Last Update : 02-May-2012, Wednesday

 

અનાજ,કઠોળ તેલિબિયા અને ખાંડનું ઉત્પાદન નહીં વધારવામાં આવે તો
પંદર વર્ષમાં ભારતમાં તેલીબિયાં કઠોળ- ખાંડની તીવ્ર તંગી સર્જાશે

૨૦૧૬ની સાલથી ખાંડ, કઠોળ, તેલીબિયા અને માનવને ખાવાલાયક તમામ ધાન્યોની અછતનો અંદાજ મળવા માંડશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
ભારતમાં માનવના ખાવાલાયક અનાજ, કઠોળ, તેલ અને ખાંડનું ઉત્પાદન નહિ વધારવામાં આવે તો તેની વધી રહેલી માગને જોતાં ૨૦૨૬ની સાલમાં તેની તીવ્ર અછત સર્જાશે. ખાંડની કુલ માગ સામે પુરવઠો ૭૪ .૧૩ ટકા તથા કઠોળની કુલ માગ સામે પુરવઠો ૩૯.૯૯ ટકા ઓછો રહેવાની સંભાવના છે.
ફાઉન્ડેશન ફોર બાયો ટેક્નોલોજી અવેરનેસ એન્ડ એજ્યુકેશનના પ્રોફેસર સી. કામેશ્વર રાવે આજે અહીં એક પત્રકાર પરિષદમાં વાતચીત કરતાં જણાવ્યું હતું કે ભારતમા ઘરઘરમાં વપરાતા અનાજ અને કઠોળ જેવી વસ્તુઓની ઉત્પાદન સામે તેની વધી રહેલી માગ વચ્ચેનો ગાળો વધી રહ્યો હોવાથી આ સ્થિતિ નિર્માણ થઈ શકે છે. જોકે ઘઉં અને ચોખાના ઉત્પાદનની બાબતમાં આ સમસ્યાનો સામનો ઓછો કરવો પડે તેવી શક્યતા હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે દુનિયાના અન્ય દેશોની માફક જ આપણે પણ બીટી બીજનો મનેકમને ઉપયોગ કરવો પડશે. આખી દુનિયાના બધાં જ દેશો તેનો ઉપયોગ કરતાં હોવાથી આપણે પણ તેનો સ્વીકાર કરવો જ રહ્યો છે. આધુનિક ટેકનોલોજી અને અત્યાધુનિક બિયારણ સિવાય આ સ્થિતિમાંથી આપણને અન્ય કોઈ જ વસ્તુ ઉગારી શકે તેમ નથી.
ેટેક્નોલોજી એઝ ડ્રાઈવર ઑફ ગ્રોથ વિષય પર બોલતા કોમોડિટીના નિષ્ણાત અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ખાદ્યતેલની માગ અને પુરવઠા વચ્ચેનો ગાળો ૨૦૨૬ સુધીમાં ૨.૭૦ કરોડ ટનનો થઈ જશે. કઠોળમાં માગ અને પુરવઠા વચ્ચેનો ગાળો ૩.૪૦ કરોડ ટનનો થઈ જવાનો અંદાજ છે. તેવી જ રીતે ખાદ્યાન્નની માગ અને પુરવઠા વચ્ચેનો ગાળો ૧.૭૦ કોડ ટનનો થઈ જવાનો અંદાજ છે. તેમણે કહ્યું હતું કે સ્ટોરેજની સારી વ્યવસ્થા ઊભી કરીને અને ખુલ્લા ગોદામોમાં રાખવાને બદલે તેને સાઈલોમાં રાખવામાં આવે તો આ ઘટમાં છથી આઠ ટકાનો ઘટાડો કરી શકાય છે.
કોમોડિટીના જાણકાર સંભવ ચૌધરીએ કહ્યું હતું કે અત્યારે આપણા દેશમાં જે કૃષિઉપજો બજારમાં આવી રહી છે તેની ગુણવત્તાની ચકાસણી કરવા માટેની વ્યવસ્થા ગોઠવવી જરૃરી છે. આ માટે પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો અનિવાર્ય છ.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved