિસાબોની ડાયરી મળી છે. જેમાં મહેન્દ્રભાઇએ માર્ચ મહિના સુધીની એન્ટ્રીઓ કરી છે. પોલીસનું માનવું છે કે આર્થિક વ્યવહોરોનો હિસાબ રાખવામાં અત્યંત ચીવટવાળા મહેન્દ્રભાઇએ હિસાબની ડાયરીમાં દીકરીના રૃમમાં ઘડીયાળ લગાવવા માટે લાવેલા ત્રણ રૃપિયાની ખીલીઓની પણ એન્ટ્રી કરી છે. પરંતુ ભેદી રીતે એ ડાયરીમાં એપ્રિલ મહિનાનો એક પણ હિસાબ લખેલો મળ્યો નથી. ઉપરાંત હિસાબોમાં સૌથી વધુવાર પૂજાવિધિના સામાન પાછળ રૃપિયા ખર્ચ કર્યા હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે.
ઓઢવ પોલીસનું કહેવું છે કે મહેન્દ્રભાઇનાં ઘરની તપાસ દરમિયાન વર્ષો જૂના સંખ્યાબંધ શેર સર્ટીફિકેટ્સ મળ્યા છે. ઉપરાંત અલગ અલગ બેંક એકાઉન્ટની આશરે ૧૫ પાસબૂક મળી છે. જે તમામ કબ્જે કરી તપાસ હાથ ધરવામાં આવી છે. શેર સર્ટીફિકેટ્સ મળતા પોલીસે એવી શંકા વ્યક્ત કરી છે કે કદાચ મહેન્દ્રભાઇને શેર બજારમાં મોટુ નુકશાન થયુ હોય અને આર્થિકભીંસમાં ધકેલાયા હોય. પરંતુ તે અંગે પણ યોગ્ય તપાસ કરવામાં આવશે તેમ પોલીસનું કહેવું છે.

પિતાએ ૧ લાખ મોકલ્યા છતાં '૧૦૦' રૃા. ઉપાડવાની ફરજ પડી!
* મહેન્દ્રભાઇનાં ઘરમાંથી પોલીસે કબ્જે કરેલી કેટલીક પાસબૂક પૈકી એક તેમના પિતા બાબુભાઇની પણ હતી. જેમાં બાબુભાઇએ અમેરિકાથી ગત મહિને ૧.૨૪ લાખ પોતાનાં અમદાવાદની બેંકમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં તે રૃપિયા મહેન્દ્રભાઇએ પોતાનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યાની એન્ટ્રીઓના તાળો મળે છે. આશ્ચર્ય જનક રીતે પિતાએ એક મહિના અગાઉ ૧.૨૪ લાખ મોકલ્યા હોવા છતા થોડા દિવસ અગાઉ મહેન્દ્રભાઇએ એ.ટી.એમમાંથી ૧૦૦ રૃપિયા ઉપાડયા હોવાની સ્લિપ પોલીસને હાથ લાગી છે. જેમાં છેલ્લુ બેંક બેલેન્સ પણ ૧૫૦૦ રૃપિયાની આસપાસ હતુ.

મહેન્દ્રભાઇનું LIC નું કામ નામ પુરતુ
* મૃતક મહેન્દ્રભાઇનાં સંબંધમાં ભાણેજ થતા રાજૂભાઇએ જણાવ્યું હતુ કે તેમના પિતા વી.આર.એસ લઇને પત્ની નાથીબેન સાથે અમેરિકા સ્થાયી થયાં છે. પિતા ગણિતનાં શિક્ષક હતા અને હજુ પણ તે અમેરિકામાં ગણિતનાં ટયુશન કરાવે છે. અહીં મહેન્દ્રભાઇનું એલ.આઇ.સી એજન્ટ તરીકેનું કામ માત્ર પ્રવૃતિમય રહેવા પુરતુ જ હતુ.

ઘરમાંથી શું-શું કબ્જે લેવાયું
* મહેન્દ્રભાઇ અને તેમની પત્નીનાં બે મોબાઇલ ફોન કબ્જે કરાયા- પોલીસ કોલ રેકોર્ડનાં આધારે વધુ તપાસ કરશે.
* એસ.બી.આઇ બેંક સહિતની અલગ અલગ આશરે ૧૫ પાસબૂકો કબજે કરી- પોલીસ બેંકનાં તમામ વ્યવહારની તપાસ કરશે.
* વર્ષો જૂના શેર સર્ટીફિકેટ્સ- મહેન્દ્રભાઇના શેર એકાઉન્ટ્સની પણ તપાસ કરાશે.
* મહેન્દ્રભાઇનાં એલ.આઇ.સી પોલીસીનાં વ્યવહારોના દસ્તાવેજ પણ કબજે કર્યા છે- જેની પણ તપાસ થશે તેમ પોલીસનું કહેવું છે.

માતા-સંતાનોની અંતિમવિધી પિતાનો દેહ કોલ્ડરૃમમાં
* મહેન્દ્રભાઇની પત્ની અને બે સંતાનોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યારે મહેન્દ્રભાઇના મૃતદેહને મોર્ગ રૃમમાં મુકવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે મહેન્દ્રભાઇના માતા-પિતા મંગળવારે પરોઢીયે આવી જશે બાદમાં મહેન્દ્રભાઈના અંતિમ સંસ્કારની વિધિ કરાશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved